હનુમાનજીએ ભીમને શા માટે આપ્યા પોતાના 3 વાળ, જાણો શું હતું રહસ્ય?

Religion

મહાભારત અને રામાયણમાં અનેક રહસ્યો છુપાયેલા છે. આવું જ એક રહસ્ય મહાભારતનું છે. આ એ સમયની વાત છે જ્યારે યુદ્ધમાં પાંડવોએ કૌરવો પર વિજય મેળવ્યો હતો. પાંડવો હસ્તિનાપુરમાં સુખી જીવન વીતાવી રહ્યા હતા. યુધિષ્ઠિરના રાજમાં પ્રજાને કોઇપણ ચીજની ખામી રહેતી નહીં. આ સાથે પ્રજામાં અનેક લોકવાયકા પણ ફેલાયેલી રહેતી.

લોકમાન્યતાઓ અનુસાર એક દિવસ દેવઋષિ નારદ મુનિ મહારાજ યુધિષ્ઠિરની સામે પ્રકટ થયા અને કહેવા લાગ્યા કે તમે પાંડવો અહીં પ્રસન્નતાથી રહો છો, પણ ત્યાં સ્વર્ગ લોકમાં તમારા પિતા અત્યંત દુઃખી છે. તેની આ વાત સાંભળીને યુધિષ્ઠિરે કારણ પૂછ્યું, તો તેઓએ જણાવ્યું કે, તે તેમના જીવતેજીવ રાજસૂય યજ્ઞ કરાવવા ઇચ્છતા હતા પણ એ ન થઇ શકવાને કારણે તેઓ દુઃખી છે. મહારાજ યુધિષ્ઠિર તમારે તમારા પિતાની આત્માની શાંતિ માટે આ યજ્ઞ કરાવી લેવો જોઇએ.

નારદજીની આ વાત સાંભળીને યુધિષ્ઠિરે પોતાના પિતાના આત્માની શાંતિને માટે રાજસૂય યજ્ઞ કરવાની તૈયારી કરી. તે માટે તેઓએ નારદજીને કહ્યું કે ભગવાન શિવના પરમભક્ત ઋષિ પુરુષ મુર્ગાને આમંત્રિત કરો. ઋષિ પુરુષ મૃગા જન્મથી અડધા પુરુષ શરીર અને નીચેથી તેમનો પગ મૃગનો હતો, પણ તેઓ ક્યાં રહેતા હતા તે વાતનો કોઇને ખ્યાલ ન હતો.

અન્ય ખાસ લોકવાયકાઓ
લોકવાયકા અનુસાર એવામાં યુધિષ્ઠિરે તેમને શોધીને યજ્ઞમાં આમંત્રિત કરવા માટે ભીમને તેની જવાબદારી સોંપી. ભીમ પોતાના મોટા ભાઇની આજ્ઞાનું પાલન કરવાની સાથે ઋષિ પુરુષ મૃગાને શોધવા નીકળ્યો. શોધતા શોધતા તે ગાઢ જંગલોમાં પહોંચી ગયો. જંગલમાં જતા સમયે ભીમને માર્ગમાં હનુમાનજી દેખાયા અને તેઓએ ભીમના ઘમંડને તોડી દીધો. આ કથા તો તમને ખ્યાલ જ હશે.

ભીમ પણ પવનપુત્ર છે, આ રીતે ભીમ હનુમાનજીના ભાઇ છે. ભીમે સૂતેલા હનુમાનજીને વાનર સમજીને તેમની પૂંછ હટાવવા કહ્યું, ત્યારે તે વાનરે કહ્યું હું તે તેની પૂંછ હટાવી શકતા હોય તો હટાવી દે, ભીમ પૂંછ હલાવી પણ ન શક્યો. ત્યારે તેને અહેસાસ થયો કે આ કોઇ અસાધારણ વાનર નથી, આ વાનર અન્ય કોઇ નહીં પણ હનુમાનજી છે. ભીમે આ જાણ્યા બાદ હનુમાનજીની ક્ષમા માંગી.

ક્ષમા માંગ્યા બાદ શું થયું
ભીમે હનુમાનજીને પોતાના જંગલમાં ભટકવાનો હેતુ જણાવ્યો, થોડું વિચાર્યા બાદ હનુમાનજીએ ભીમને પોતાના શરીરના 3 વાળ આપ્યા અને કહ્યું કે આને તમારી પાસે રાખો. સંકટના સમયમાં તે તમારી મદદ કરશે. ભીમે હનુમાનજીના આ 3 વાળ પોતાની પાસે સુરક્ષિત રાખ્યા અને ચાલવા માંડ્યા ઋષિ મૃગાને શોધવા, થોડે દૂર ગયા બાદ ભીમને ભગવાન શિવના પરમ ભક્ત મૃગા મળ્યા, જે મહાદેવ શિવની સ્તુતિ કરી રહ્યા હતા. ભીમે તેમની પાસે જઇને પ્રણામ કર્યા અને પોતાના આવવાનો હેતુ રજૂ કર્યો. આ સાંભળીને ઋષિ મૃગા તેમની સાથે આવવા રાજી થયા, પણ તેમની એક શરત હતી.

કઇ હતી આ શરત…
પુરુષ મૃગાએ શરત રાખી કે તારે મારાથી પહેલા હસ્તિનાપુર પહોંચવાનું રહેશે, નહીં તો હું તને ખાઇ જઇશ. ભીમે થોડીવાર વિચાર કર્યો અને પછી ઋષિ મૃગાની વાત સ્વીકારી લીધી. શરત સ્વીકાર્યા બાદ તે પોતાની પૂરી શક્તિની સાથે હસ્તિનાપુર તરફ દોડવા લાગ્યા. ખૂબ આગળ ભાગ્યા બાદ જ્યારે ભીમે પાછળ વળીને જોયું તો ઋષિ મૃગા ખૂબ પાછળ રહી ગયા હતા. તેમણે જોયું કે તેઓ તેને પકડવા જ વાળા છે તો તે વિચારમાં પડી ગયા. આ જોઇને ભીમ વિચારવા લાગ્યા અને ગભરાઇને પોતાની પૂરી શક્તિની સાથે ઝડપથી ભાગવા લાગ્યા. દર વખતે ઋષિ મૃગા તેમની નજીકમાં જ જોવા મળતા.

ભીમે શું કર્યું…
ભાગતા ભાગતા ભીમને હનુમાનજીએ આપેલા 3 વાળ યાદ આવ્યા. હનુમાનજીએ કહ્યું હતું કે સંકટ સમયમાં તે તમારી મદદ કરશે. ભીમે તેમાંથી એક વાળ દોડતી સમયે જમીન પર ફેંક્યો. તે વાળ જમીન પર પડતાં જ જમીન લાખો શિવલિંગોમાં પરિવર્તિત થઇ. ભગવાન શિવના પરમ ભક્ત હોવાના કારણે ઋષિ મૃગા માર્ગમાં આવેલા દરેક શિવલિંગને પ્રણામ કરીને આગળ વધવા લાગ્યા. તેનાથી ભીમને દૂર સુધી ભાગવાનો અવસર મળ્યો. કુંતી પુત્ર ભીમ સતત ભાગતા રહ્યા. જ્યારે ભીમને લાગ્યું કે હવે ઋષિ તેને પકડી શકશે નહીં તો તેણે ફરી એક વાળ પાડ્યો અને તે પણ અનેક શિવલિંગમાં પરિવર્તિત થયો. આ રીતે ભીમે 3 વાર તેનો ઉપયોગ કર્યો. અંતે જ્યારે ભીમ હસ્તિનાપુરના દ્વારમાં પ્રવેશી રહ્યા હતા ત્યારે ઋષિ પુરુષ મૃગા તેમને પકડવા દોડ્યા અને તેમને પકડી લેવા ગયા ત્યારે ભીમે છલાંગ લગાવી અને તેમનો ફક્ત પગ જ દ્વારની બહાર રહી ગયો. આ સમયે પુરુષ મૃગાએ તેમને ભીમને પકડીને ખાવાની ઇચ્છા કરી.

ઈચ્છાનું શું થયું….
જ્યારે પુરુષ મૃગા પોતાની ઇચ્છા પૂરી કરવા જઇ રહ્યા હતા ત્યારે જ યુધિષ્ઠિર અને ભગવાન કૃષ્ણ આવી ગાય. બંનેને જોઇને યુધિષ્ઠિરે પણ પુરુષ મૃગા સાથે ચર્ચા શરૂ કરી. ત્યારે પુરુષ મૃગાએ કહ્યું કે શરત અનુસાર તેના બંને પગ બહાર હતા. એટેલે તે પહોંચી ન શક્યો, એવામાં હું તેને ખાઇ શકું. તમે ધર્મરાજ છો તો તમે ન્યાય કરવા સ્વતંત્ર છો. આ વચન સાંભળીને યુધિષ્ઠિરે ઋષિ પુરુષ મૃગાને કહ્યું કે ભીમના ફક્ત બે પગ જ બહાર હતા અને આખું શરીર તો અંદર જ હતું. માટે તમે તેના પગ જ ખાઇ શકો છો. આ સાંભળીને યુધિષ્ઠિરના ન્યાયથી ઋષિ પુરુષ મૃગા પ્રસન્ન થયા અને સાથે ભીમને જીવનદાન આપ્યું. ત્યારબાદ ઋષિએ યજ્ઞ સંપન્ન કરાવ્યો અને સૌને આર્શિવાદ પણ આપ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *