માત્ર એક આઇડિયાએ બનાવી દીધો કરોડપતિ, જીવે છે આવી બાદશાહી ઠાઠથી

International

કરોડપતિ બનવું એ મુશ્કેલ છે કે સરળ એ તમારી પર નિર્ભર કરે છે. ભારતવંશી ઢિલ્લન ભારદ્વાજ 16 વર્ષવી વયે કરોડપતિ બની ગયો હતો. તેણે 16 વર્ષની વયે 9 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને તે પણ પોતાના દમ પર. ઢિલ્લન ભારદ્વાજને ઈંગ્લેન્ડના એક રિયાલિટી ટીવી શોમાં ભાગ લેવાની તક પણ મળી. તેણે જણાવ્યું કે, શો થકી તેણે પ્રથમવાર ગરીબીને નિક્ટથી જોઈ હતી. તે શો દરમિયાન વાર્લિંઘમમાં એક મહિલા અને તેના 5 બાળકો સાથે રહે છે, જેમને રોજના ભોજન માટે પણ ફાંફા હોય છે.

ભારતીય મૂળના ઢિલ્લને ક્યારેય માતા-પિતા પૈસાની માગણી કરી નથી. તેણે પોતાની મહેનત પર જ વિશ્વાસ રાખ્યો હતો. ઢિલ્લન ભારદ્વાજે વડાપ્રધાન સાથે પણ ચા પર ચર્ચા કરી હતી. તેણે 16 વર્ષની વયે જ પિતાના કાર ગેરેજથી ક્લોધિંગ બ્રાન્ડની શરૂઆત કરી હતી. આજે હોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ઘણા જાણીતા ચેહરા તેમની બ્રાન્ડના કપડા પહેરે છે. ઢિલ્લનનો બાકીનો સમયે ફરવા અને કોલેજ-યુનિ.માં લેક્ચર આપવામા પસાર થાય છે.

માત્ર 21 વર્ષની વયે ભારતીય મૂળના ઢિલ્લન ઈંગ્લેન્ડના લેસ્ટશર કન્ટ્રીસાઈડમાં રહે છે. જોકે એક રિયાલિટી શોને કારણે તે અમુક દિવસ પોતાના વૈભવી મકાનથી દૂર રહેશે. આ રિયાલિટી શો થકી ઢિલ્લનને ગરીબી અંગે સમજાયું. તેણે કહ્યું કે- આ પહેલા તે ગરીબોને ચોર જ સમજતો હતો. જોકે ગરીબીને સમજ્યા બાદ ઢિલ્લને મહિલાના ઘરે સફાઈ કરવાની સાથે નાનકડા રસોડામાં ભોજન બનાવ્યું હતું.

ઢિલ્લને માત્ર 16 વર્ષની વયે રૈચટ બ્રાન્ડની ઘણા ઓછા રોકાણ સાથે શરૂઆત કરી હતી. તે સમયે પોતાના પિતાના ગેરેજમાં ઢિલ્લન પોતે જ કપડા ડિઝાઈન કરતો. પ્રથમ વર્ષે જ તેણે 9 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જે પછી તેનો વેપાર આગળ વધતો રહ્યો અને આજે તે વૈભવી લાઈફ સ્ટાઈલ જીવે છે.

ઢિલ્લન 42 એકરના વૈભવી મૈંશનમાં રહે છે. જેમાં ટેનિસ કોર્ટ, સિનેમા હોલ, જીમ અને 20 બેડરૂમ છે. આ ઉપરાંત તેના કાર કલેક્શનમાં રૉલ્સ રૉયસ, ફરારી અને બીએમડબ્લ્યૂ જેવી 20 કાર સામેલ છે.

સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયા બાદ ઢિલ્લન હોલિવૂડના ઘણા જાણીતા ચેહરાની નજરે ચઢ્યો હતો. પૉપ સિંગર રિહાના અને માઈલી સાઈરલ પણ તેની બ્રાન્ડના કપડા પહેરી ચૂકી છે.

આ ઉપરાંત તેઓ પૂર્વ વડાપ્રધાન ડેવિડ કેમરુનને પણ મળી ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Warning: file_exists(): open_basedir restriction in effect. File(/opt/a2-optimized/wordpress/recaptchalib_v2.php) is not within the allowed path(s): (/www/wwwroot/lovelygujarat.com/:/tmp/) in /www/wwwroot/lovelygujarat.com/wp-content/plugins/a2-optimized-wp/A2_Optimized_Plugin.php on line 205