રોજ 1 લીંબુનો આ રીતે કરો ઉપયોગ, વાળ બની રહેશે કાળા અને હેલ્ધી

Health

એક રિસર્ચ અનુસાર રોજના ડાયટમાં ન્યૂટ્રિએન્ટ્સની ખઆમી આપણા વાળના ગ્રોથ અને રંગ પર પણ અસર કરે છે.આયુર્વેદ એક્સપર્ટનું કહેવું છે કે ઓછી ઉંમરથી હેલ્ધી ડાયટ લેવામાં આવે તો વૃદ્ધાવસ્થા સુધી વાળ લાંબા અને ભરાવદાર બની રહે છે. જાણો આવા 13 ફૂડ્સ વિશે જેને તમે તમારા ડાયટમાં સામેલ કરી શકો છો. નોટ – જરૂરી નથી કે તેમાંના દરેક ફૂડ લો. પણ જે ફૂડ જેટલા વધારે લેશો તેટલો વધારે ફાયદો થશે.

 • લીંબુ: તેમાં વિટામિન C, B, ફોલિક એસિડ અને અઢળક મિનરલ્સ હોય છે. રોજ સવારે હૂંફાળું લીંબુ પાણી પીઓ, ખાવામાં લીંબુના રસનો પ્રયોગ કરો.
 • ડુંગળી: તેમાં સલ્ફર હોય છે, જે વાળને કાળા અને લાંબા બનાવે છે. સલાડમાં કાચી ડુંગળી ખાઓ, શાકમાં ડુંગળીનો ઉપયોગ કરો.
 • ઇંડા: તેમાં આયર્ન, ઝિંક હોય છે. તેનાથી વાળના ફોલિકલ્સને ઓક્સીજન મળે છે અને તે કાળા થાય છે. રોજ સવારે 2 બાફેલા ઇંડા ખાઓ. એગ સલાડ પણ યૂઝ કરી શકો છો.
 • ચણા: તેમાં વાળને માટે જરૂરી વિટામિન B9 પૂરતા પ્રમાણમાં હોય છે. રોજ સવારે મૂઠ્ઠી ભર પલાળેલા ચણા ચાવીને ખાઓ.
 • કેળા: તેમાંનું વિટામિન B અને ઝિંક હેર ફોલિકલ્સને નરીશ કરીને વાળને કાળા રાખે છે. રોજ સવારે 1 કેળું ખાઓ કે બનાના શેક કે સ્મૂધી બનાવીને પીઓ.
 • પાલક: તેમાં ફોલેટ, બીટા કેરોટીન હોય છે, જે વાળના ફોલિકલ્સને હાઇડ્રેટ કરીને તેને કાળા કરવામાં મદદ કરે છે. પાલકનો જ્યૂસ પીઓ, પાલકનું શાક ખાઓ.
 • અખરોટ: તેમાં ઓમેગા 3 ફેટી એસિડ્સ અને વિટામિન E હોય છે. જે વાળના રંગને કાળો રાખે છે. રોજ 1 મૂઠ્ઠી અખરોટ ખાઓ.
 • દાળ: તેમાં કેલ્શિયમ, પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે. તેનાથી વાળ ભરાવદાર અને કાળા થાય છે. લંચમાં અલગ અલગ દાળનો ઉપયોગ કરો.
 • ટામેટા: તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે જે વાળને નરીશ કરે છે અને તેનું કાળાપણું વધારે છે. ટામેટાને ઓઇલમાં ફ્રાય કરીને ખાઓ. સલાડની જેમ પણ ખાઇ શકો છો.
 • નટ્સ: તેમાં વિટામિન E હોય છે જે સ્કેલ્પ સુધી ઓક્સીજન લેવલને મેન્ટેન રાખે છે. તેનાથી વાળ હેલ્ધી અને કાળા થાય છે. રોજ 1 મૂઠ્ઠી નટ્સ ખાઓ.
 • પનીર: તેમાં વિટામિન K હોય છે. જે વાળનું કાળાપણું બનાવી રાખવામાં મદદ કરે છે. પનીરને શાકમાં મિક્સ કરીને ખાઓ.
 • સોયાબીન: તેમાં વિટામિન B હોય છે. તેનાથી વાળ કાળા અને લાંબા થાય છે. સોયા મિલ્ક, સોયા પનીર, સોયા ઓઇલ વગેરેનો ઉપયોગ કરો.
 • બ્રોકોલી: તેમાં વિટામિન Cનું પ્રમાણ વધારે હોય છે. તેનાથી બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ થાય છે અને વાળ સફેદ થતા નથી. સલાડમાં બ્રોકોલી મિક્સ કરીને ખાઓ. શાકમાં પણ ઉપયોગ કરો.

વાળની દેખરેખ માટેના નુસખા…

 1. ડ્રાય અને ડેમેજ વાળ પર 1 ચમચી ઓલિવ ઓઇલ અને એગ યોકને મિક્સ કરીને લગાવો. જૂનો સ્કાર્ફ માથા પર બાંધો અને 1 કલાક રહેવા દો. ત્યારબાદ માઇલ્ડ શેમ્પૂથી વાળ ધૂઓ.
 2. ડ્રાય હેરને વોશ કરવા માટે બિયર બેસ્ટ છે. બિયરમાં 1 લીંબુ નીચોવીને તેનાથી વાળ ધૂઓ. 5 મિનિટ બાદ સાદા પાણીથી વાળ ધોઇ લો.
 3. 1 કપ દૂધમાં ઇંડું મિક્સ કરો. તે મિક્સચરને વાળના મૂળમાં લગાવો અને 5 મિનિટ બાદ સાદા પાણીથી વાળ ધોઇ લો. આવું અઠવાડિયામાં 2 વાર કરો.
 4. રફ અને તૂટેલા- સ્પ્લિટ વાળ માટે 1 ઇંડામાં 2 ચમચી કેસ્ટર ઓઇલ, 1 ચમચી લીંબુનો રસ અને 1 ચમચી પ્યોર ગ્લિસરીન મિક્સ કરો. વાળ પર લગાવી અડધો કલાકમાં ધોઇ લો.
 5. વાળને સોફ્ટ અને નરિશ કરવા માટે તેમાં મોયોનિઝ પણ લગાવી શકો છો. મેયોનિઝ લગાવીને અડધો કલાક બાદ માથું ધોઇ લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *