સલમાનને સાબુનો ગાંડો શોખ તો સની ધુએ છે વારંવાર પગ, આ 5 સ્ટાર્સની આદતો છે અજીબોગરીબ

Bollywood

મુંબઈ: બોલિવૂડ સ્ટાર્સની પર્સનલ લાઇફ વિશે જાણવા અંગે હંમેશાં ફેન્સ ઉત્સુ્ક જ હોય છે. કેટલાક લોકો તો તેમના ફેન્સને ભગવાન સમાન માનતા હોય છે અને તેમની કેટલીક આદતોનું અનુકરણ પણ કરતા હોય છે. લોકોને એ જાણવાનો બહુ જ ઉત્સાહ હોય છે કે, તેમના ગમતા સ્ટાર્સ શું ખાય છે, શું પહેરે છે અને શું કરે છે. તેમની નાની-મોટી આદતો વિશે જાણવાની પણ બહુ ઉત્સુકતા હોય છે. આજે અમે તમને તમારા મનગમતા પાંચ સ્ટાર્સની એવી આદતો વિશે જણાવી રહ્યા છીએ, જે જાણીને તમને પણ નહીં આવે વિશ્વાસ.

સલમાન ખાન: બોલિવૂડના દબંગ એક્ટર સલમાન ખાનની વાત કરવામાં આવે તો, એ તો બધાં જ જાણે છે કે, સ્વભાવે બહુ દયાળું છે. હંમેશાં લોકોની મદદ કરવા તૈયાર જ હોય છે અને ફેન્સને પણ એટલો જ પ્રેમ કરે છે. પરંતુ તેમની એક આદત બહુ અજીબ છે. સલમાન ખાનને હર્બલ અને હેન્ડમેડ સાબુ ભેગા કરવાનો બહુ શોખ છે.

કરીના કપૂર: કરીના કપૂરનું નામ સાંભળતાં સુંદર ચહેરો મોંની સામે આવી જાય. એક દીકરી, એક પત્ની અને એક માની સાથે કરીનાએ પોતાની કરીયરને પણ બહુ સરત રીતે બેલેન્સ કરી રાખ્યું છે. દેશ-વિદેશમાં કરીનાના કરોડો ચાહકો છે, પરંતુ કરીના તેની એક આદતથી પીછો નથી છોડાવી શકતી. કરીનાને નખ ચાવવાની ખરાબ આદત છે અને તે તેને છોડી જ નથી શકતી.

અમિતાભ બચ્ચન : અમિતાભ બચ્ચનની એક આદત વિશે જાણીને તો તમને આશ્ચર્ય થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમિતાભ ક્યારેક-ક્યારેક બે ઘડિયાળા પહેરીને બહાર નીકળી પડે છે. જ્યારે પણ તેમના ઘરમાંથી કોઇ વિદેશ જતું હોય ત્યારે તે એક ઘડિયાળ ઈન્ડિયન ટાઇમ અને બીજી ઘડિયાળ તે બીજા દેશના સમય અનુસારની પહેરે છે. આવું તે એ માટે કરે છે કે, તેઓ ઘડિયાળમાં તે જગ્યાના સમય અંગે પણ જાણી શકે.

સની લિયોની : આ યાદીમાં સની લિયોનીનું પણ નામ છે. સનીને વારંવાર પગ ધોવાની આદત છે. તે દર થોડા-થોડા સમયે પગ ધુએ છે. તેની આ જ આદતના કારણે તે ઘણીવાર મોડી પણ પડે છે.

શાહરૂખ ખાન : બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનને પણ આવી એક અજીબ આદત છે. કહેવાય છે કે, શાહરૂખ પાસે હજારોની સંખ્યામાં જીન્સ છે. આ સિવાય શાહરૂખને વીડિયો ગેમ્સ અને ગેમિંગ ગેજેટ્સનો પણ બહુ શોખ છે. જ્યારે પણ શાહરૂખને સમય મળે ત્યાર શોખ પૂરા કરવા લાગી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Warning: file_exists(): open_basedir restriction in effect. File(/opt/a2-optimized/wordpress/recaptchalib_v2.php) is not within the allowed path(s): (/www/wwwroot/lovelygujarat.com/:/tmp/) in /www/wwwroot/lovelygujarat.com/wp-content/plugins/a2-optimized-wp/A2_Optimized_Plugin.php on line 205