આ લક્ઝુરિયર્સ બંગલોમાં રહે છે રવિન્દ્ર જાડેજા, અંદરનો નજારો જોઈને આંખો થઈ જશે પહોળી

Gujarat

જામનગરમાં એક મધ્યમવર્ગ પરિવારમાં જન્મેલા રવિન્દ્ર જાડેજાની આજની સફળતામાં તેનો વર્ષોનો સંઘર્ષ છુપાયેલો છે. આજે જાડેજાની બ્રાન્ડ વેલ્યૂ કરોડોમાં છે. આઈપીએલથી માંડીની જાહેરાતોમાં જાડેજા લાખો રૂપિયા કમાય છે. રવિન્દ્ર જાડેજાએ વતન જામનગરમાં ચાર માળનો લેવિસ બંગલો બનાવ્યો છે. આ ઉપરાંત જાડેજા ફાર્મ હાઉસ અને રેસ્ટોરન્ટનો પણ માલિક છે. તો આવો નજર કરીએ જાડેજાના રોયલ બંગલોના ફોટો તેમજ તેની સંઘર્ષ કથા પર…

જામનગરમાં રવિન્દ્ર જાડેજાએ ચાર માળનો બંગલો બનાવ્યો છે. રવિન્દ્ર જાડેજાએ ઘરનું નામ પોતાના માતાના નામ પરથી ‘શ્રીલતા’ રાખ્યું છે. આગળ લાકડાના બે મોટા દરવાજા ઘરને રજવાડી લૂક આપે છે.

ઘરનું ફર્નિચર પણ જૂની રજવાડી સ્ટાઈલનું છે. જાડેજાએ ઘરમાં જ જીમ પણ બનાવ્યું છે. આ ઉપરાંત પ્રેક્ટિસ માટે બંગલોની પાછળની તરફ ગાર્ડન પણ બનાવ્યો છે. ઘરમાં ઘણી એન્ટિક વસ્તુઓ છે. ખુરશી-સોફા વગેરે રોયલ સ્ટાઈલનું છે. જેનાથી ઘરની શોભા વધુ નિખરી ઉઠે છે. જાડેજાએ ટ્રોફી-એવોર્ડ માટે ખાસ રૂમ પણ બનાવડાવ્યો છે.

જાડેજાની આજની લેવિસ લાઈફ સ્ટાઈલ પાછળ અનેક વર્ષોનો સંઘર્ષ છે. 6 ડિસેમ્બર, 1988ના રોજ જન્મેલા રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા આર્મીમાં હતા. ઈજાના કારણે તેમને આર્મી છોડીને સિક્યુરિટી ગાર્ડની નોકરી કરવી પડી હતી. પિતા ઈચ્છતા હતા કે તેમનો પુત્ર આર્મી જોઈન કરે, પણ રવિન્દ્રને ક્રિકેટમાં વધુ રસ હતો.

રવિન્દ્ર જાડેજા તેમના માતા લતાબેનની ખૂબ નજીક હતો. જ્યારે તેમનું નિધન થયું ત્યારે રવિન્દ્ર જાડેજાની ઉંમર માત્ર 17 વર્ષની હતી. માતાના નિધનથી દુ:ખી જાડેજાએ ક્રિકેટમાં રસ લેવાનો ઓછો કરી દીધો હતો. પણ તેમની મોટી બહેન તેમને સંભાળી લીધો અને રમવા માટે તૈયાર કર્યો.

જે વર્ષે રવિન્દ્રની માતાનું નિધન થયું એ વર્ષે તેની પસંદગી સૌરાષ્ટ્રની અન્ડર-14ની ટીમમાં થઈ હતી. રવિન્દ્રએ પહેલી જ મેચમાં 4 વિકેટ ઝડપી હતી અને 87 રન બનાવયા હતા. બાદમાં રવિન્દ્રના શાનદારના પ્રદર્શનના કારણે તેને અન્ડર-19ની ટીમ ઈન્ડિયાની ટીમમાં સ્થાન મળ્યું હતું. જાડેજાએ પોતાનું ઈન્ટરનેશનલ ડેબ્યૂ 8 ફેબ્રુઆરી, 2009ના રોજ શ્રીલંકા સામે કર્યું હતું.

વન-ડે રેન્કિંગમાં નંબર વનનું સ્થાન મેળવનાર અનિલ કુંબલે પછી રવિન્દ્ર જાડેજા એક માત્ર બોલર છે. રવિન્દ્ર જાડેજા એક માત્ર એવો ખેલાડી છે, જેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં ત્રણ વખત 300થી વધુ રન બનાવ્યા છે.

જ્યારે આઈપીએલ શરૂ થઈ તે પહેલાં વર્ષે 2008માં સૌથી પહેલાં રાજસ્થાન રોયલ્સે રવિન્દ્રને ખરીદ્યો હતો. આજે જાડેજા ચેન્નાઈ સુપર કિંગ્સનો હિસ્સો છે. જાડેજાને ચેન્નાઈની ટીમે 2012માં 9.72 કરોડમાં ખરીદ્યો હતો.

જાડેજાએ રીવાબા સોલંકી સાથે 17 એપ્રિલ 2016ના રોજ રાજકોટમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા. રવિન્દ્ર જાડેજાના બહેને રીવાબાની તસવીર મોકલાવી હતી ત્યારે પ્રથમ નજરમાં જ રીવાબા રવિન્દ્રને ગમી ગયા હતા. બાદમાં રીવાબા ભાજપમાં જોડાયા હતા.

રવિન્દ્ર જાડેજાને બધા ‘સર’ કરીને બોલાવે છે. ખુબ પ્રધાનમંત્રી મોદીએ પણ તેને સર કહીને બોલાવ્યા હતા. રવિન્દ્રના બહેને એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, રવિન્દ્ર ખૂબ જ શર્માળ છે, જ્યારે તેમના સાથીઓ તેને ‘સર’ કહે છે કે ત્યારે તે અસહજતા અનુભવવા લાગે છે.

રવિન્દ્ર જાડેજાનું રાજકોટ-જામનગર હાઈવ પર એક ફાર્મ હાઉસ પણ છે. જાડેજા નવરાશની પળોમાં આ ફાર્મમાં આવીને આરામ કરે છે. જાડેજાને ઘોડેસવારી અને તલવારબાજીનો ખૂબ શોખ છે. તેની પાસે અંદાજે 6થી વધુ જાતવાન ઘોડા છે. ઘોડા પ્રત્યેના પ્રેમના કારણે જ તેણે હાથ પર ઘોડાનું ટેટ્ટુ દોરાવ્યું છે.

રવિન્દ્ર જાડેજાએ રાજકોટના પોશ એરિયામાં જડ્ડુ ફૂડ ફીલ્ડ કરીને એક રેસ્ટોરન્ટ પણ શરૂ કરી છે. આ રેસ્ટોરન્ટ શરૂ થઈ ત્યાર પછીના થોડા દિવસોમાં ધોની સહિતના ક્રિકેટરોએ મુલાકાત લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Warning: file_exists(): open_basedir restriction in effect. File(/opt/a2-optimized/wordpress/recaptchalib_v2.php) is not within the allowed path(s): (/www/wwwroot/lovelygujarat.com/:/tmp/) in /www/wwwroot/lovelygujarat.com/wp-content/plugins/a2-optimized-wp/A2_Optimized_Plugin.php on line 205