કાંકરેજના ઈન્દ્રમણા ગામે ચંદ્રમોલેશ્વર મહાદેવના મંદિર પ્રાંગણમાં રહેલા લીમડાના વૃક્ષમાંથી છેલ્લા દોઢેક માસથી દૂધ જેવું પ્રવાહી નીકળી રહ્યું છે. આ ઘટનાને લઈ લોકોમાં કુતૂહલ સર્જાયું છે. આજુબાજુમાં રહેતા લોકો રોજ ઊમટી પડે છે અને આ પ્રવાહીને ઔષધિ માની પોતાના ઘરે લઈ જઈ રહ્યા છે. ડાયાબિટીસ કે વા જેવા રોગનો ઉપચાર સમજી અને આસ્થાનો ભાવ રાખી લોકો આ પ્રવાહીને પોતાના ઘરે લઈ જાય છે.
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર કાંકરેજના ઈન્દ્રમણા ગામે આવેલા ચંદ્રમોલેશ્વર મહાદેવના મંદિરના પ્રાંગણમાં રહેલા લીમડાના વૃક્ષમાંથી છેલ્લા દોઢેક માસથી દૂધ જેવું પ્રવાહી વહી રહ્યું છે. સ્થાનિકો આસ્થાનું પ્રતીક માની આ પ્રવાહીને ઘરે લઈ જઈ રહ્યા છે.
આ અંગે સ્થાનિકે જણાવ્યું હતું કે ચંદ્રમોલેશ્વર મહાદેવ ભગવાનની જગ્યામાં એક એવો લીમડો છે, જેમાંથી દૂધ જેવું પ્રવાહી નીકળે છે. એ પ્રવાહીને ગામના તેમજ આજુબાજુનાં ગામના લોકો લઈ જાય છે. કોઈને ડાયાબિટીસ હોય કે વા હોય તેવા રોગનો ઉપચાર સમજી અને આસ્થાનો ભાવ રાખી તેઓ આ પ્રવાહીને પોતાના ઘરે લઈ જઈ રહ્યા છે. લોકોના કહેવા મુજબ આ ઔષધિ દવા કહેવાય, તેમની આસ્થા પ્રમાણે તેઓ ઘરે લઈ જાય છે. અહીં દોઢ મહિનાથી સતત આ પ્રવાહી ચાલુ છે.
કાંકરેજના ઇન્દ્ર માણા ગામ ખાતે આજે લીમડામાંથી નીકળેલા દૂધ જેવા પદાર્થને ધરાને જીતુભાઈ વેદ દ્વારા વધુ વિગત આપી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે આ ધારા લીમડાનો મધ તરીખે ઓળખાય છે. ખાસ કરીને આ દૂધ જેવા પદાર્થ જુના લીમડાના થડમાં પાણી ભરપૂર હોય તો લીમડામાંથી બહાર નીકળતું હોય છે આ લીમડામાંથી નીકળતું દૂધ જેવો પદાર્થ ચામડીના રોગ માટે તેમજ દમની બીમારી માટે તેમજ ગરમીનો રોગની બીમારી માટે પહેલા વાપરતા હતા તેમજ લોહીને સુધારા માટે પણ ઉપયોગી હોય છે. આ લીમડામાંથી નીકળતા દૂધ જેવા પદાર્થ આ સીઝનમાં ખાસ જોવા મળે છે.