ટેકનોલોજીના માધ્યમથી સર્જનશિલતાને ખિલાવી, મોબાઈલથી સાઈન લેન્ગવેજ સાથે ભણાવાનો નવતર પ્રયોગ કર્યો

Gujarat

ભાવનગર: હાલ કોરોના જેવી મહામારીથી સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરાવામા આવેલ છે,જેમાં શિક્ષણ સંસ્થાઓ બંધ કરાતા વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે. રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ GCERT માન્ય પાઠ્યપુસ્તક ડાઉનલોડ કરવાની એપ સમગ્ર શિક્ષકો તથા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો એક નવતર પ્રયાસ કર્યો છે. પણ બહેરા મૂંગા શાળામાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ, જેને ભણાવવા માટે પ્રત્યક્ષ હાજરી, દ્રષ્ય-શ્રાવ્ય સધાનો, સાથો સાથ સાઇન લેન્ગવેજથી જ ભણાવી શકાય. આમાં સફળ પ્રયોગ શાળાના શિક્ષિકા કવિતાબહેન શાહે કર્યો છે.

આ સંજોગોમાં આ દિવ્યાંગ વિદ્યાર્થીઓને ઘરેથી ઓનલાઇન શિક્ષણ કેવી રીતે આપવું ? આ માટે શાળાના શિક્ષિકા કવિતાબેન પારસભાઈ શાહે ઘરેથી જે તે ગામડાંના અને શહેરના વિદ્યાર્થીઓને ઓનલાઇન વીડિઓ દ્વારા પોતાના મોબાઈલથી સાઈન લેન્ગવેજ સાથે ભણાવાનો નવતર પ્રયોગ કર્યો, જે ખુબજ ઉપયોગી અને સફળ રહયો. આમ મનમાં કોઈપણ નિશ્ચય કરી ટેકનોલોજીના માઘ્યમથી ક્રિએટિવ શિક્ષિકાએ કહેવત સાર્થક કરી કે મન હોય તો માળવે જવાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Warning: file_exists(): open_basedir restriction in effect. File(/opt/a2-optimized/wordpress/recaptchalib_v2.php) is not within the allowed path(s): (/www/wwwroot/lovelygujarat.com/:/tmp/) in /www/wwwroot/lovelygujarat.com/wp-content/plugins/a2-optimized-wp/A2_Optimized_Plugin.php on line 205