દરેક વ્યક્તિ ફીટ રહેવા માંગે છે. કેટલાંક લોકો ફીટ રહેવા માટે એક્સરસાઈઝનો સહારો લે છે, તો કેટલાંક ડાઈટ ચાર્ટ ફોલો કરે છે. જ્યારે કેટલાંક લોકો યોગ અને મેડિટેશન પણ કરે છે. જોકે ફીટનેસ માટે સખત મહેનત અને રેગ્યુલરટી ખૂબ જરૂરી છે. 41 વર્ષનો આદિત્ય શર્મા અને તેની પત્ની ગાયત્રી શર્મા તેનું સૌથી મોટું ઉદાહરણ છે. આદિત્યનું વજન જ્યારે 72 કિલો હતું અને ગાયત્રીનું વજન 60 કિલો હતું, ત્યારે બંનએ વજન ઓછું કરવાનો નિર્ણય લીધો હતો. ત્યાર પછી બંનએ સતત મહેનત અને ડાઈટ ચાર્ટની મદદથી પોતાને પૂરી રીતે ટ્રાન્સફૉમ કરી લીધા છે.
ડાયેટથી ડરી ગયું હતું ફેમિલી:
મારવાડી ફેમિલિમાંથી આવતાં આદિત્યે જણાવ્યું હતું કે તે અને તેની પત્નીએ વજન ઓછું કરવાનું શરૂ કર્યું ત્યારે તેમના પરિવાર અને સંબંધીઓને પસંદ આવ્યું નહોતું. દરેક મા પોતાના દીકરાને સારું ખવડાવામાં માંગે છે, પણ અમે તે ખાવાનું ના પાડી દેતા હતા. તેમને લાગતું હતું કે અમે ભૂખ્યા રહી છીએ અને જેનાથી અમે ક્યાંય બીમાર ન પડી જઈએ.
પૌષ્ટિક આહાર લેવાનું શરૂ કર્યું
આદિત્ય એટલો જાડો થઈ ગયો હતો કે શર્ટ તેને ફીટ આવતાં નહોતા, જેના લીધે તેણે શર્ટ પહેરવાનું જ બંધ કરી દીધું હતું. તે હંમેશા વિચારતો કે તેનું બોડી સારુ હોય. ત્યાર પછી તેણે એક્સરસાઈઝ સાથે પૌષ્ટિક આહાર લેવાનું શરૂ કર્યું. જેને તેણે ત્રણ મહિના સુધી ફોલો કર્યું. તેની ફીટનેસના જૂનુનની ઘણા લોકો મજાક ઉડાવતા હતા. પણ લોકોની ચિંતા કર્યા વગર તે ફીટનેસ મંત્રોને ફોલો કરતો રહ્યો હતો.
20 કિલો વજન ઘટ્યું
થોડાક મહિના પછી તેણે 20 કિલોન વજન ઓછું કર્યું. જયારે તેની બોડીમાંથી 8% ફેટ ઓછો થયો હતો. જ્યારે તે ફીટ દેખાવા લાગ્યો ત્યારે તેણે એક્સરસાઇઝથી બોડીનો નવો ટોન આપ્યો. બીજી તરફ ગાયત્રીએ ફક્ત 3 મહિનામાં 11 કિલો વજન ઓછું કર્યું હતું. એટલું જ નહીં તેની કમરની સાઇઝ 25 ઈંચ થઈ ગઈ હતી. હવે આ કપલ ખૂબ યંગ દેખાતું હતુ. ધીમે-ધીમે આ કપલ લોકોને ફીટ રહેવાના ઉપાયો બતાવવા લાગ્યા. આ કપલ જ્યાં જતું લોકો સલાહ લેવા પાછળ પડી જતા હતા.
આ ડાયેટને ફોલો કર્યું
બંને પોતાની ફીટનેસનું સિક્રેટ ડાયેટને ગણાવે છે. તેમણે કહ્યું કે તેઓ બેકફ્રાસ્ટ અને લંચમાં પનીર અને સોયા ચંક્સ ખાતા હતા. પછી ડિનરમાં પનીરની રેસિપી અને રાઈસ ખાતા હતા. ડાઈટને લઈને બંને એટલા સખત હતા કે કોઈ બીજા ફૂડ પર ધ્યાન પણ નહોતા આપતાં. જોકે મલ્ટીવિટામિન્સ ફૂડ ખાતા હતા. બંને જીમમાં 6 દિવસ વર્કઆઉટ કરતાં અને બે દિવસ દરેક અલગ અલગ બોડી પાર્ટ માટેની એક્સરસાઇઝ કરતાં હતા.
વજન ઓછું કરવાનો એક્સપર્ટ પ્લાન
ફેટીનેસ એક્સપર્ટનું કહેવું છે કે વેઈટ લોસમાં 30% એક્સરસાઇઝ અને 70% ડાયેટ અને અન્ય બાબતો મહત્વની છે. અન્ય બાબતોમાં હેલ્ધી લાઈફ સ્ટાઈલ મેન્ટેન કરવી, સરખી ઉંઘ લેવી, જંક ફૂડથી બચવું, સ્મોકિંગ અને ડ્રિન્કિંગથી બચવું જેવી બાબતો સામેલે છે.
વજન ઓછું કરવાની ટિપ્સ:
- ફાઈબર્સ અને પ્રોટીન વધુ લો. કાર્બોહાઈડ્ર્રેડ અને ફેટ ઓછું લો. ગ્રીન વેજીટેબ્લસ વધુ ખાવ.
- એક વખત ખાવાાથી મેટાબોલિઝ્મ સ્લો થઈ જાય છે, એટલે 3-4 કલાકના અંતરે થોડું-થોડું ખાવ
- રાતમાં મોડે સુધી જાગવું અને પૂરતી ઉંઘ નહીં લેવાથી પણ વજન વધે છે. 6-8 કલાકની ઉંઘ જરૂરી છે.
- દરરોજ 6-8 ગ્લાસ પાણી પીવાથી કેલરી ઇનેટેક ઓછો થશે અને એનાથી વજન ઘટશે
- મેંદો, સુગર જેવા ફુડથી બચવું જોઈએ. આમાં રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેડ્સ હોય છે, જે વજન વધારે છે.