અમદાવાદઃ રાહુ ગ્રહનું વર્ષ 2021માં કોઈ રાશિ પરિવર્તન નથી. જોકે, રાહુદેવ નક્ષત્ર પરિવર્તન કરીને આ વર્ષે તમામ જાતકોને અસર કરશે. 2021માં રાહુ વર્ષની શરૂઆતમાં મૃગશિરા તથા 27 જાન્યુઆરીએ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે. તો વર્ષના અંતે રાહુ કૃતિકામાં વિરાજમાન રહેશે. જાણીએ આ વર્ષે રાહુ કઈ રાશિ પર કેવી અસર કરશે.
મેષઃ અચાનક તમને ધન પ્રાપ્તિ થઈ શકે છે. પ્રોપર્ટી જમીનની ખરીદી આ વર્ષ માટે શુભ ઉત્તમ છે. આ વર્ષ તમને અનેક લાભ થશે. પરિવારમાં જીવન સુખદ રીતે પસાર થશે.
વૃષભઃ રાહુ તમારા જીવનમાં મુશ્કેલી વધારી શકે છે. માનસિક સ્ટ્રેસનો સામનો કરવો પડે છે. કોઈ પણ વ્યક્તિ પર જરૂર કરતાં વધુ વિશ્વાસ ના કરો. લગ્નજીવનમાં હેરાનગતિ રહેશએ. 27 જાન્યુઆરી પછી થોડી રાહત મળશે.
મિથુનઃ તમારા પર રાહુનો અશુભ પ્રભાવ જોવા મળી શકે છે. આ વર્ષે રાહુને કારણે ખર્ચમાં વધારો થશે. અચાનક ધન હાનિના સંકેત છે. આ વર્ષે તમારે આર્થિક બાબતો પર ખાસ ધ્યાન આપવું. ધનની બાબતમાં કોઈ પણ જાતનું જોખમ તમને હાનિકારક બની શકે છે.
કર્કઃ રાહુનો શુભ પ્રભાવ તમારી આવકમાં વધારો થશે. વેપારક્ષેત્ર સાથે જોડાયેલા જાતકોને જબરજસ્ત લાભ થશે. લગ્નજીવનમાં સુખમય પસાર થશે. જીવનસાથી સાથે રોમેન્ટિક ક્ષણો પસાર કરવાની તક મળશે. સંતાનની પ્રગતિ થશે.
સિંહઃ કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકશે. લગ્નજીવનમાં થોડો સ્ટ્રેસ રહેશે. 27 જાન્યુઆરીથી વેપારી વર્ગને રાહત મળશે. જોકે, ખર્ચમાં ઉત્તરોત્તર વધારો થશે.
કન્યાઃ તમારે કષ્ટનો સામનો કરવી પડી શકે છે. માન-સન્માનમાં ઘટાડો થશે. પિતા સાથેના સંબંધો ખરાબ થઈ શકે છે. લાંબી યાત્રા તમારા માટે શુભ રહેશે નહીં. વિદ્યાર્થીઓને જાન્યુઆરી પછી સારા પરિણામો મળશે.
તુલાઃ આ વર્ષે તમારે સાવચેતી રાખવી. રાહુ તમારા જીવનમાં અડચણો લાવશે. તમારે માનસિક કષ્ટનો સામનો કરવો પડી શકશે. પૈસા કમાવવા માટે શોર્ટકટ ના અપનાવો. સાસરીયા સાથે સંબંધો સુધરશે.
વૃશ્ચિકઃ આર્થિક લેવડ-દેવડમાં ખાસ ધ્યાન રાખવું. દાંપત્ય જીવનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. વેપાર માટે આ વર્ષ ઉત્તમ સાબિત થશે. કાર્યક્ષેત્રમાં અઢળક સફળતા મળશે.
ધનઃ રાહુના પ્રભાવથી આ વર્ષ સામાન્ય કરતાં સારું રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓને સફળતા મળશે. સફળતા મેળવવા માટે મહેનત કરવી પડશે. અચાનક ખર્ચ વધશે.
મકરઃ કષ્ટનો સામનો કરવો પડી શકે છે. પરિવારિક જીવનમાં સ્ટ્રેસ આવી શકે છે. પ્રેમ જીવનમાં મુશ્કેલીઓ આવશે. આવકમાં વધારો થવાની સંભાવના છે. સંતાન પ્રત્યેની ચિંતામાં વધારો થશે. શિક્ષણમાં અડચણો આવશે.
કુંભઃ સુખમાં ઊણપ આવી શકે છે. પરિવારમાં પૈતૃક સંપત્તિ અંગે વિવાદ થશે. રાહુ રોહિણી નક્ષત્રમાં જશે પછી પરિસ્થિતિ સામાન્ય થશે. કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. કોર્ટ કેસમાં તમારો વિજય થશે.
મીનઃ તમારા સાહસ તથા પરાક્રમમાં વૃદ્ધિ થશે. તમે તમારા શત્રુઓને પરાજય આપવામાં સફળ થશે. યાત્રાની તક મળશે અને તેમાંથી ભરપૂર લાભ થશે. પ્રેમ જીવનમાં અનુકૂળ પરિસ્થિતિ જોવા મળશે.