બે બાળકો અને પત્નીને છોડી સાળી સાથે ફરાર થયો જીજાજી, પરિવારમાં હાહાકાર મચ્યો

National

બિહારના સમસ્તીપુરની જીજાજી અને સાળીના સંબંધોને લજાવતી ઘટના સામે આવી છે. અહીં પતિ-પત્ની અને બંને બાળકોને છોડીને સાળી સાથે યુવક ફરાર થઈ ગયો છે. આ ઘટના રસોડા વિસ્તારની છે. આ અંગે યુવકની સાસુએ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં જાણવા જોગ ફરિયાદ કરી કાર્યવાહી કરવા માગ કરી છે.

આ મામલે સાસુએ તેના જમાઈ સામે ખાનાપુરના રહેવાસી મિંટૂ કુમાર પર દીકરી સાથે લગ્ન કરવા માટે ભગાડી ગયો હોવાનો આરોપ પણ લગાવ્યો છે. આ અંગે સાસુએ જણાવ્યું કે, મારી મોટી દીકરીના લગ્ન પછી જમાઈ ઘરે સતત આવતો રહેતો હતો.

આ દરમિયાન તક મળતાં જ મારી દીકરીને ફોસલાવીને ઘરમાંથી બે લાખ રૂપિયાના ઘરેણાંની ચોરી કરીને ભગાડી ગયો છે. જ્યારે મારી મોટી દીકરીના બે બાળકો પણ છે. તેમણે જણાવ્યું કે, આ પહેલાં પણ જમાઈ અન્ય દીકરીને ભગાડીને લઈ ગયો હતો.

પરંતુ સમાજના લોકોના દબાવથી તે પાછો આવી ગયો અને માફી માગ્યા પછી ઘરે જ રહેવા લાગ્યો હતો. આ સંબંધમાં રસોડા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે, પ્રાથમિક ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ તપાસ કરી રહી છે. જલદી જ છોકરીને શોધી લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *