પેટમાં વારંવાર ગરબડ રહે છે તો હશે સાત સમસ્યા જાણો દૂર કરવાની સરળ ટીપ્સ

Featured Health

જ્યારે તમારું પેટ ખરાબ હોય છે ત્યારે તેના કારણે એસિડિટી અને પેટ દર્દની સમસ્યા કોમન જોવા મળે છે. જો આ સમસ્યા લાંબા સમય સુધી જોવા મળે છે તો તેનાથી અનેક હેલ્થ પ્રોબ્લેમ્સ થાય છે અને તેનાથી નુકશાન થઇ શકે છે. ગેસ્ટ્રોએટ્રોલોજિસ્ટ ડૉ. અરવિંદ નામદેવ જણાવે છે આવી 7 બીમારીઓને વિશે જે પેટની ખરાબીને કારણે થઇ શકે છે.

  • પેપ્ટિક અલ્સર: લાંબા સમય સુધી પેટ ખરાબ રહે તો પેપ્ટિક અલ્સર હોઇ શકે છે. તેની પર ધ્યાન ન આપવાથી પેટમાં બ્લીડિંગ, ઇન્ફેક્શન અને ગેસ્ટ્રિક કેન્સરની શક્યતા રહે છે.
  • બાઉલ ડિસિઝ: પેટ ખરાબ હોવાના કારણે પેટના નીચેના ભાગમાં દર્દ થાય છે. એવામાં ઇમ્યૂનિટી નબળી થાય છે. જેનાથી બાઉલ ડિસિઝનો ખતરો વધે છે.
  • હેમોરોઇડ્સ : લાંબા સમય સુધી પેટ ખરાબ રહેવાના કારણે હેમોરોઇડ્સની સમસ્યા થઇ શકે છે. તેનાથી પેટમાં વધારે દર્દ અને સ્ટૂલમાં બ્લડ આવવા લાગે છે.
  • ડાયરિયા : પેટ ખરાબ હોવાના કારણે ડાઇજેશન ખરાબ થાય છે. તેના કારણે ડાયરિયા, પેટ દર્દ અને પેટ ફૂલવાની સમસ્યા થઇ શકે છે.
  • કબજિયાત : લાંબા સમય સુધી પેટ ખરાબ રહેવાના કારણે ડાઇજેશન ખરાબ થાય છે. એવામાં કબજિયાતની સમસ્યા થઇ શકે છે.
  • પેટમાં સોજો : પેટમાં ખરાબીના કારણે પેટના નીચેના ભાગમાં દર્દ અને ફીવરની સમસ્યા થઇ શકે છે. ઉંમર વધવાની સાથે તેનો ખતરો વધારે રહે છે.
  • ગેસ્ટ્રિક એસિડ રિફ્લક્સ : પેટ ખરાબ રહેવાથી પેટમાં જરૂર કરતાં વધારે એસિડ બનવા લાગે છે. લાંબા સમય સુધી આ સમસ્યા રહેવાથી ગેસ્ટ્રિક એસિડ રિફ્લક્સની સમસ્યા થવા લાગે છે.

પેટની ખરાબી દૂર કરવાની ટિપ્સ…

  • હાઇ ફાઇબર ફૂડ : રેગ્યુલર ડાયટમાં હાઇ ફાઇબર ફૂડ્સ જેવા કે પાલક, કોબીજ, બ્રોકોલી અને ગાજર સામેલ કરો. તેનાથી બોડીનો વેસ્ટ બહાર નીકળશે અને ડાઇજેશન સુધરશે.
  • કસરત : રેગ્યુલર 20 મિનિટ કસરત કે મોર્નિંગ વોક કરો. તેનાથી મેટાબોલિઝમ ફાસ્ટ થશે અને ડાઇજેશન સુધરશે.
  • સમયસર ખાઓ : રોજ સવારે નાસ્તો, લંચ, ડિનર સમયસર કરો. એનાથી એસિડિટીની સમસ્યા નહીં થાય. સાથે ડાઇજેશન પણ સારું રહેશે.
  • તળેલું ફૂડ અવોઇડ કરો: ડાઇજેશન સારું બનાવી રાખવા તળેલું ફૂડ જેમકે, ભજિયા, સમોસા અને કચોરી અવોઇડ કરો. તેમાં ફેટનું પ્રમાણ વધારે હોય છે અને ઇનડાઇજેશનની સમસ્યા ઉત્પન્ન થાય છે.
  • ઓવર ઇટિંગથી બચો: અનેક લોકો ટીવી જોતાં કે ટેસ્ટી ખાવાનાને જોયા બાદ વધારે ખાઇ લેતા હોય છે. તેનાથી ઇનડાઇજેશનની સમસ્યા રહે છે. ડાઇજેશન સુધારવા માટે ઓવર ઇટિંગથી બચો.
  • સતત બેસી ન રહો : સતત એક જ જગ્યા પર બેસી રહેવાથી પણ ખાવાનું સારી રીતે ડાઇજેસ્ટ થઇ શકતું નથી. આ માટે દર 1 કલાકે થોડો આંટો મારો. તેનાથી એસિડિટીની સમસ્યા રહેશે નહીં અને ડાઇજેશન સુધરશે.
  • જંક ફૂડ અવોઇડ કરો : ડાઇજેશન સુધારવા માટે જંક ફૂડ અવોઇડ કરો. તેમાં વધારે પ્રમાણમાં ફેટ હોય છે, જે ડાઇજેસ્ટ થવામાં સમય લાગે છે.
  • રાતે મોડેથી ખાવાનું ન ખાઓ : રાતે મોડેથી ખાવાનું ખાવાથી એસિડિટીની સમસ્યા થાય છે. રાતે 8 વાગ્યા સુધી ખાવાનું ખાઇ લેવાથી ડાઇજેશન સારું રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Warning: file_exists(): open_basedir restriction in effect. File(/opt/a2-optimized/wordpress/recaptchalib_v2.php) is not within the allowed path(s): (/www/wwwroot/lovelygujarat.com/:/tmp/) in /www/wwwroot/lovelygujarat.com/wp-content/plugins/a2-optimized-wp/A2_Optimized_Plugin.php on line 205