સસ્પેન્ડેડ SHO સીમા જાખડ લગ્નના એક દિવસ પહેલાં જ થઈ ફરાર

National

10 લાખ રૂપિયા લઇને તસ્કરોને ભગાડનારી સસ્પેન્ડેડ SHO સીમે જાખડ ફરાર છે. તેમના 28 નવેમ્બરે લગ્ન છે. જોધપુરના મંડોરમાં લગ્નની તૈયારી ચાલી રહી છે. મંડપ શણગારી દેવામાં આવ્યો છે. ગત 26 નવેમ્બરે સીમા જાખ સાથે ગેરકાયદે કામ કરનારા 3 કોન્સ્ટેબલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. આ અંગેની તપાસ કરી રહેલાં સોરોહીના સ્વરૂપગંજ પોલીસ ઇન્સ્પેક્ટર હરિસિંહ રાજપુરોહિતે જણાવ્યું કે, અત્યારે દરેક આરોપી ફરાર છે. તેમની તપાસ કરવામાં આવી રહી છે. DSP મદન સિંહે પણ ફરાર થયાની પુષ્ટી કરી છે.

ઘરમાં ખુશીનો માહોલ
સીમા જાખડ વિરુદ્ધ ભલે વિભાગીય કાર્યવાહી થઈ હોય પણ તેના ઘરે અને થનારા સાસરિયામાં ખુશીનો માહોલ છે. મહેમાનોએ આવવાનું શરૂ કરી દીધું છે 28 નવેમ્બરે જોધપુરના મંડોરમાં લગ્ન છે. દુલ્હો સુખારામ કાલારાણા જોધપુરની એક કોચિંગ સંસ્થામાં ટીચર છે. તે જોધપુરના ભોપાલગઢમાં રહે છે. સીમા જાખડ જોધપુરના વિદ્યાનગરની રહેવાસી છે.

પોલીસ સ્ટેશનની ફરિયાદે પોલ ખોલી
DSP મદન સિંહે જણાવ્યું કે, તસ્કરો પર કાર્યવાહી અંગે સિરોહીના જવાલા અને બરલૂટ પોલીસ સ્ટેશનના રિપોર્ટમાં દિવસ અને સમય અલગ-અલગ મળ્યો હતો. બરલૂટ પોલીસે કાર્યવાહીનો સમય, પોલીસકર્મીઓના નામ, ક્યારે કોણ રવાના થયું અને તસ્તકો પર કાર્યવાહી 15 નવેમ્બરે સવાલે 5.06 વાગ્યે થઈ હોવાનું લખ્યું હતું. જાવાલ પોલીસે કાર્યવાહી અને નાકાબંધીને 14 નવેમ્બરની સાંજે થવાનું જણાવ્યું હતું. બંને પોલીસ સ્ટેશનના રિપોર્ટમાં ગડબડ હોવાનું મળ્યું છે. જે પછી બરલૂટના તત્કાલિન ઇન્સ્પેક્ટર સીમા જાખડ, કોન્સ્ટેબલ સુરેશ બિશ્નોઈ, હનુમાન બિશ્નોઈ અને ઓમ પ્રકાશ બિશ્નોઇને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

એસએચઓએ રજિસ્ટરમાં ખોટી માહિતી આપી
15 નવેબ્મરે જ્યારે 5 વાગ્યે SHOએ પોલીસ સ્ટેશન પહોંચી ઘટનાક્રમ રજિસ્ટરમાં લખ્યો હતો. ત્યારે રિપોર્ટમાં લખ્યું કે, સવારે 5.06 વાગ્યે તેમને માહિતી મળી હતી કે, ડોડા પોસ્તની ગાડી આવી રહી હતી. તેમને બરલૂટ અને જાવાલ પોલીસ સાથે નાકાબંધી કરી હતી. કાર્યવાહી કરતાં કરતાં 15 નવેમ્બરે સવારે 9 વાગી ગયા હતાં. પાછા આવીને સવારે 9.51 પર રિપોર્ટ દાખલ કર્યો હતો. આ પછી તે સુમેરપુરના નામે બરલૂટ પોલીસ સ્ટેશનની કારમાં રવાના થઈ ગઈ હતી.

કોન્સ્ટેબલ પાસેથી મળ્યો હતો તસ્કરનો
તસ્કરોને ભગાડવા માટે 10 લાખ રૂપિયામાં સોદો કર્યો હોવાનું SP ધર્મેન્દ્રસિંહને માહિતી મળી હતી. 15 નવેમ્બરની સાંજે લગભગ 4.30 વાગ્યે SP-DSP સહિત વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર રવાના થયા હતાં. પ્રારંભિક તપાસમાં ગડબડ હોવાનું સામે આવ્યું હતું. તે દિવસ રાતે લગભગ 11.30 વાગ્યે ત્રણેય કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધા હતાં. સીમા જાખડ પર કાર્યવાહી કરવા માટે રિપોર્ટ જોધપુર મોકલ્યો હતો. તપાસ DSP મદન સિંહને સોંપી દેવામાં આવી છે. તસ્કરોનો મોબાઇલ કોન્સ્ટેબલ પાસેથી મળ્યો છે.

આ છે આખો ઘટનાક્રમ
બરલૂટ પોલીસ સ્ટેશનના અધિકારી સીમા જાખડને 14 નવેમ્બરની સાંજે એક કોલ આવ્યો હતો. એક ગાડીમાં ડોડા-પોસ્ત જાવાલાથી બરલૂટ આવવાની માહિતી મળી હતી. સીમા જાખડે જાવાલા ચોકીને ફોન કરીને નાકાબંધી કરવા માટે કહ્યું હતું. જાવાલા માત્ર બે લોકો રવાના થયા. જ્યારે બરલૂટ પોલીસ ઇન્સ્પેકટર સહિત લગભગ 9 લોકો જાવાલ નદીમાં પહોંચ્યા હતાં. પોલીસે લગભગ 7.45 વાગ્યે તસ્કરોની ગાડીને રોકી દીધી હતી. પણ બંને તસ્કરો ગાડી છોડીને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતાં. પોલીસે તસ્કરોની ગાડી લગભગ 8.30 વાગ્યે પોલીસ સ્ટેશન લઈને આવી હતી. અને ડોડા-પોસ્ત જપ્ત કર્યા હતાં.

સીમા જાખડને પાછો કોલ આવ્યો કે, તસ્કરો હજુ પણ તમારા વિસ્તારમાં ફરી રહ્યા છે. સીમા જાખડ સહિતના ત્રણેય કોન્સ્ટેબલ ખાનગી કારમાં રવાના થયા અને એક તસ્કરને પકડી લીધો હતો. બીજો તેમને મળ્યો નહોતો. જેવો તસ્કરને પકડ્યો તેનો મોબાઇલ SHOએ લઈને એક કોન્સ્ટેબલને સોંપી દીધો હતો. તસ્કર અને સીમા જાખડ વચ્ચે ડીલ થઈ હતી. SHOએ દસ લાખ રૂપિયા લઈને રાતે 2 વાગ્યે તસ્કરને જાવાલ નદીથી બસમાં બેસાડીને રવાના કરી દીધો હતો. તસ્કરનો મોબાઇલ પોલીસ કોન્સ્ટેબલ પાસે જ રહી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Warning: file_exists(): open_basedir restriction in effect. File(/opt/a2-optimized/wordpress/recaptchalib_v2.php) is not within the allowed path(s): (/www/wwwroot/lovelygujarat.com/:/tmp/) in /www/wwwroot/lovelygujarat.com/wp-content/plugins/a2-optimized-wp/A2_Optimized_Plugin.php on line 205