ડ્રીમ 11માં ટીમ બનાવીને આ પ્લમ્બર રાતોરાત બની ગયો કરોડપતિ

National

ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મને કારણે કોણ ક્યારે કરોડપતિ બની જાય તેની કોઈને ખબર હોતી નથી. હાલમાં જ એક પ્લમ્બર ડ્રીમ 11માં રમતાં રમતાં કરોડપતિ બની ગયો હતો. તેને જ્યારે કરોડપતિ બન્યાની જાણ થઈ તો પહેલીવાર તો એ વિશ્વાસ પણ કરી શક્યો નહોતો.

બિહારમાં એક પ્લમ્બરનું નસીબ બદલાઈ ગયું હતું. તે રાતોરાત કરોડપતિ બની ગયો હતો. બિહારના કટિહાર જિલ્લાના મનિહારી પ્રખંડ વિસ્તારમાં રહેતા પ્લમ્બર મિસ્ત્રી બબલુ મંડલ મોબાઇલ પર આઇપીએલ સાથે જોડાયેલી ડ્રીમ ઇલેવન રમતો હતો. આ રમતમાં તે એક કરોડ રૂપિયાનો માલિક બની ગયો. બબલુ કરોડપતિ બનતાં પરિવાર ઘણો જ ખુશ થયો છે.

બબલુ હંસવર ગામમાં રહે છે. ટેક્સ બાદ તેના બેંકમાં ટેક્સ બાદ 70 લાખ રૂપિયા આવ્યા છે. દુર્ગા પૂજા દરમિયાન આટલી મોટી રકમ મળ્યા બાદ તેનો પરિવાર ખુશખુશાલ થઈ ગયો હતો. તેમણે કહ્યું હતું કે આવું તેમને સપનામાં પણ વિચાર્યું નહોતું. આજે તેઓ અમીર બની ગયા.

સાળાએ એપ ડાઉનલોડ કરાવી, તેણે જ શીખવાડ્યું: બબલુએ કહ્યું હતું કે ડ્રીમ 11 એપ પર આઇપીએલ રમીને એક કરોડ રૂપિયા જીત્યો છે. તેણા સાળાએ તેને મોબાઇલમાં ડ્રીમ 11 એપ ડાઉનલોડ કરી આપી હતી. આ સાથે જ રમતાં પણ શીખવ્યું હતું. ત્યારબાદ બબલૂને આમાં મજા આવવા લાગી હતી. તે કલાકો આમાં પસાર કરતો હતો. એકલામાં શાંતિથી રમતો હતો. આ દરમિયાન તેણે એક કરોડ રૂપિયા જીત્યા હતા.

મેસેજ આવ્યો તો વિશ્વાસ ના થયોઃ બબલુએ કહ્યું હતું કે તે 10 દિવસથી એપ પર ટીમ બનાવીને રમતો હતો. આ દરમિયાન તેને એક કરોડનો મેસેજ આવ્યો હતો. આટલા રૂપિયા જીત્યા બાદ શરૂઆતમાં તેને વિશ્વાસ થયો નહોતો. ડ્રીમ 11નો તે વિજેતા બની ગયો છે. એક કરોડમાંથી 30 લાખ રૂપિયા ટેક્સના કપાયા અને 70 લાખ અકાઉન્ટમાં જમા પણ થઈ ગયા છે.

બાળકો માટે કંઈક કરશેઃ બબલુએ કહ્યું હતું કે આ પૈસાથી તે ધાર્મિક અનુષ્ઠાન કરશે. તૂટેલું ઘર રિપેર કરાવશે. બાળકોને સારી રીતે ભણાવશે. તેમના અનેક શોખ પૂરા કરશે.

શું છે ડ્રીમ 11 એપ? ડ્રીમ 11 મોબાઇલની એક ગેમિંગ એપ છે. એપ મનોરંજનની સાથે કમાણીનું પણ સાધન છે. જોકે, આ બહુ જ જોખમી છે. આ પહેલાં મનિહારી અનુમંડલના એક મજૂરને તથા અમદાવાદના એક વ્યક્તિને 1 કરોડનું ઈનામ મળ્યું હતું. આ એપની મદદથી આઇપીએલ ક્રિકેટમાં ટીમ બનાવીને રમવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Warning: file_exists(): open_basedir restriction in effect. File(/opt/a2-optimized/wordpress/recaptchalib_v2.php) is not within the allowed path(s): (/www/wwwroot/lovelygujarat.com/:/tmp/) in /www/wwwroot/lovelygujarat.com/wp-content/plugins/a2-optimized-wp/A2_Optimized_Plugin.php on line 205