યુવતીની પોતાની જ મોટી બહેનના પતિ સાથે મળી ગઈ આંખ, જીજાજી સાથેના સંબંધોમાં સાળીની થઈ આવી હાલત

Gujarat

મધ્ય ગુજરાતના વડોદરા જિલ્લાના ડભોઈમાં પ્રેમ સંબંધમાં બનેવીએ જ પોતાની 19 વર્ષીય સાળીને ખેતરમાં ચોરીછુપીથી બોલાવીને ગળું દબાવીને ઓઢણીથી ગળે ટુંપો દઈ હત્યા કરી નાખી હતી. આ ઘટનામાં પોલીસે હત્યારા બનેવીની ધરપકડ કરી હતી. મહત્વની વાત એ છે કે, મૃતકનો મૃતદેહ 25 માર્ચે મંડાળા ગામના ખેતરમાંથી મળી આવ્યો હતો. પ્રેમસંબંધ હોવાથી ગર્ભ રહી જતાં સાળી પોતાના બનેવીને લગ્ન કરી લેવા નહીં તો પિતાને જાણ કરી દેવાની ધમકી આપતાં બનેવીએ જ હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં પર્દાફાશ થયો છે.


વડોદરા લોકલ ક્રાઈમ બ્રાંચે જણાવ્યું કે, 24 માર્ચે ડભોઈના મંડાળા ગામમાં રહેતી યુવતીને લઈને તેના પિતા મંડાળાથી પીસઈ જતાં રોડની બાજુમાં આવેલા ખેતરમાં બપોરે 2 વાગે દીવેલા કાપવા ગયા હતા. જ્યાં યુવતી રોડની સામેની બાજુમાં આવેલા દીવેલાના ખેતરમાં કુદરતી હાજતે ગયા બાદ પરત ફરી નહોતી. જ્યારે 25 માર્ચે બપોરે 1 વાગે યુવતીનો મૃતદેહ મંડાળા ગામના દીપક કાંતિભાઈ પટેલના એરંડાવાળા ખેતરના સેઢા પર પડેલી હોવાનું જોવા મળ્યું હતું. જેમાં યુવતીના પાયજામાનું નાડું છૂટું હતું અને તેના ગળામાં દુપટ્ટો બાંધેલો હતો.


આ અંગે એલસીબી અને એસઓજીએ મૃતકના સ્વજનોની પૂછપરછ હાથ ધરાતાં મૃતક યુવતીના બનેવી મુકેશ કુમજીભાઈ ડુંગરાભીલની પૂછપરછ કરતાં 7 મહિના પહેલાં તે પોતાની પત્ની અને સાસુ-સસરા સાથે મંડાળા ગામની સીમમાં જશભાઈ પટેલના ખેતરમાં ખેતીકામ માટે ગયા હતા. ત્યાર બાદ 3 મહિના બાદ વધુ માણસોની જરૂર હોવાથી તેના સસરાની બીજી 2 દીકરીઓને પણ ખેતી કામ માટે બોલાવી લીધી હતી.


આ દરમિયાન મૃત્યુ પામનાર યુવતી અને મુકેશ વચ્ચે પ્રેમસંબંધ બંધાતાં તે યુવતીને ગર્ભ રહી ગયો હતો. જેના કારણે યુવતી તેના બનેવી મુકેશને અનેકવાર લગ્ન કરવાનું જણાવતી હતી અને જો લગ્ન નહીં કરે તો તે તેના પિતાને કહી દહીશ તેમ કહેતાં બંને વચ્ચે ઝઘડો થતો હતો.


વારંવાર ધમકીથી કંટાળીને મુકેશ ડુંગરાભીલે સાળીને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો. તેને ચોરી છુપીથી ખેતરમાં બોલાવીને તેનું ગળુ દબાવી અને દુપટ્ટા વડે ગળે ટૂંપો આપી તેની હત્યા નાખી હતી. પોલીસે હત્યારા મુકેશ ડુંગરાભીલની ધરપકડ કરી હતી. ડભોઇ પોલીસે મુકેશ ડુંગરા ભીલ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *