વડોદરા-સુરત નેશનલ હાઈવે પર સર્જાયો વિચિત્ર અકસ્માત, એકની એક કાર ચઢી ગઈ, જુઓ તસવીરો

Gujarat

ભરૂચ: ગુજરાતમાં હાઈવે પર સૌથી વધુ ટ્રાફિક ભરૂચ પાસે આવેલા હાઈવે પર થાય છે. ત્યારે જિલ્લાના અંકલેશ્વર શહેર પાસે આવેલા હાઈવે નંબર 48 પર આવેલી એક હોટલ પાસે અકસ્માત સર્જાયો હતો. આ હાઈવે પર વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જેના કારણે કારમાં સવાર અને આસપાસ ઉભા રહેલા વાહન ચાલકો ગભરાઈ ગયા હતાં. અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામના દ્રસ્યો સર્જાયા હતાં.

અંકલેશ્વર શહેરની નજીક આવેલા હાઈવે નંબર 48 પર એક ખાનગી હોટલ પાસે એક વિચિત્ર અકસ્મતા સર્જાયો હતો. આ હાઈવે પર હળવો ટ્રાફિક જામ હતો તે દરમિયાન ટ્રક પાછળ ઉભેલી બે કાર ઉભી હતી તે દરમિયાન પાછળથી આવેલા એક ડમ્પર ચાલકે પોતાના સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો તે દરમિયાન ટ્રક સાઈડમાં દબાવા જતાં પાછલ ઉભેલી કારને ડમ્પર અથડાયું હતું.

અકસ્માત એટલો જોરદાર હતો કે, પાછળ ઉભેલી કાર આગળની કાર પર ચઢી ગઈ હતી. જોકે આ અકસ્માતમાં બન્ને કારમાં સવાર મુસાફરોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ હાઈવે પર વધારે પ્રમાણમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો.

અકસ્માત બાદ બન્ને કારને ઘણું નુકશાન પહોંચ્યું હતું. અકસ્માત થયા બાદ કારમાં સવાર મુસાફરો ગભરાઈ ગયા હતાં. નાની-મોટી ઈજાઓ થતાં તેમને નજીકની હોસ્પિટલ સારવાર કરાવી હતી. હાલ આ અકસ્માતની તસવીરો સામે આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *