WhatsAppએ પ્રાઈવસીના નામે ફરજિયાત કરતાં યુઝર નિરાશ, Signal એપ તરફ વળ્યા

International

પોપ્યુલર મેસેજિંગ એપ્સ વ્હોટ્સએપે પ્રાઈવસી મુદ્દે કડકાઈ વાપરતાં લોકો નિરાશ થયા છે. લોકોએ હવે વ્હોટ્સએપનો પર્યાય શોધવાનું ચાલી કરી દીધું છે. તેમાં સિગ્નલ એપનું સૌથી આગળ પડતું નામ આવ્યું છે. સિગ્નલ એપ આ મૂળ અમેરિકાની આ એપ એક પ્રાઈવેટ મેસેજિંગ એપ છે. તેના વિશે મજાની વાત એ છે કે આ કંપનીની સ્થાપના અગાઉ વ્હોટ્સએપના જ કો-ફાઉન્ડર રહી ચૂકેલા બ્રાયન એક્ટને જ (અન્ય એક સાથીદાર મોક્સી મર્લિનસ્પાઇક સાથે મળીને) કરી છે. આ એપ ગૂગલ પ્લે સ્ટોર પર 2010થી એક્ટિવ છે. તે એન્ડ્રોઈડ, આઈફોન, આઈપેડ, મેક, લિનક્સ અને વિન્ડોઝ સહિતના યુઝર્સ માટે અવેલેબલ છે. શરૂઆતમાં બ્રાયન એક્ટને આ એપ માટે 50 મિલિયન ડૉલરનું રોકાણ કર્યું હતું. હાલ સિગ્નલ એપ ગૂગલ પ્લે સ્ટોરમાં કોમ્યુનિકેશન કેટેગરીમાં 5મા નંબરે આવી ગઈ છે. ગ્લોબલી એપની ડિમાન્ડ વધતાં ભારતમાં પણ તેનાં ડાઉનલોડની સંખ્યા વધવા લાગી છે. કંપનીએ ટ્વીટ કરી એની માહિતી આપી છે.

આ એપ વ્હોટ્સએપ કરતાં જરા હટકે છે. આ એપ તમામ યુઝર્સ માટે ફ્રી છે. મેઈન વાત એ છે કે કંપની તમારા ડેટાનો એક્સેસ કરી શકતી નથી. વ્હોટ્સએપની જેમ સિગ્નલમાં પણ ‘ચેટ એન્ડ ટુ એન્ડ ઈન્ક્રિપ્ટેડ’ રહે છે, એટલે જો તમે વ્હોટ્સએપની નવી પોલિસીમાં હજુ NOT NOW ઓપ્શન સિલેક્ટ કર્યું છે અને તમે તમારી પ્રાઈવસી માટે કન્સર્ન છો તો આ એપ સારો વિકલ્પ છે. પ્રાઈવસી કમિટેડ આ એપમાં તમારા વોઈસ ઓડિયો, સ્ટિકર, અટેચમેન્ટ, પ્રોફાઈલ ફોટો અને લોકેશન પિન સહિતની ડિટેલ ઈન્ક્રિપ્ટેડ રહે છે.

સિગ્નલ એપમાં પણ વ્હોટ્સએપની જેમ જ યુઝર્સ અન્ય યુઝર્સને મેસેજ મોકલી શકે છે, ઓડિયો અને વિડિયો કોલ કરી શકે છે, સાથે જ ફોટો, વિડિયો અને લિંક્સ પણ શેર કરી શકે છે. તાજેતરમાં જ એમાં ગ્રુપ વિડિયો કોલિંગ ફીચર પણ ઉમેરાયું છે. જોકે હાલ તેની લિમિટ 150 મેમ્બર્સની છે. જો તમે પ્રાઈવસી લવર્સ છો તો આ એપ તમારા કામની છે. સિગ્નલમાં વ્હોટ્સએપની જેમ એડમિન યુઝર્સની પરવાનગી વિના ગ્રુપમાં મેમ્બર એડ કરી શકતો નથી. એના માટે અન્ય યુઝર્સને ઈન્વિટેશન સેન્ટ કરવાનું રહેશે અને જો અન્ય યુઝર્સ આ ઈન્વાઈટ એક્સેપ્ટ કરશે તો તે ગ્રુપમાં એડ થશે.

પ્રાઈવસીને ધ્યાનમાં રાખી સિગ્નલે પણ ડિસઅપિયરિંગ મેસેજ ફીચર લોન્ચ કર્યું છે. યુઝર 5 સેકન્ડથી 1 અઠવાડિયાનો સમય નક્કી કરી શકે છે. આ ટાઈમ લિમિટ પૂરી થયા બાદ મેસેજ આપમેળે ચેટમાંથી ડિલિટ થઈ જશે. સિગ્નલ એપ 7 પ્રકારની પરમિશન માગે છે, પરંતુ કંપનીએ યુઝરનો ડેટા એક્સેસ કરવાનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. સિગ્નલ એપની પ્રાઈવસી પોલિસી પ્રમાણે, એ યુઝરનો કોઈપણ પ્રકારનો ડેટા સ્ટોર કરતી નથી.

વ્હોટ્સએપની જેમ સિગ્નલ એપમાં ચેટ બેક અપ થર્ડ પાર્ટી એપ પર પોસિબલ નથી અર્થાત જો તમે એક વાર તમારો ફોન ખોઈ નાખ્યો તો તમારી ચેટનું બેકઅપ આઈક્લાઉડ કે પછી ગૂગલ ડ્રાઈવથી લઈ શકશો નહિ. જોકે એપ ફોનમાં જ ઈન્ક્રિપ્ટેડ ચેટ સેવ કરે છે. તેનો એક્સેસ માત્ર યુઝર્સ પાસે જ રહેશે. એપ એટલી હદે સિક્યોર છે કે તે તમારી કોન્ટેક્ટ ડિટેલ પણ તેના સર્વર પર સેવ કરતી નથી.

વ્હોટ્સએપ ફેસબુકના માર્ક ઝકરબર્ગની માલિકીની છે. તેની સામે સિગ્નલ એપ કોઇપણ મોટી કોર્પોરેટ કંપનીની માલિકીની નથી. બલકે તે ‘સિગ્નલ મેસેન્જર LLC’ નામની નોન-પ્રોફિટ સંસ્થાની માલિકીની છે. આ એપનું ડેવલપમેન્ટ પણ સિગ્નલ યુઝર્સ દ્વારા મળેલી ગ્રાન્ટ્સ અને ડોનેશનમાંથી કરવામાં આવ્યું છે. ‘પ્રાઇવસી ફર્સ્ટ’નો સિદ્ધાંત ધરાવતી આ સિગ્નલ એપ બધા જ સોર્સ કોડ યાને કે એપનું આખું બંધારણ જાહેરમાં ઉપલબ્ધ છે. જેથી આ એપની અંદર શું છે, તે કયા ડેટાનો એક્સેસ કરે છે તે પણ જાણી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *