હિન્દુ ધર્મમાં માઘ મેળાનું અનેરૂ મહત્વ રહેલુ છે. ત્રિવેણી સંગતમની રેતી ઉપર આ આ વર્ષે 14 જાન્યુઆરીથી વિશ્વ પ્રસિદ્ધ માઘમેળો શરૂ થશે. સૌથી મોટા મેળાની તૈયારીઓને આખરી ઓપ પણ અપાઈ રહ્યો છે. આ વખતે સંક્રાંતિના સમયે સૂર્ય સહિત ચંદ્ર, બુધ, ગુરૂ અને શનિનો પાંચ ગ્રહો યોગ પણ બનશે.
વૈશ્વિક મહામારીના આ સમયમાં અનેક પડકારો વચ્ચે આવી રહેલો પ્રસિદ્ધ માઘ મેળો નવી આશાનું કીરણ લઈને આવશે. આ વર્ષે મકરસંક્રાતિ 14 જાન્યુઆરીથી શરૂ થનારા માઘમેળાના સ્નાન પર્વો પર ગુરૂ બૃહસ્પતિનો દુર્લભ યોગ બની રહ્યો છે.
છ સ્નાન પર્વોમાંથી ચાર સ્નાન પર્વો ગુરૂવારના દિવસે જ આવી રહ્યાં છે. ગ્રહોના ગોચર અનુસાર ગુરૂ મહામારી અને અનિષ્ઠ શક્તિઓને નષ્ટ રવા સક્ષમ છે. વધુ વિગતો પ્રમાણે માઘમેળાનું પહેલું સ્નાન 14 જાન્યુઆરી ગુરૂવારે શરૂ થશે. 28 જાન્યુઆરીએ પોષી પુનમ, 11 ફેબ્રુઆરીએ મૌની અમાસ અને 11 માર્ચના મહાશિવરાત્રિનું સ્નાન પર્વ ગુરૂવારે આવે છે.
આ ઉપરાંત 16 ફેબ્રુઆરીના વસંતપંચમીના મંગળવાર અને સાતમું અંતિમ સ્નાન પર્વ 27 ફેબ્રુઆરીના માઘી પુનમના શનિવારે આવશે. મકરસંક્રાતિ અને મૌની અમાસ બંન્ને સ્નાન પર્વ પર ગુરૂ પુણ્યયોગ અને શ્રવણ નક્ષત્રનો યોગ છે.
ઉલ્લેખનીય છે કે, શ્રવણ નક્ષત્રના સ્વામી ભગવાન વિષ્ણુ છે. ગુરૂ બૃહસ્પતિ ચાર મહત્વના સ્નાન પર્વો પર દ્વાદશ માઘવના સાનિધ્યમાં શુભતા આપશે. આ સાથે પોતાના પ્રભાવથી વૈશ્વિક મહામારી કોરોનાને પણ નિયંત્રણ કરશે.
એક ખાનગી અખબારમાં છપાયેલા અહેવાલ પ્રમાણે, જ્યોતિષે જણાવ્યું હતું કે, ગુરૂ ગ્રહ સૌમ્ય શક્તિશાળી અને સદાય શુભકારણ છે. તેમજ સંક્રાતિના સમયે સૂર્ય સહિત ચંદ્ર, બુધ, ગુરૂ અને શનિનો પાંચ ગ્રહો યોગ બની રહ્યો છે.