પ્રેમિકા સાથે પતિ રંગેહાથ ઝડપાયો તો સર્જાયો હાઈવોલ્ટેજ ડ્રામા

National

સોશિયલ મીડિયા પર પતિ, પત્ની અને પ્રેમિકા વચ્ચે થયેલી ગરમાગરમીનો વીડિયો હાલ ખૂબ જ વાઈરલ થઇ રહ્યો છે. જેમાં મહિલા તેના પતિ અને તેની સાથે બાઇક પર જતી યુવતીને થપ્પડ મારતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં મહિલાની સાથે તેનો પરિવાર અને અન્ય સંબંધીઓ પણ છે. જે માત્ર વીડિયો જ નથી બનાવી રહ્યા, પરંતુ પતિને પોલીસને સોંપવા પર પણ અડગ છે.


પરિવારજનોએ પતિને પોલીસને હવાલે કર્યો હતો. આ સંપૂર્ણ ઘટના નૌબસ્તાની જણાવવામાં આવી રહી છે. ત્રણેય વચ્ચે હાઈવોલ્ટેજ ડ્રામા રોડ પર થયો હતો. નૌબસ્તામાં રહેતા યુવકનો તેની પત્ની સાથે મનમેળ નહોતો. આનું કારણ પતિનું અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ હોવાનું કહેવાય છે. શુક્રવારે પતિ યુવતીને બાઈક પર બેસાડીને લઈ જઈ રહ્યો હતો. જેના પર મહિલા અને તેના પરિવારજનોએ બંનેને રંગેહાથ ઝડપી પાડ્યા હતા અને ત્યાં ભારે હંગામો થયો હતો.


પરિવારના લોકો આ વીડિયોમાં કહી રહ્યા છે કે, 5 વર્ષથી આ બંનેનું અફેર ચાલી રહ્યું હતું. પત્ની આનાથી ખૂબ જ પરેશાન હતી. આ વીડિયોમાં પતિ રડતો જોવા મળી રહ્યો છે અને ત્યાંથી પસાર થતા લોકો આ ઘટનાનો વીડિયો પણ બનાવી રહ્યા છે. આ વીડિયોમાં પત્ની સ્પષ્ટપણે કહી રહી છે કે, તે ઘણા દિવસોથી પોતાના પતિ પર નજર રાખી રહી હતી. તે તેના સંબંધીઓની મદદથી પુરાવા એકત્રિત કરી રહી હતી.


પત્ની પાસે જ્યારે પતિની અય્યાશીના પુરાવા એકત્રિત થઇ ગયા હતા ત્યારે તેણે તેના પતિને તેની પ્રેમિકા સાથે પકડી લીધો હતો. રસ્તા પર જ પત્નીએ દુર્ગાનું રૂપ ધારણ કરી પ્રેમિકાને માર માર્યો અને પતિને પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો. હાલ તો આ મામલે પોલીસને કોઇ ફરિયાદ આપવામાં આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Warning: file_exists(): open_basedir restriction in effect. File(/opt/a2-optimized/wordpress/recaptchalib_v2.php) is not within the allowed path(s): (/www/wwwroot/lovelygujarat.com/:/tmp/) in /www/wwwroot/lovelygujarat.com/wp-content/plugins/a2-optimized-wp/A2_Optimized_Plugin.php on line 205