રિયલ અનુપમાની તસવીરો જોઈને તમે પણ આશ્ચર્યમાં પડી જશો, જાણો કોણ છે આ

Gujarat

અનુપમા ટીવીની સૌથી ફેમસ સિરિયલ છે. લોકોને અનુપમાની એક્ટિંગ પણ ખૂબ જ પસંદ છે. જેને રુપા ગાંગુલી પ્લે કરી રહી છે. આ સિરિયલ ટી.આર.પીના લિસ્ટમાં પણ સૌથી આગળ છે. એવામાં અમે તમને રિઅલ અનુપમા વિશે જણાવીએ. જેના વિશે સાંભળીને તમે પણ આશ્ચર્યમાં પડી જશો.


ઇન્દ્રાણી છે રિઅલ અનુપમા
અસલી અનુપમા રૂપાલી ગાંગુલી નહીં પણ અન્ય કોઈ છે. રુપાલ ગાંગુલી પહેલા આ રોલ ઇન્દ્રાણી હલદરે પ્લે કર્યો હતો. તમે વિચારમાં પડી ગયા હશો કે, ઇન્દ્રાણી આ સિરિયલમાં ક્યારે જોવા મળી હતી? અનુપમા ટીવી સિરિયલની ઓરિજિનલ કહાની શ્રીમોઈ ટીવી સિરિયલમાંથી લેવામાં આવી છે. એટલે કે, અનુપમા શ્રીમોઈની રિમેક છે.


શ્રિમોઈમાં ઇન્દ્રાણીનો રોલ
શ્રીમોઈમાં અનુપમાનો હિટ રોલ ઇન્દ્રાણી હલદરે પ્લે કર્યો હતો. જે નવી અનુપમાની જેમ ટીવીમાં ખૂબ જ હિટ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, શ્રીમોઈ એક બંગાળી સિરિયલ છે જેનું પ્રસારણ સ્ટાર જલશા પર અત્યારે થઈ રહ્યું છે. તેનું પ્રિમિયર 10 જૂન 2019નાં થયું હતું અને ટીવી સિરિયલ શ્રીમોઈનો રોલ ઇન્દ્રાણી હલદર પ્લે કરી રહી છે.


ઇન્દ્રાણીના નામે છે ઘણાં એવોર્ડ્સ
ઇન્દ્રાણી હલદર ભારતીય એક્ટ્રે હોવાની સાથે સાથે બંગાળી સિનેમાની એક્ટિવ એક્ટ્રેસ છે. બંગાળી ઇન્ડસ્ટ્રીમાં તેમનું કામ ખૂબ જ પસંદ કરવામાં આવ્યું છે. એક્ટ્રેસે એકવાર નેશનલ એવોર્ડ, ત્રણ બીએફજએ એવોર્ડ અને બે આનંદલોક એવોર્ડથી સન્માનિત થઈ ચૂકી છે.


આ સિરિયલથી કરી હતી શરૂઆત
વર્ષ 1986માં ઇન્દ્રાણી હલદરે એક બંગાળી ટીવી સિરિયલમાં કામ કર્યું હતું. આ સાથે જ તેમણે એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરી હતી. તે ટીવી સિરિયલ તેરો પરબોનમાં જોવા મળી હતી. ઇન્દ્રાણીએ ઘણી ફિલ્મો, ટીવી અને ટેલિફિલ્મ્સમાં પણ કામ કર્યું છે.


‘મા શક્તિ’માં પ્લે કર્યો મહત્ત્વનો રોલ
ઇન્દ્રાણી હલદરે બીઆર ચોપરાની સિરિયલ ‘મા શક્તિ’માં મહત્ત્વનો રોલ પ્લે કર્યો હતો. તે ઘણી હિન્દી સિરિયલોમાં કામ કરી ચૂકી છે. હિન્દી ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા માટે તે વર્ષ 2008માં મુંબઈ આવી ગઈ હતી. વર્ષ 2013માં અત્યારસુધી તે હિન્દી ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી હતી.


ઇન્દ્રાણી હલદરે આ બોલિવૂડ સ્ટાર્સ સાથે પણ કામ કર્યું છે.
ઇન્દ્રાણી હલદરે બોલિવૂડ સ્ટાર મિથુન ચક્રવર્તી સાથે તેમની ફિલ્મ ‘ભૈરવ’માં પણ કામ કર્યું છે. બંગાળી ઇન્ડસ્ટ્રીમાં ઇન્દ્રાણી હલદરના કામની તુલના ઘણીવાર ઋતુપર્ણા સેનગુપ્તા અને દેબોશ્રી રોય સાથે કરવામાં આવે છે. જે બંગાળી ઇન્ડસ્ટ્રીની પોપ્યુલર એક્ટ્રેસ છે. ઇન્દ્રાણીએ એક બંગાળી ફિલ્મમાં રાની મુખર્જી સાથે પણ કામ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *