પહાડો પર હવામાં લટક્યું છે આ ગામ, ગમે ત્યારે પડી શકે છે બિલ્ડિંગ

International

ગ્રીકના પહાડી વિસ્તારમાં રોપોટો નામનું એક ગામ લટકેલું છે. વર્ષ 2012માં આવેલા ભૂકંપના લીધે આ ગામની હાલત આવી થઈ ગઈ છે. જો કે આ પહાડ પણ ધીમે-ધીમે ખસી જ રહ્યો છે. પહેલાં તો અહીં સ્કૂલ, હોટલ અને આવું બધુ જ હતું.

સ્થિતિ એ હદ સુધી જર્જરીત થઈ ગઈ છે કે આ બિલ્ડિંગો ગમે ત્યારે પડી જઈ શકે છે. હાલ તો આ ગામમાં કોઈ રહેતુ નથી. પણ એક સમય હતો જ્યારે અહીં હોટલ, સ્કૂલથી લઈને કેફે પણ હતા. આ ગામ પહેલા સફરજનની ખેતી માટે દુનિયાભરમાં જાણીતું હતું. પરંતુ હવે અહીંયા કશું નથી વધ્યુ. સ્થાનિક લોકોનું કહેવું છે કે સરકારે પણ આ વિશે કોઈ ધ્યાન નથી આપ્યું. જો સરકારે સમયસર પ્રયત્ન કર્યાં હોત તો આ ગામને સુધારવાની સાથે સાથે સારૂ ટુરિસ્ટ સ્પૉટ બની શક્યુ હોત. ભૂકંપ પછીના ધણાં સમય સુધી લોકોએ રાહ જોઈ અને પછી એકએક કરીને ગામ છોડી દીધું. હવે ખંડેરમાં ફેરવાયેલા આ ગામને જોવા અને જૂની યાદોને તાજી કરવા લોકો આવતાં હોય છે.

પહેલાં મળ્યાં હતા સંકેત
આ ભૂકંપ 1960માં આવ્યો હતો. એ વખતે વૈજ્ઞાનિકોએ લોકોને ચેતવણી આપી હતી કે એ જગ્યાએ ના રહે. પરંતુ સરકારે તેમની વાત પર દુર્લક્ષ કરીને લોકોને ત્યાં રહેવાની છૂટ આપી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Warning: file_exists(): open_basedir restriction in effect. File(/opt/a2-optimized/wordpress/recaptchalib_v2.php) is not within the allowed path(s): (/www/wwwroot/lovelygujarat.com/:/tmp/) in /www/wwwroot/lovelygujarat.com/wp-content/plugins/a2-optimized-wp/A2_Optimized_Plugin.php on line 205