પ્રેમિકાએ પ્રેમીને મળવા બોલાવ્યો, પરિવારને જાણ થઈ તો ઝાડ સાથે બાંધીને છ-છ કલાક માર્યો

National

આધુનિકતાના નામે આજકાલ કંઈ પણ ચાલે છે. હાલમાં જ કૌટુંબિક ભાઈ-બહેનને એકબીજા પ્રત્યે પ્રેમ થઈ ગયો. જોકે, તેમને ખ્યાલ નહોતો કે તેઓ ભાઈ બહેન થાય છે. યુવક જ્યારે પ્રેમિકાને ઘરે મળવા ગયો ત્યારે પરિવારના સભ્યોએ તેને પકડી પાડ્યો હતો. યુવકની સાથે તનો મિત્ર પણ હતો. પ્રેમિકાના પરિવારે બંનેને ઝાડથી બાંધીને છ કલાક સુધી માર માર્યો હતો. પ્રેમીને માર મારતા પ્રેમિકાએ ઝેર ખાઈ લીધું હતું.


આ ઘટના રાજસ્થાનના રાજગઢની છે. પીડિત યુવતીને જિલ્લા હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. માહિતી મળ્યા બાદ પોલીસે બંને યુવકોને છોડાવ્યા હતા. બંનેને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. પોલીસે પ્રેમીના પરિવારને બોલાવ્યો હતો. યુવકના પરિવારને પછી જાણ થઈ કે યુવતીએ ઝેર ખાઈ લીધું હતું. તેઓ હોસ્પિટલ ગયા હતા. અહીંયા પ્રેમી-પ્રેમિકાના પરિવારની મુલાકાત થઈ હતી. ત્યારે ખબર પડી કે યુવક-યુવતી સંબંધમાં ભાઈ બહેન છે. બંનેની માતાઓ દૂરના સંબંધમાં દેરાણી-જેઠાણી છે.


18 વર્ષનો યુવક રસૂલપુરા ગામમાં રહે છે. તે પોતાના મિત્રની સાથે યુવતીને મળવા જાલપા મંદિર આવ્યો હતો. 18 વર્ષીય યુવતી રોશિયા ગામની છે. દીકરી પર શંકા જતાં પરિવારના લોકો મંદિર સુધી આવ્યા હતા. બંનેની મુલાકાત પાંચ મહિના પહેલાં રસૂલપુરામાં એક લગ્નમાં થઈ હતી. બંનેએ નંબરની આપ-લે કરી હતી. યુવતીએ જ ફોન કરીને યુવકને મળવા બોલાવ્યો હતો.


પરિવારના સભ્યોએ ગામના લોકો સાથે મળીને બંને યુવકોને ઝાડ સાથે બાંધી દીધા હતા. યુવતીએ તેમને રોક્યા હતા, પરંતુ કોઈએ તેની વાત માની નહોતી. દુઃખી થઈને યુવતીએ ઝેર પીધું હતું. ગામના લોકોએ સાંજના ચારથી રાતના 9.45 સુધી ઝાડ સાથે બાંધીને માર માર્યો હતો. પોલીસે બંનેને છોડાવ્યા હતા. યુવતીની મમ્મી યુવકની માતાની દૂરની જેઠાણી થઆય છે. હોસ્પિટલમાં દાખલ યુવતીએ તે યુવક સાથે લગ્ન કરવાની જિદ પકડી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *