દક્ષિણના સુપર સ્ટાર અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનની ફિલ્મ ‘પુષ્પાઃધ રાઈઝ સ્ટાર-૧’ ફિલ્મ થિયેટરોમાં જબરી ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મ દક્ષિણની ભાષા તથા હિન્દીમાં ડબ કરીને રજૂ કરવામાં આવી છે જેને ઓપનિંગ કલેકશન જ રૂ.૪૫ કરોડનું મળ્યું છે. ફિલ્મ વિવેચકો અને દર્શકો આ ફિલ્મને પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે. કોરોના કાળ દરમિયાન જ ૫૦ ટકાની કેપિસીટી સાથે થિયટરોમાં આટલો રિસ્પોન્સ મળી રહ્યો છે. તેથી અનેકની આંખો પહોળી થઈ ગઈ છે.
અલ્લુ અર્જુન બે વર્ષનો હતો ત્યારથી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. ૨૦૦૩માં ‘ગંગોત્રી’ ફિલ્મમાં તે મુખ્ય કલાકાર તરીકે જોવા મળ્યો છે. અત્યાર સુધીમાં તેણે ૨૦ જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે.
અલ્લુ એક ફિલ્મમાં રૂ.૧૬થી રૂ.૧૮ કરોડ લે છે. તે વૈભવી જીવન જીવે છે. અને રૂ.૩૬૦ કરોડનો આસામી હોવાનું મીડિયા અહેવાલોમાં જણાવાયું છે. હૈદરાબાદમાં તેનો બંગલો છે, જે રૂ.૧૦૦ કરોડનો છે. ઘરનું ઈન્ટિરિયર જોવા જેવું છે અને ઘરની અંદર શાનદાર કોરિડોર છે.
અલ્લુ અર્જુન પાસે મોંઘીદાટ કારનો પણ મોટો કાફલો છે, જેમાં રેન્જ રોવર, મર્સિડિઝ ઓડી અને બીએમડબલ્યુ જેવી કારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જગુઆર અને પોર્શે કાર પણ છે તેની પાસે એક વેનિટી વેન છે. જેનું નામ ફાલ્કન છે, જેની કિંમત રૂ.સાત કરોડ છે. આ વિનેટી વેનને મોડીફાઈ કરી તેની પાછળ રૂ.૩.૫૦ કરોડનો ખર્ચ કરાયો છે.
અલ્લુ અર્જુને ૨૦૧૧માં સ્નેહા રેડ્ડી સાથે લગ્ન કર્યા છે અને તેને અયાન અને અરહા નામના બે સંતાનો છે. અલ્લુ અર્જુન પ્રસંગોચિંત સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરે છે. જે નિહાળી તેના વૈભવી જીવનની પ્રતિતી મળે છે.