પોલીસ ફરિયાદ નોંધાવવા આવનાર મહિલાને લંપટ પોલીસે બતાવ્યો પ્રાઈવેટ પાર્ટ અને પછી…

Featured National

લખનઉઃ ઉત્તર પ્રદેશના દેવરિયા પોલીસનો એક શરમજનક ચહેરો સામે આવ્યો છે. ભટની થાનાના થાના પ્રભારીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેઓ પોતાની ચેમ્બરમાં અશ્લીલ હરકતો કરતાં (પ્રાઇવેટ પાર્ટ દેખાડી ઇશારા કરતો) નજર આવી રહ્યાં છે. ઘટના બાદ પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો એક મહિલા ફરિયાદ દ્વારા બનાવી વાયરલ કરવામાં આવ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ આરોપી ઇન્સ્પેક્ટર ભીષ્મપાલ સિંહ યાદવ વિરુદ્ધ ધારા 111/2020, 354 (ક)/ 509/166 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. આરોપી ભીષ્મપાલ સિંહ યાદવ પહેલા પણ એક અન્ય કેસમાં સસ્પેન્ડ હતા.

ઉલ્લેખનીય છે કે ભટની વિસ્તારની એક મહિલાનો તેના ભાગીદાર સાથે જમીન વિવાદ ચાલી રહ્યો હતો. આ બાબતની ફરિયાદ લઇને મહિલા પોતાની દીકરીની સાથે એસએચઓ પાસે જતી હતી. પરંતુ આ એસએચઓએ કાયદાની ખુરશી પર બેસી અશ્લીલ હરકતો કરી હતી. મહિલાએ ઘણા દિવસો સુધી આ ગંદી હરકતોને જોઇ અને જ્યારે બધું હદ પાર થઇ ગયું તો તેણે આ ઇન્સ્પેક્ટરનું સ્ટિંગ ઓપરેશન કરી વીડિયો વાયરલ કરી દીધો.

આ મામલે પીડિત મહિલાનું કહેવું છે કે તે જેટલી વખત એપ્લિકેશન લઇને પોલીસ પાસે જતી ત્યારે તે પોતાના પેરેન્ટ્સ સાથે જ જતી હતી. તેમનો જમીનને લઈ વિવાદ ચાલે છે. પોલીસની આ હરકતો તેણે એકાબે વાર ઈગ્નોર પણ કરી હતી. જોકે, કાયદાના રખેવાળ જ આવી હેવાન જેવી હરકતો કરશે તો સામાન્ય જનતાનું શું. આ વિચારીને તેણે વીડિયો બનાવ્યો અને તેના સંબંધીઓ પણ પોલીસ સ્ટેશન આવ્યા અને તેમની સાથે પણ આવું જ થયું. તેઓ ઇચ્છે છે કે તેમને ન્યાય મળે.

આ મામલે એસપીનું કહેવું છે કે થાના ભટનીના પૂર્વ થાના પ્રભારી પાસે એક મહિલા પોતાની ફરિયાદ લઇને આવી હતી તેમની સાથે અશ્લીલ હરકત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. થાના ભટનીમાં એ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ગંભીર કલમો ઉમેરીને કેસ દાખલ કર્યો છે. ઇન્સ્પેક્ટર ભીષ્મપાલ સિંહ યાદવ સલેમપુર ટ્રાન્સફર થયા હતા. તેમને એકવાર તો સસ્પેન્ડ કરવામાં આવી ચૂક્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *