હોસ્પિટલની રૂમમાં મહિલાએ સેક્સ માણ્યું, બીમારીનું નાટક કર્યું

International

એક મહિલા સારવાર કરાવવાના નામે હોસ્પિટલ પહોંચી હતી, પરંતુ ત્યાં મહિલાએ સારવારના બહાને સાથે ગયેલા પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ બધું સિક્યોરિટી ગાર્ડે જોયું ને તુરંત જ હોસ્પિટલના મેનેજમેન્ટ સ્ટાફને આ અંગે જાણ કરી. આ કેસની જાણ પોલીસને થતાં જ તે પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. જો કે મહિલાની ધરપકડ થઇ શકી નથી. હવે આ કેસમાં મહિલાને કોર્ટે ભારે દંડ ફટકાર્યો છે.


આ આખી ઘટના યુકેની છે. શેનન બેકર 25 વર્ષની છે. તે સમરસેટમાં રહે છે. શેનોન બેકર એક મિત્ર સાથે યેઓવિલ હોસ્પિટલ એમ્બ્યુલન્સના માધ્યમથી હોસ્પિટલ આવી પહોંચી હતી. મિરર ના જણાવ્યા મુજબ આ મહિલાને થોડી તકલીફ થયા બાદ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. આ દરમિયાન મહિલા સાથે તેનો મિત્ર પણ હાજર હતો, પરંતુ કોવિડના નિયમોને કારણે મિત્રને અંદર આવવાની મનાઈ ફરમાવવામાં આવી હતી.


હોસ્પિટલના સ્ટાફને જ્યારે ખ્યાલ આવ્યો કે મહિલાને કોણ જોશે તો મિત્રને પણ અંદર જવા દેવામાં આવ્યો હતો. મહિલાને એક રુમ આપવામાં આવ્યો હતો. આ હોસ્પિટલમાં દાખલ મહિલા અને તેનો મિત્ર બંને નશામાં ધૂત્ત હતા. ત્યારબાદ બંનેએ રૂમને અંદરથી બંધ કરી દીધો હતો. થોડાં સમય બાદ સિક્યોરિટી ગાર્ડે બંનેની હિલચાલ પર ધ્યાન આપ્યું અને પોલીસ બોલાવવામાં આવી. પોલીસ આવી ત્યારે પણ બંનેએ દરવાજો ન ખોલ્યો, પરંતુ પછી પોલીસની ટીમ અંદર ઘૂસી ગઈ.


આ પછી, મહિલાએ ધરપકડ ન થાય તે માટે બેભાન થઈનેજમીન પર સૂઈ જવાનો ઢોંગ પણ કર્યો હતો. યેઓવિલે મેજિસ્ટ્રેટની સામે મહિલાએ કબૂલ્યું હતું કે તેણે દારૂ પીધો હતો. મિરર રિપોર્ટ અનુસાર મહિલા પોતાના જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો પણ કરી રહી છે. આ પહેલાં પણ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ચૂકી છે. આ ઉપરાંત મહિલાને ડ્રગ્સની લત પણ લાગી ગઇ હતી, પરંતુ હવે તે આ સમસ્યાઓને ઠીક કરવાનું કામ કરી રહી છે.


જજે શું કહ્યું?
આ કેસમાં જિલ્લા જજે મહિલાને કહ્યું કે, આ કોઈ નાની ઘટના નથી, તમે NHS સ્ટાફના સભ્યોને ચિંતામાં મૂકી દીધા હતા. આ શરમજનક કૃત્ય બદલ જજે મહિલાને ભારે દંડ ફટકાર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Warning: file_exists(): open_basedir restriction in effect. File(/opt/a2-optimized/wordpress/recaptchalib_v2.php) is not within the allowed path(s): (/www/wwwroot/lovelygujarat.com/:/tmp/) in /www/wwwroot/lovelygujarat.com/wp-content/plugins/a2-optimized-wp/A2_Optimized_Plugin.php on line 205