આ પરિવારે દીકરીઓના લગ્નમાં લાખોના ખર્ચે આખા ગામને ફ્રીમાં હેલિકોપ્ટરની શેર કરાવી, જુઓ તસવીરો

National

આજના જમાના પૈસા આવે એટલે ભલભલા લોકોને પાવર આવી જાય છે. ઘરની તિજોરી ભરાઈ એટલે મગજમાં પણ ઘમંડ આવી આવી જાય છે અને પોતાના સંસ્કારને ભૂલી જાય છે. રૂપિયાનો નશો બધાને હજમ થતો નથી. જોકે આમાં અમુક લોકો અપવાદ હોય છે. આવા જ એક બિઝનેસમેનની વાત સાંભળી તમને તેમના પર ગર્વ થઈ જશે. એક બિઝનેસમેને તેના વતનના ગામના 1200 લોકોને હેલિકોપ્ટરની મફતમાં શેર કરાવી હતી.

આ સુંદર કિસ્સો રાજસ્થાનનો છે. બિકાનેર જિલ્લાના સિલવા નામના ગામના કુલરિયા પરિવારની ચારેબાજુ ચર્ચા છે. બિઝનેસમેન પરિવારમાં ત્રણ દીકરીઓના લગ્ન હતા. દીકરીઓનું લગ્નમાં હેલિકોપ્ટરમાં બેસવાનું સપનું હતું. ઘરના મોભીઓએ દીકરીઓનું સપનું પૂરું કરવા માટે ગામમાં હેલિકોપ્ટર મંગાવ્યું હતું. જોકે આ તકે પરિવારને સુંદર વિચાર આવ્યો હતો. તેમણે દીકરીઓનું સપનું પૂરું કરવાની સાથે ગામના 1200 લોકોનું સપનું પૂરું કર્યું હતું.

બિઝનેસમેન પદમારામ કુરિયાની ત્રણ પૌત્રીઓ ભાવના, સંતોષ અને કિરણના શુક્રવારે લગ્ન યોજાયા હતા. આ માટે તેમની ઘરની પાસે એક હેલિપેડ બનાવવામાં આવ્યું હતું. આ લગ્ન માટે આખા ગામને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું.

આ લગ્નમાં ગામના લોકોને ખુલ્લી ઓફર આપવામાં આવી હતી કે કોઈ પણ વ્યક્તિ ત્રણ દિવસ સુધી ગમે ત્યારે આવી મફતમાં હેલિકોપ્ટરની રાઈટ માણી શકે છે. જેથી ગામવાસીઓ પોતાના ગામને આકાશમાંથી મનમાણીને જોઈ શકે. એટલુ જ નહીં ગામના યુવાઓ માટે પેરાસેલિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. હેલિકોપ્ટરમાં બેસ્યા બાદ ગામના લોકો ગદગદિત થઈ ગયા હતા. ગામના લોકોએ ભાવુક થઈને બિઝનેસમેનના ખૂબ વખાણ કર્યા હતા.

કુલરિયા પરિવારે આ લગ્નમાં પોતાના ગામને સર્વોપરી રાખ્યું હતું. ગામના લોકોની ઈચ્છા હતી કે તેઓ એક દિવસ હેલિકોપ્ટરમાં બેસશે. જેથી ત્રણ દિવસ માટે નવી દિલ્હીથી એક પ્રાઈવેટ પાંચ સીટર હેલિકોપ્ટર બૂક કરવામાં આવ્યું હતું. હિલિકોપ્ટર પાંચ-છ કિલોમિટર એરિયામાં ફરીને ગામના લોકોને રાઈટ કરાવી હતી.

દુલ્હા-દુલ્હન અને ગ્રામવાસીઓની સાથે જાનૈયાઓએ પણ હેલિકોપ્ટરની રાઈટનો આનંદ ઉઠાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *