આ મા-દીકરીઓના ફોટો જોઈને તમે કન્ફ્યૂઝ થશો એ નક્કી છે

National

અત્યારના સમયમાં સોશિયલ મીડિયા દ્વારા દરેક વ્યક્તિ ફૅમસ થઈ શકે છે. સોશિયલ મીડિયા પર ગમે ત્યારે ગમે તે ફોટો અને વીડિયો વાઇરલ પણ થઈ જાય છે. એવામાં વર્ષ 2019માં એક મા-દીકરીનો ફોટો વાઇરલ થયો હતો. જેની ચર્ચા કેટલાય દિવસ સુધી લોકો કરતાં હતાં. ઉલ્લેખનીય છે કે, જે મહિલાના ફોટો સોશિયલ મીડિયા પર ફરતાં થયાં હતાં તે, મહિલા હકિકતમાં મિસિસ યૂનિવર્સ યૂરો એશિયાની વિનર છે. જેમનું નામ રશ્મિ સચદેવા છે અને તે ખૂબ જ સુંદર છે. તેમની દીકરી પણ ખૂબ જ સુંદર છે. બંનેના સાથે ફોટો જોઈ કોઈ કહી શકે નહીં કે, તે મા-દીકરી હશે.

19 વર્ષની ઉંમરમાં રશ્મિના લગ્ન થયાં હતા
19 વર્ષની ઉંમરમાં રશ્મિના લગ્ન દિલ્હીના એક ચાર્ટડ એકાઉન્ટન્ટ સાથે થયાં હતાં. રશ્મિના પતિનું નામ મનોજ સચદેવા છે. 13 સપ્ટેમ્બર 1995માં તેમણે પોતાની દીકરીને જન્મ આપ્યો હતો. દીકરીનું નામ અસ્કા રાખ્યું હતું. તેમની દીકરીએ ઇન્ટેરિયર ડિઝાઈનિંગમાં ડિપ્લોમા ડિગ્રી હાંસલ કરી છે. હવે તેમની દીકરી 26 વર્ષની થઈ ગઈ છે. અસ્કાએ દિલ્હી યૂનિવર્સિટીમાં ઇંગ્લિશ ઑનરનો કોર્સ પણ કર્યો છે.

ફોટો ક્લિક કરાવવાનો શોખ છે
રશ્મિએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘તેમને નાનપણથી જ ફોટો ક્લિક કરાવવાનો શોખ હતો. તેમણે એકવાર મેગેઝિન માટે પોતાનો ફોટો મોકલ્યો હતો અને તે સિલેક્ટ થયાં હતાં.’ રશ્મિએ જણાવ્યું કે, ‘વર્ષ 2015માં કે દિલ્હીમાંપરિણીત મહિલા માટે એક બ્યૂટી કોન્ટેસ્ટનું આયોજન થયું હતું. આ કોન્ટેસ્ટમાં તેમની એક ફ્રેન્ડે ભાગ લીધો હતો.’

દીકરીએ જીદ કરતાં ભાગ લીધો
રશ્મિએ કહ્યું હતું કે, ‘આ જોઈ મારી દીકરીએ મને કોન્ટેસ્ટમાં ભાગ લેવા માટે કહ્યું હતું. પહેલાં મેં ના પાડી દીધી હતી, પણ તેની જીદ આગળ મારે ઝૂકવું પડ્યું હતું. આ પછી મેં મિસિસ ઇન્ડિયા અને મિસિસ એશિયા ઇન્ટરનેશલનો એવોર્ડ પોતાના નામે કર્યો હતો. ત્યાંથી હું ચીનના ગ્વાંગઝૂમાં યોજાયેલા મિસિલ યૂનિવર્સ માટે રવાના થઈ હતી. જ્યાં મને મિસિસ યૂનિવર્સ ગોલ્ડન હાર્ટનું ટાઇલટ મળ્યું હતું.’

આ એવોર્ડ્સ પણ જીત્યા છે રશ્મિએ
રશ્મિીએ અત્યાર સુધી પોતાના નામે ઘણાં એવોર્ડ જીત્યા છે. તેમણે વાઇબ્રન્ટ મિસિસ દિલ્હી, મિસિસ યૂનિવર્સ ગોલ્ડન હાર્ટ, મિસિસ યૂનિવર્સ યૂરેશિયા, મિસિસ એક્સાકિઝિટ, એલીટ મિસિસ ઇન્ડિયા સહિતના એવોર્ડ પોતાના નામે કર્યાં છે. આ ઉપરાંત તે રશ્મિ નિવેદિતા ફાઉન્ડેશન અને દૃષ્ટિકોણ ફાઉન્ડેશન NGO સાથે પણ જોડાયેલાં છે.

ચર્ચામાં રહે છે મા-દીકરી
મા-દીકરી સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. દેશમાં થતી મોટી ઇવેન્ટ્સમાં રશ્મિ સચદેવા જોવા મળે છે. તો ઘણી પ્રોડક્ટ લોન્ચમાં પણ તે જોવા મળે છે. તેમની દીકરી અસ્કા પણ મોડેલ કરતાં ઓછી નથી. અસ્કાને સુપર મૉડેલ ઓફ ધી વર્લ્ડની ઓફર મળી હતી, છતાં તેણે ના પાડી દીધી હતી. તેમણે પોતાનું કરિયર હોમ ડેકોરમાં બનાવ્યું છે. બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. અહીં લોકો તેમની સુંદરતાના વખાણ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Warning: file_exists(): open_basedir restriction in effect. File(/opt/a2-optimized/wordpress/recaptchalib_v2.php) is not within the allowed path(s): (/www/wwwroot/lovelygujarat.com/:/tmp/) in /www/wwwroot/lovelygujarat.com/wp-content/plugins/a2-optimized-wp/A2_Optimized_Plugin.php on line 205