મહેંદીને યાદ કરતાં જ ધ્રુજવા લાગે છે મારા હાથ-પગ, એવા-એવા રહસ્ય જણાવ્યા કે તમે પણ સમસમી જશો

Gujarat

આખા ગુજરાતમાં હાલ મહેંદી હત્યા કેસની ચર્ચા છે. હચમચાવતી આ ઘટનામાં દિવસે ને દિવસે નવા નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. બાળપણમાં માતા ગુમાવ્યા બાદ અલગ અલગ સંબંધીઓના ઘરે ઉછરેલી મહેંદીની જિંદગી અનેક રહસ્યોથી ભરેલી હતી. મહેંદીના અનેક રંગો સામે આવી રહ્યા છે. મહેંદીની સિક્રેટ વાતો તેના પહેલા પતિએ મીડિયા સાથે શેર કરી હતી. અમદાવાદના જુહાપુરામાં રહેતા મહેંદીના પૂર્વ પતિ આદિલ પંજવાણી મહેંદીની વાત કરતા જ ભાવુક થઈને રડી પડ્યો હતો. પોતાને મહેંદી ભલે છોડીને ચાલી ગઈ પણ તેના પતિના મનમાં મહેંદી માટે થોડો પણ પ્રેમ ઓછો થયો નથી.

સાંભળીને મારા મારા હાથ-પગ ધ્રુજી ગયા
મીડિયાએ મહેંદી અંગે સવાલો કરતાં જ આદિલ પંજવાણી ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો હતો. તેણે પોતાની જાતને સંભાળીને જવાબ આપતાં કહ્યું હતું કે આ ખૂબ જ દુ:ખદ ઘટના છે. મેં જ્યારે મહેંદી વિશે સાંભળ્યુ ત્યારે મારા હાથ-પગ ધ્રુજી ગયા હતા. વિશ્વાસ નથી આવતો કે મહેંદી સાથે આવું થઈ ગયું? એ મારી એક મનગમતી વ્યક્તિ હતી.

અમારી વચ્ચે કોઈ પ્રોબ્લેમ નહોતા
આદિલએ જણાવ્યું હતું કે અમે બંને ખૂબ સારી રીતે રહેતા હતા. અમારા 2014માં લગ્ન થયા હતા અને અમે સાડા ત્રણ વર્ષ સુધી સાથે રહ્યા. અમે શાંતિથી રહેતા હતા, પરિવાર સાથે હરતા અને ફરતા. લગ્ન પછી મહેંદીએ ભૂતકાળની બધી વાતો મારી સાથે શેર કરી હતી. તેને મમ્મીનો પ્રેમ નથી મળ્યો. તેના કાકા અને તેના ફઈએ તેને સારી રીતે રાખી હતી. પછી મારા ત્યાં લગ્ન કરીને આવી. અહીં તેને કોઈ પ્રોબ્લેમ નહોતો. અમે ફરવા પણ જતા હતા. તેને જે જોઈએ એ મળી પણ જતું હતું. અમારી વચ્ચે કોઈ પ્રોબ્લેમ નહોતો. બસ ત્યાર પછી તેના માસીના સંપર્કમાં આવી અને માસીના છોકરાના પ્રેમમાં પડી હતી.

માસીનો છોકરાના પ્રેમમાં પડી અને…
આદિલે કહ્યું હતું કે લગ્નના થોડાક વર્ષો બાદ તે ફોન પર કોઈક સાથે વાત કરતી રહેતી હતી. હું પૂછું કે આટલી બધી વાતો કોની સાથે કરે છે. તો કહેતી કે માસી સાથે વાત કરું છું. પછી માસીનો છોકરો આવ્યો અને તેની સાથે જતી રહી ખબર જ ન પડી. મહેંદી સિવણ ક્લાસમાં જાવ છું કહીને પેલા સાથે જતી રહી હતી. પછી મેં પોલીસ કેસ પણ કર્યો હતો. પોલીસે તપાસ પણ કરી હતી. ગાડી ક્યાં મૂકીને ગઈ છે એનો મેસેજ પણ મહેંદી કર્યો હતો. પછી પોલીસમાં મહેંદીને પણ બોલાવવામાં આવી હતી. પછી અમારા કાઉન્સિલમાં કેસ ચાલ્યો અને અમે છૂટાછેડા લીધા હતા. મને છોડીને મહેંદી જૂનાગઢના ચિત્રાવડ ખાતે રહેતા તેના માસીને ત્યાં રહેવા જતી રહી હતી. ત્યાં તેની સાથે શું બન્યું એની મને ખબર નથી. મહેંદીના એક માસી અમદાવાદ અને એક ચિત્રાવડમાં રહે છે.

સચિન સાથે તકલિફ થતાં ફરી મેં મહેંદીને અપનાવી અને બીજા લગ્ન કર્યા
મહેંદી ત્યાર પછી અમદાવાદ રહેવા આવી હતી. અને પછી તે સચિનના કોન્ટેક્ટમાં આવી. અને પછી કંઈક જોબ કરતી હતી. પછી ત્યાં પણ તેને તકલીફ પડી હતી. ત્યાર બાદ તેણે ફરી મારો કોન્ટેક્ટ કર્યો હતો. તેણે મને કહ્યું કે ત્યાં બહુ તકલિફ છે. તું મને ફરીથી એક્સેપ્ટ કર. મેં કહ્યું મને કંઈ વાંધો નથી. હું તો તેને બહુ પ્રેમ કરું છું. પછી મેં કહ્યું કે મારા ફેમિલીવાળાને વાત કરું અને થતું હોય તો અપનાવું. પછી વર્ષ 2019માં ફરીથી મેં મહેંદી સાથે મેરેજ કર્યા હતા. જોકે ડિસેમ્બરમાં લગ્ન બાદ ફરી માર્ચ મહિનામાં તેના બોપલમાં રહેતા માસીને ત્યાં રહેવા જતી રહી હતી. અહીં ફરી તે સચિનના કોન્ટેક્ટમાં આવી હતી.

પોલીસ તપાસ પર ભરોસો છે
મહેંદીના છોકરાના વીડિયો સામે આવ્યો ત્યારે મને ખબર પડી કે મહેંદીને દીકરો છે. તેનો સ્વભાવ સારો હતો. થોડી ફ્રીડમવાળો સ્વભાવ હતો. થોડી ભોળા સ્વભાવ હતી એટલે કોઈની પણ વાતોમાં આવી જતી હતી. પોલીસ પર ભરોસો વ્યક્ત કરતાં આદિલ પંજવાણીએ કહ્યું હતું કે પોલીસ જે કરશે એ બરોબર કરશે. અત્યાર સુધી પોલીસે જે કર્યું એ બરોબર કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Warning: file_exists(): open_basedir restriction in effect. File(/opt/a2-optimized/wordpress/recaptchalib_v2.php) is not within the allowed path(s): (/www/wwwroot/lovelygujarat.com/:/tmp/) in /www/wwwroot/lovelygujarat.com/wp-content/plugins/a2-optimized-wp/A2_Optimized_Plugin.php on line 205