હિંદુ ધર્મમાં પૂજા અને અનુષ્ઠાન શરૂ કરતાં પહેલાં તિલક લગાવીને નાડાછડી બાંધવાની પરંપરા છે. તેના વિના પૂજા અધૂરી માનવામાં આવે છે. નાડાછડી એટલે કે સૂતરનો લાલ દોરો જેને રક્ષાસૂત્ર પણ કહેવામાં આવે છે. તેને મંત્રો સાથે કાંડા ઉપર બાંધવાથી દેવી-દેવતા પ્રસન્ન થાય છે. જાણકારોના જણાવ્યાં પ્રમાણે નાડાછડી બાંધવાથી શરીરના દોષ ઉપર નિયંત્રણ રહે છે.
ધર્મ શાસ્ત્રોના જાણકારના જણાવ્યા પ્રમાણે નાડાછડી બાંધવાની પ્રથા ત્યારથી ચાલી રહી છે, જ્યારે સૌથી પહેલાં ઇન્દ્રાણીએ ઇન્દ્રને પછી દાનવીર રાજા બલિના અમરત્વ માટે વામન ભગવાને તેમના કાંડા ઉપર રક્ષા સૂત્ર બાંધ્યું હતું. એટલે જ કાંડા ઉપર દોરો બાંધતી વખતે તેની સાથે જોડાયેલો રાજા બલિનો મંત્ર પણ બોલવામાં આપે છે. વેદોમાં પણ રક્ષાસૂત્ર બાંધવાનું વિધાન છે.
આયુર્વેદમાં કાંડા ઉપર નાડાછડી બાંધવાનું મહત્ત્વ
સુશ્રુત સંહિતામાં જણાવવામાં આવ્યું છે કે, માથાની વચ્ચેનો ભાગ અને ગુપ્ત સ્થાનનો અલગ ભાગ મણિ કહેવાય છે. ત્યાં જ કાંડાને મણિબંધ કહેવામાં આવે છે. આ અંગે વેદ્ય પ્રશાંત મિશ્રના જણાવ્યા પ્રમાણે માનસિક વિકૃતિ અને યૂરિનને લગતી બીમારીઓથી બચવા માટે મણિબંધ એટલે કાંડાના ભાગને બાંધવામાં આવે છે. આચાર્ય સુશ્રુતે પોતાના ગ્રંથમાં મર્મ ચિકિત્સામાં કાંડાને શરીરનું મર્મ સ્થાન જણાવ્યું છે. એટલે કાંડાથી શરૂરની ક્રિયાઓને નિયંત્રિત કરવામાં આવી શકે છે. તેના અંગે વૈદ્ય મિશ્રના જણાવ્યા પ્રમાણે ગભરામણ થાય ત્યારે એક હાથના કાંડા ઉપર બીજા હાથની હથેળીને ગોળ-ગોળ ફેરવવી જોઇએ. તેનાથી રાહત મળે છે.
નાડાછડીનો અર્થ
નાડાછડીનો શાબ્દિક અર્થ સૌથી ઉપર છે. નાડાછડીનો અર્થ માથા સાથે પણ જોડાયેલો છે. નાડાછડીને કાંડા પર બાંધવાને કારણે તેને કલાવા પણ કહેવામાં આવે છે. થોડાં ગ્રંથોમાં તેનું વૈદિક નામ ઉપર મણિબંધ પણ જણાવવામાં આવે છે. નાડાછડીના પ્રકાર પણ છે. શંકર ભગવાનના માથા ઉપર ચંદ્ર વિરાજમાન છે એટલે તેને ચંદ્રમૌલી પણ કહેવામાં આવે છે.
નાડાછડી કાચા દોરા એટલે સૂતરમાંથી બનાવવામાં આવે છે. જેમાં ત્રણ રંગના દોરા હોય છે. લાલ, પીળો અને લીલો. પરંતુ ક્યારેક આ 5 દોરાની પણ બને છે. જેમાં વાદળી અને સફેદ પણ હોય છે. નાડાછડીના 3 દોરા ત્રિદેવો માટે અને 5 દોરા પંચદેવોનું પ્રતિક છે.
નાડાછડી બાંધવાના નિયમ
શાસ્ત્રો પ્રમાણે પુરૂષો અને મહિલાઓના જમણાં હાથમાં જ રક્ષાસૂત્ર બાંધવું જોઇએ. નાડાછડી બાંધતી વખતે હાથની મુઠ્ઠી બંધ હોવી જોઇએ. આ સૂત્રને માત્ર 3 વાર લપેટવું જોઇએ. વૈદિક વિધિથી જ તેને બાંધવું જોઇએ. દર વર્ષે સંક્રાંતિના દિવસે, યજ્ઞની શરૂઆતમાં, કોઇ વિચારેલું કામ કરતાં પહેલાં, માંગલિક કામ, લગ્ન અને હિંદુ સંસ્કારો દરમિયાન નાડાછડી બાંધવામાં આવે છે.