શું સીલબંધ પીવાની બોટલનું પાણી પણ એક્સપાયર થાય છે? જાણો મોટું રહસ્ય

National

દેશ-દુનિયામાં જ્યારે લોકો ફરવા જાય છે ત્યારે ઘણીવાર પોતાની સાથે એક નાની પાણીની બોટલ રાખે છે. અથવા તો તેને ખરીદીને પોતાની પાસે રાખી લે છે. પહેલાંના સમયમાં લોકો કૂલકેક અથવા મોટી બોટલમાં ઘરેથી પાણી ભરીને પોતાની યાત્રા પર જતાં હતાં પણ પોતોની યાત્રાને વધુ સરળ બનાવવા માટે લોકોએ પાણીની બોટલ ખરીદવાનું શરૂ કરી દીધું છે. આમ તો તેનું માર્કેટ પણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. પણ સીલબંધ પાણીનો ઉપયોગ કરતાં લોકોને તે અંગે જાણતાં નથી.


તે એ છે કે, પાણીની દરેક બોટલ પર એક્સપાયરી ડેટ કેમ લખેલી હોય છે. શું સીલબંધ પાણી પણ સમયની સાથે ખરાબ થઈ જાય છે. જો તમારા મનમાં પણ આવો સવાલ ઊભો થઈ રહ્યો છે તો તે અંગે અમે તમને જણાવીએ. સીલબંધ બોટલમાં જોવા મળતી એક્સપાયરી ડેટ ખૂબ જ મહત્ત્વની હોય છે. તે લખવા પાછળ મોટું રહસ્ય છે. પણ તમને જણાવી દઈએ કે, એક્સપાયરી ડેટ બોટલમાં રહેલાં પાણીની હોતી નથી.


તે એક્સપાયરી ડેટ પાણીની બોટલ માટે હોય છે. જોકે, તમારી મૂંઝવણ અમે વિસ્તારપૂર્વક દૂર કરીએ. ઉલ્લેખનીય છે કે, પાણીની બોટલ પર એક્સપાયરી ડેટ લખવાનાં ઘણાં કારણ હોય છે. જેનું પહેલું કારણ છે સરકારી નિયમ. તમે લોકો જાણો છો કે, ખાવા-પીવા સાથે જોડાયેલી દરેક વસ્તુ સાથે તેની એકસપાયરી ડેટ લખેલી હોય છે અને તે જરૂરી છે. સાથે જ પાણી પણ આ કેટેગરીમાં આવે છે એટલે તેની એકસપાયરી ડેટ લખવામાં આવે છે જેની પાણી પર નહીં પણ તેની બોટલ પર અસર થાય છે.


સીલબંધ પાણી જે પ્લાસ્ટિકથી બનેલી બોટલમાં પેક કરવામાં આવે છે. તેનો ભાવ ઓછો કરવા માટે તેની ક્વોલિટી ઓછી કરી દેવામાં આવે છે. જેને લીધે તે બોટલમાં રાખેલું પાણી વધારે દિવસ સુધી સ્વચ્છ રહેતું નથી.


આ એટલા માટે કેમ કે, જો પ્લાસ્ટિકની બોટલને ઘણાં સમય સુધી તડકામાં અથવા ગરમ વાતાવરણમાં રાખવામાં આવે તો ખૂબ જ નુકસાન કારક પ્લાસ્ટિકના કણ અને કેમિકલ તે પાણીમાં ભળી જાય છે. એટલે તેમાંથી એક biphenyl Aથી મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર થવાનો ખતરો પણ વધી જાય છે. તો બીજી તરફ પુરુષોમાં નપુંસકતા જેવી અસર થાય છે. તે રીતે બોટલ પર પ્લાસ્ટિકની એક્સપાયરી ડેટ લખેલી હોય છે.


એટલે આગામી સમયમાં પાણીની બોટલ ખરીદતાં પહેલાં તેને ઉપયોગમાં લેતાં પહેલાં ઘણીવાર વિચારી લેવું. અથવા ખરીદી હોય તો તેનો એકવાર ઉપયોગ કર્યા પછી ફેંકી દેવી. બીજીવાર તેનો ઉપયોગ કરવો નહીં. ઘણાં લોકો પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ ઘણીવાર કરે છે. જોકે, તે સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *