સુરતનો અરેરાટીભર્યો બનાવ, પિતરાઈ ભાઈ-બહેન વચ્ચે મળી ગઈ આંખ, આવ્યો કરુણ અંજામ

Gujarat

સુરત શહેરના સચિન GIDC વિસ્તારમાં એકબીજાના ગળાડૂબ પ્રેમમાં રહેલા પિતરાઈ ભાઈ-બહેને આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પરિવારે બંનેને રૂપિયા ભેગા કર્યા બાદ લગ્ન કરાવવાની વાત કરતા પ્રેમી પંખીડાઓએ હૂકમાં દુપટ્ટો અને કાપડ બાંધી ગળેફાંસો ખાઈ મોતને વહાલું કરી લીધું હતું. બનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી અને બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.

સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલી શિવાંજલી સોસાયટીમાં પિતરાઈ ભાઈ-બહેને જીવન ટૂંકાવ્યું હતું. મૃતક યુવકચાર ભાઈઓમાં ત્રીજા નંબરનો હતો અને મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી હતો અને સચિન GIDCમાં જરી મશીન ઓપરેટર તરીકે કામ કરતો હતો. મૃતક યુવકનો ભાઈ સાંજે કામ પરથી પરત આવ્યો ત્યારે રૂમનો દરવાજો ખુલ્લો હતો. અંદર પ્રવેશ કરતા ભાઈ અને એક યુવતી મૃત હાલતમાં જોવા મળ્યા હતા. મૃતક સંતરામના ભાઈ ઇન્દર નિશાદે જણાવ્યું હતું કે સંતરામ રામસેવક નિશાદ સહિત તમામ ભાઈ સહિત 6 જણા એક જ રૂમમાં એટલે કે રૂમ નંબર 13માં જ રહેતા હતા.

તેમણે જણાવ્યું હતું કે સવારે કામ પર ગયા બાદ સાંજે સાત વાગે રૂમ પર પરત આવ્યો ત્યારે ઘરનું બારણું ખુલ્લું હતું. અંદર પ્રવેશ કરતાં ભાઈ સંતરામ અને પૂનમ ઉર્ફે લક્ષ્મી નામની યુવતી બન્નેને એક હૂક સાથે દુપટ્ટો અને કપડું બાંધી લટકતી હાલતમાં જોયા બાદ ડરના મારે બહાર દોડી આવી ગયો હતો. ત્યાર બાદ પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે આવેલી પોલીસે પંચનામું કરી બન્નેના મોબાઈલ જપ્ત કર્યા હતા. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે બન્ને લગભગ 4-5 મહિનાથી જ એકબીજાને ઓળખતાં હતા અને પ્રેમ પણ કરતાં હતા.

લગ્ન કરાવી આપવા સંતરામે 2-3 દિવસ પહેલાં જીદ પકડી હતી. જેથી ભાઈએ કહ્યું હતું કે, પૈસા ભેગા થાય એટલે લગ્ન કરાવી દઈશ. પરંતુ બન્નેએ એકસાથે આપઘાત કરી લીધો હતો. હાલ આત્મહત્યા પાછળનું અન્ય કોઈ કારણ જાણી શકાયું નથી.

મૃતક પૂનમ ઉર્ફે લક્ષ્મીના પિતા ગંગા ચરણે જણાવ્યું હતું કે હું ઉત્તર પ્રદેશનો રહેવાસી અને ટીએફઓ ઓપરેટર તરીકે કામ કરી દીકરા-દીકરીનું ગુજરાન ચલાવું છું. દીકરી સાથે આપઘાત કરી લેનાર મૃતક સંતરામ સગામાં ભાણિયો થાય છે. ગંગા ચરણનો દાવો છે કે, બન્નેના પ્રેમપ્રકરણની જાણ થયા બાદ વતન જઈ બહેનને હાથ-પગ જોડી બન્નેના લગ્નની વાત કરવાનો જ હતો. પરંતુ બન્નેની ધીરજ ખૂટી ગઈ અને આપઘાત કરી લેતાં પરિવાર શોકમગ્ન બની ગયો છે. દીકરી પૂનમ દોઢ મહિના પહેલાં જ પહેલીવાર સુરત આવી હતી. બન્ને એકબીજાને વતનથી જ ઓળખતાં હતાં. પરંતુ તેમની વચ્ચે સુરતમાં આવ્યા બાદ પ્રેમ સંબંધ ગાઢ બન્યો હતો. પરંતુ તેનો અંજામ પણ કરૂણ આવ્યો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Warning: file_exists(): open_basedir restriction in effect. File(/opt/a2-optimized/wordpress/recaptchalib_v2.php) is not within the allowed path(s): (/www/wwwroot/lovelygujarat.com/:/tmp/) in /www/wwwroot/lovelygujarat.com/wp-content/plugins/a2-optimized-wp/A2_Optimized_Plugin.php on line 205