ખાલી બ્લાઉઝ પહેરીને મામા સામે આવીને ભાણી પૂછતી- કેવી લાગું છું?

Gujarat

શહેરમાં મહિલાઓ પરના અત્યાચાર દિવસે ને દિવસે વધી રહ્યા છે. અમદાવાદની એક પરિણીતાએ પોતાના પતિ સામે મારઝૂડ, દહેજની માગણી તથા માનસિક પજવણીની ફરિયાદ મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. મહિલાનો આક્ષેપ છે કે તેની ભાણી વારંવાર તેમના બેડરૂમમાં આવી જતી અને તેની ગેરહાજરીમાં જ મામા સાથે સૂઈ જતી. રૂમમાંથી ભાણીનાં આંતરવસ્ત્રો જોઈને પરિણીતા પણ ડઘાઈ ગઈ હતી. જોકે પત્નીએ આ વિશે વાંધો ઉઠાવતાં પતિએ મારઝૂડ કરીને દીકરા સાથે તેને ઘરમાંથી કાઢી મૂકી હતી.


ઘટનાની વિગતો મુજબ, શહેરના સેટેલાઈટ વિસ્તારમાં હાલ પોતાનાં માતા-પિતા સાથે રહેતી 45 વર્ષની નિમિષાના 2003માં વડોદરાના રાહુલ સાથે લગ્ન થયા હતા. નિમિષાએ 2005માં એક દીકરાને જન્મ આપ્યો હતો (પાત્રોનાં નામ બદલ્યા છે). લગ્નના થોડા મહિના રાહુલે નિમિષાને સારી રીતે રાખી. જોકે તેને હનિમૂન પર લઈ ગયા બાદ ખર્ચા પેટે થયેલા રૂ.5 લાખ પિયરમાંથી લઈને આપવાની માગણી કરતો અને પૈસા ન આપવા પર તેની સાથે ઝઘડો કરતો હતો.


આટલું જ નહીં, નિમિષાના જેઠ પણ તેની પતિની ગેરહાજરીમાં ઘરે આવી તેને ખરાબ નજરે જોતા અને તે શું કરે છે એના પર નજર રાખતા. તે ઘરની બહાર નીકળે ત્યારે પણ શું કરે છે તેનું ધ્યાન રખાતું હતું. ઘરકામ બાબતે પણ નિમિષાનાં જેઠ-જેઠાણી, નણંદ-નણદોઈ તથા ભાણી તેને હેરાન કરતાં અને તે પિયરમાં હોય ત્યારે જ ભાણી તેમના રૂમમાં જઈને કબાટમાંથી પૈસા, દાગીના કાઢી લેતી. નિમિષા આ વાત પતિને કરે તો રાહુલ તેની સાથે મારઝૂડ કરતો.


નણંદની દીકરી ઘરમાં બધાની સામે કહેતી, તું તો શિવેનની આયા છે. મુન્ના રાહુલને તારી ક્યાં જરૂર છે, મુન્ના માટે તો હું છું ને. એક વખતે નિમિષા પિયરથી સાસરીમાં પાછી આવતાં તેના બેડરૂમમાં ભાણીનાં આંતરવસ્ત્રો મળી આવ્યાં હતાં. આ વિશે તેણે પતિને પૂછતાં રાહુલે કહ્યું, ACનું બિલ ઓછું આવે એટલે અમે સાથે જ સૂઈ જતાં.


આટલું જ નહીં, નવરાત્રિમાં ભાણી મામા સામે બ્લાઉઝ અને ચણિયામાં આવીને પૂછતી, મુન્ના, હું કેવી લાગું છું અને મામીની હાજરીમાં જ ટૂંકાં વસ્ત્રો પહેરીને મામા સામે આવતી અને માસિક ધર્મની જાણ કરતી.


પત્ની જ્યારે ભાણીનાં આવાં કરતૂતો સામે અવાજ ઉઠાવે તો પતિ તેની સાથે ગાળાગાળી કરીને મારપીટ કરતો અને 3 જાન્યુઆરી 2020એ રાહુલે નિમિષા બેનને માર મારીને ઘરમાંથી દીકરા સાથે કાઢી મૂક્યાં. ત્યારથી તેઓ પિયરમાં જ રહે છે. તેમણે સાસરિયાંના આ ત્રાસ વિશે પતિ, જેઠ-જેઠાણી, નણંદ-નણદોઈ તથા ભાણી સામે શારીરિક-માનસિક ત્રાસ, દહેજની માગણીની ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Warning: file_exists(): open_basedir restriction in effect. File(/opt/a2-optimized/wordpress/recaptchalib_v2.php) is not within the allowed path(s): (/www/wwwroot/lovelygujarat.com/:/tmp/) in /www/wwwroot/lovelygujarat.com/wp-content/plugins/a2-optimized-wp/A2_Optimized_Plugin.php on line 205