વલસાડમાં વીજળીના કડાકાભડાકા સાથે મેઘરાજા મન મુકીને વરસ્યા, જુઓ તસવીરો

Gujarat

હવામાન વિભાગે ગુજરાતના ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી હતી જેને લઈને આજે સવારે વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. વલસાડ તાલુકામાં ફક્ત 4 કલાકમાં 6 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેને લઈને રસ્તાઓ નદીમાં ફેરવાયા હતાં. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતાં. વલસાડ તાલુકામાં 158 મીમી, વાપીમાં 50 મીમી, પારડીમાં 80 મીમી વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે ઠંડક પ્રસરી ગઈ હતી અને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.


આજે વહેલી સવારે વલસાડમાં મેઘરાજાએ મન મૂકીને બેટિંગ કરી હતી. ધોધમાર વરસાદને કારણે વલસાડના છીપવાડ, MG રોડ, અબ્રામા વિસ્તાર, તીથલ રોડ, હાલર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતાં. MG રોડ, નાની ખાત્રીવાડ સહિતના વિસ્તારોમાં આવેલી કાપડની દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. ભારે વરસાદને પગલે દુકાનદારોને પોતાની દુકાનનો સામાન સલામત સ્થળે ખસેડવાની નોબત આવી હતી.


વલસાડ જિલ્લામાં હવામાન વિભાગની અગાહીને વરસાદી માહોલ જામ્યો છે. વલસાડ શહેર સહિત જિલ્લામાં સર્વત્ર વરસાદ વરસ્યો છે. જિલ્લામાં વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈ ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયાં હતાં.


વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તેમજ ગરનાળામાં પણ વરસાદી પાણીનો ભરાવો થતાં અનેક વાહનચાલકો અટવાયા હતા. વલસાડ તાલુકામાં વહેલી સવારે 4 કલાકમાં 6 ઈંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેને પગલે રોડ-રસ્તા પર પાણી ભરાયાં હતાં તેમજ રસ્તાઓમાં નદીઓ વહેતી થઈ હતી.


વીજળીના કડાકાભડાકા સાંબેલાધાર વરસાદ ખાબક્યો હતો. શહેરમાં ધોધમાર વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાતાં પાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રી-મોન્સૂન કામગીરી પર વેપારીઓ સહિતનાઓએ અનેક સવાલો ઉઠાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Warning: file_exists(): open_basedir restriction in effect. File(/opt/a2-optimized/wordpress/recaptchalib_v2.php) is not within the allowed path(s): (/www/wwwroot/lovelygujarat.com/:/tmp/) in /www/wwwroot/lovelygujarat.com/wp-content/plugins/a2-optimized-wp/A2_Optimized_Plugin.php on line 205