ચાર બાળકોના પિતાએ માલિકની દીકરીને ફસાવી, અનેક વાર શરીર સંબંધ બાંધ્યા અને…

Gujarat

વેરાવળમાં હોડીમાં મજુરી કામકાજ અર્થે આવતા પરણીત યુવકએ હોડીના માલીકની પુત્રીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી અનેકવાર શરીર સંબંધ બાંધેલ હતો. જેમાં ગર્ભ રહી જતા યુવતીએ લગ્ન કરવાનુ કહેતા યુવકએ પોતાના લગ્ન થઇ ગયેલ છે અને પોતાને ચાર બાળકો છે અને તારી સાથે લગ્ન કરવા નથી તારે જેમ કરવું હોય તેમ કરવાનું કહી તરછોડી દીધી હતી. જેથી પીડીતાએ કરેલ ફરિયાદના આધારે પોલીસે આરોપી યુવકને ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લઈ જેહવાલે કર્યો હતો.

માલીકની પુત્રીની પ્રેમજાળમાં ફસાવી
વર્તમાન સમયમાં ઓળખાણનો ફાયદો ઉઠાવી યુવતીઓની જિંદગી ખરાબ કર્યાના અનેક કિસ્સાઓ જોવા મળે છે. ત્યારે આવો જ એક કિસ્સો વેરાવળની યુવતી સાથે બન્યો હોવાનું સામે આવ્યુ છે. જે અંગે સીટી પીઆઈ એસ.એમ.ઈશરાણીએ માહિતી આપતા જણાવેલ કે, વેરાવળના જાલેશ્વર વિસ્તારમાં રહેતો રાજુ જુસબ ભાડેલા એક હોડીમાં ઘણા સમયથી મજૂરી કામકાજ કરતો હતો. જેથી અવારનવાર હોડી માલીકના ઘરે જતો હતો. તે દરમ્યાન હોડી માલીકની પુત્રી સાથે ઓળખાણ થતા મિત્રતાના સંબંધની શરૂઆત કરી લગ્ન કરવાની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી.

લગ્ન કરવાનું કહેતા તરછોડી દીધેલ
બાદમાં એક વખત યુવકે કાકીના ઘરે કોઈ ન હોય ત્યાં લગ્ન કરવાનું કહી લઈ જઈ શરીર સબંધ બાંધેલ ત્યાર પછી આ જ સ્થળે ત્રણેક વખત અને અન્ય સ્થળોએ અનેક વખત યુવતી સાથે શરીર સબંધ બાંધી ગર્ભ રાખી દીધેલ હતો. જેથી યુવતીએ લગ્ન કરવાનુ કહેતા યુવકએ “પોતાના લગ્ન થઇ ગયેલ હોય અને ચાર બાળકો છે તારી સાથે લગ્ન કરવા નથી. તારે જેમ કરવું હોય તેમ કરવાનું” કહી તરછોડી દીધી હતી. જેથી આજરોજ મુશ્કેલીમાં મુકાયેલ યુવતીએ યુવક રાજુ જુસબ ભાડેલા સામે ઉપરોક્ત વિગતો સાથે ફરિયાદ આપતા પોલીસે આઇપીસી કલમ 376, 376(2)(N) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આરોપી પરણીત હોવા છતાં યુવતીને ફસાવી
​​​​​​​આ ગુનાની તપાસ કરી રહેલ સીટી પોલીસની સી ટીમના પીએસઆઈ આર.એચ.સુવા તથા સ્ટાફના વિજય સરમણ, દિપક વજુભાઈ, હર્ષદ જેશીંગભાઇ, નમ્રતાબેન બાલુભાઇ, જીગ્નાબેન અરશીભાઇ એ વિગતોના આધારે હ્યુમન સોર્સીસની માહિતીના આધારે આરોપી યુવક રાજુ ભાડેલાને ગણતરીના કલાકોમાં જ શહેરમાંથી ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પકડાયેલ આરોપી પરણીત હોવાનું અને ખોટું બોલી યુવતીને પ્રેમજાળમાં ફસાવી શરીર સંબંધ બાંધ્યો હોવાનું પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલ હોવાનું પીઆઈ ઈશરાણીએ જણાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *