મુકેશ અંબાણીનો લાડકવાયો પૃથ્વી સફેદ કુર્તા-પાયજામામાં જોવા મળ્યો, વાયરલ થઈ તસવીર

Bollywood

જાણીતા બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો પરિવાર અનેકવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. ભલે અંબાણી પરિવાર સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી પરંતુ તેમના ફેન પેજ અનેકવાર તેમની સાથે જોડાયેલા લેટેસ્ટ ફોટો અને વીડિયો શેર કરે છે. મુકેશ અને નીતાના પરિવારના નવા મહેમાન એટલે કે અંબાણી પરિવારના ‘પ્રિન્સ’ પૃથ્વી અંબાણી હવે પોતાની તસવીરો અને વીડિયો દ્વારા ખબરોમાં જગ્યા બનાવી રહ્યો છે. આ વીડિયો અંગે અમે પૃષ્ટિ કરી રહ્યાં નથી. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

થોડા દિવસો પહેલાં જ જુનિયર અંબાણી અને મુકેશ અંબાણીની તસવીર વાયરલ થઈ હતી
પૌત્રના જન્મ બાદ પહેલીવાર દાદા-દાદી બનેલા મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ પૃથ્વી આકાશ અંબાણીના આગમનની જાહેરાત કરીને ખુશી વ્યક્ત કરી હતી. તે સમયે જુનિયર અંબાણી અને તેમના દાદા મુકેશ અંબાણીની એક તસવીર વાયરલ થઈ હતી. થોડા દિવસો પહેલા મુકેશ અંબાણી સાથે ‘લિટલ રાજકુમાર’ની એક તસવીર સામે આવી હતી. તસવીરમાં, પૃથ્વી તેના દાદા સાથે સફેદ કુર્તા-પાયજામામાં જોવા મળી રહ્યો છે. પૃથ્વીએ કુર્તા ઉપર લાલ બાંધણી પ્રિન્ટેડ નેહરુ જેકેટ પહેર્યું છે. મુકેશ અંબાણીએ સફેદ કુર્તા સાથે લાલ નેહરુ જેકેટ પણ પહેર્યું છે. પૃથ્વી ખૂબ જ સુંદર લાગી રહ્યો છે.

10 ડિસેમ્બરે પૃથ્વી અંબાણી એક વર્ષનો થયો
પૃથ્વી અંબાણી 10 ડિસેમ્બર 2021ના રોજ એક વર્ષનો થયો છે. આ ખાસ પ્રસંગે અંબાણી પરિવાર દ્વારા તેમના પૈતૃક નિવાસસ્થાન જામનગર ખાતે ભવ્ય સમારોહ ઉજવવામાં આવ્યો હતો. પૃથ્વીના જન્મદિવસની ઉજવણી માટે 120થી વધુ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાં બોલિવૂડ અને રમત જગતની હસ્તીઓ સામેલ હતી. પૃથ્વીના સારા સ્વાસ્થ્ય માટે 100 જેટલા પંડિતોએ પૂજા પાઠ કરી હતી. અને અંબાણી પરિવારે લગભગ 50,000 ગ્રામવાસીઓને ભોજન કરાવ્યું હતું, સાથે સાથે નજીકના અનાથાશ્રમોમાં જરૂરી વસ્તુઓનું દાન કર્યું હતું.

પૃથ્વી અંબાણીનો પહેલો બર્થ ડે જામનગરમાં સેલિબ્રેટ કર્યો
આટલું બધું કર્યું હોવા છતાં નવાઈની વાત એ છે કે પૃથ્વીના જન્મદિવસની ઉજવણીની એક પણ ઝલક સામે આવી નથી. સોશિયલ મીડિયા પર પૃથ્વી અંબાણીની માત્ર થોડી જ તસવીરો જોવા મળી રહી છે. આકાશ અંબાણી નામના ફેન પેજ દ્વારા તેના ઇન્સ્ટા હેન્ડલ પર પૃથ્વી અંબાણીનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં દાદુ મુકેશ અંબાણી તેમના પૌત્ર પૃથ્વીને હાથમાં પકડ્યો છે. અને તેમના પ્રિય પૌત્રના કપાળ પર ચુંબન કરતા જોવા મળે છે. સાથે જ ધ્યાનથી જુઓ તો પૃથ્વી તાળી પાડતો જોવા મળી રહ્યો છે. મુકેશ અંબાણીની બાજુમાં માતા કોકિલાબેન અંબાણી પણ હસતા બેઠા છે.

આ જ ક્ષણની બીજી એક તસવીર પણ મળી આવી છે. જેમાં આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતા પણ જોવા મળી રહી છે, અને તે દાદા અને પૌત્રના પ્રેમને ધ્યાનથી નિહાળી રહ્યાં છે. જેઓ નથી જાણતા તેમને જણાવી દઈએ કે મુકેશ અને નીતા અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીએ માર્ચ 2019માં તેની કોલેજ ફ્રેન્ડ શ્લોકા મહેતા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના દોઢ વર્ષ પછી આકાશ અને શ્લોકાને ત્યાં 10 ડિસેમ્બર, 2020ના રોજ એક બાળકનો જન્મ થયો, જેનું નામ તેઓએ પૃથ્વી આકાશ અંબાણી રાખ્યું છે.

મુકેશ અંબાણી અને પૃથ્વી અંબાણીનો વીડિયો જોવા અહીં ક્લિક કરો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *