મુંબઈઃ કરીના કપૂર હાલમાં પોતાનો પ્રેગ્નન્સી પીરિયડ એન્જોય કરી રહી છે. કરીનાને હાલમાં આઠમો મહિનો જાય છે. પ્રેગ્નન્સીના આ મહિને પણ કરીના આરામ કરવાને બદલે પોતાના કામ ઝડપથી પતાવી રહી છે. કરીના કપૂર રોજ સાંજે ઘરની બહાર ચાલવા નીકળે છે. ક્યારેક પતિ સૈફ સાથે તો ક્યારેક એકલી જોવા મળે છે. કરીના હાલમાં જ સાંજે પોતાના ઘરની બહાર એકલી જોવા મળી હતી. કરીના આ સમયે ટ્રાન્સપરન્ટ આઉટફિટ પહેર્યાં હતાં.
કરીના બીજા બાળકના જન્મ પહેલાં નવા ઘરમાં શિફ્ટ થવાની છે. કરીનાને ચાલવામાં તકલીફ પડતી હતી. તેનું વજન ખાસ્સું એવું વધી ગયું છે. પગમાં પણ હવે સોજા આવી ગયા છે. કોરોનાને કારણે તેણે માસ્ક પહેર્યો હતો અને તે મેકઅપ વગર જ જોવા મળી હતી.
કરીના લૂઝ ફ્રોકમાં જોવા મળી હતી. તે હાલમાં સ્ટાઈલ કરતાં કમ્ફર્ટ પર વધારે ભાર આપી રહી છે. કરીનાએ કહ્યું હતું કે તે બીમાર નથી કે ઘરે બેસીને આરામ કરે. પ્રેગ્નન્સીમાં થોડી ઘણી તકલીફ થાય પરંતુ તે એટલી બધી પણ હોતી નથી. માત્ર પ્રેગ્નન્સીને કારણે તે કામ છોડી શકે નહીં.
હાલમાં જ કરીનાએ સોશિયલ મીડિયામાં બ્લેક એન્ડ વ્હાઈટ તસવીર શૅર કરી હતી. આ તસવીર શૅર કરીને કરીનાએ કહ્યું હતું કે તે રાહ જોઈ રહી છે.
સૈફ અલી ખાન હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. માનવામાં આવે છે કે સૈફ ‘ભૂત પોલીસ’ના શૂટિંગ માટે જેસલમેર ગયો છે.