જેઠાલાલના કારણે બબિતાને મળી હતી ‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’ સિરીયલમાં એન્ટ્રી! જુઓ તસવીરો

Bollywood Feature Right

મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલ ભાગ્યે જ કોઈ ગુજરાતી હશે, જેણે આ સીરિયલ એક વાર ના જોઈ હોય. આ સીરિયલના દરેક કલાકારો પોતાની આગવી એક્ટિંગ અને અંદાજને કારણે જાણીતા છે. આ સીરિયલમાં જેઠાલાલ હોય કે બબિતા કે પછી ભીડે કે ટપુસેના. ચાહકોમાં દિલમાં આ તમામનું આગવું સ્થાન છે. સીરિયલમાં જેઠાલાલ તથા બબિતાની આગવી કેમિસ્ટ્રી જોવા મળી છે. સીરિયલમાં જેઠાલાલ જ્યારે પણ બબિતાને જુએ ત્યારે તે ફ્લર્ટ કરવામાં પાછા પડતા નથી. જેઠાલાલ અને બબિતા વચ્ચેની મીઠી વાતો ચાહકોને ઘણી જ પસંદ આવે છે.

જેઠાલાલને કારણે જ બબિતાને મળી આ સીરિયલઃ વર્ષ 2008માં પ્રોડ્યૂસર અસિત મોદીએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલ બનાવવાની જાહેરાત કરી હતી. આ સીરિયલમાં જેઠાલાલના રોલમાં દિલીપ જોષીને લેવામાં આવ્યા હતાં. દિલીપ જોષીએ જ બબિતાજીના પાત્ર માટે મુનમુન દત્તાના નામનું સૂચન કર્યું હતું. આમ પણ મુનમુન દત્તા તથા દિલીપ જોષી એકબીજાને વર્ષ 2004થી ઓળખતા હતાં.

મુંબઈના પોશ એરિયામાં રહે છેઃ મુનમુન દત્તા મુંબઈમાં અંધેરીમાં રહે છે. મુનમુન દત્તા અંધેરી (વેસ્ટ)માં રહે છે. અહીંયા એક્ટ્રેસ પોતાની માતા સાથે રહે છે. ઉલ્લેખનીય છે કે એક્ટ્રેસના પિતાનું થોડા વર્ષ પહેલાં જ નિધન થયું હતું.

અંગ્રેજીમાં માસ્ટર ડિગ્રીઃ મુનમુન દત્તા મૂળ બંગાળી છે પરંતુ તેણે પૂનામાં તેણે અંગ્રેજીમાં માસ્ટર ડિગ્રી લીધી છે. અહીંયા તે ફેશન શોમાં ભાગ લેતી હતી. અહીંયા બબિતાએ ગ્લેડરેગ્સ માટે ઓડિશન પણ આપ્યું હતું. આ ઓડિશનને કારણે એક્ટ્રેસ મુંબઈ આવી હતી અને ગ્લેમર વર્લ્ડને ઓળખતી થઈ હતી.

શો-જાહેરાતોમાં કામ કર્યું છેઃ મુંબઈ આવીને બબિતાએ શરૂઆતમાં કેટલીક જાહેરાતોમાં કામ કર્યું હતું. ત્યારબાદ તેને વર્ષ 2004માં ઝી ટીવીની ‘હમ સબ બારાતી’થી એક્ટિંગ કરિયર શરૂ કરી હતી. આ સીરિયલમાં તેની જેઠાલાલ એટલે કે દિલીપ જોષી તથા ભાવના બાલસવેરા પણ હતાં. જોકે, થોડો સમય બાદ જ આ સીરિયલ બંધ થઈ ગઈ હતી. સીરિયલ બંધ થતાં બબિતાએ ફરી પાછું ફેશન શો તથા જાહેરાતોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું.

કમલ હાસનની ફિલ્મમાં કામ કર્યું છેઃ મુનમુન દત્તાએ કમલ હાસનની ફિલ્મ ‘મુંબઈ એક્સપ્રેસ’માં પણ કામ કર્યું છે. આ ફિલ્મ વર્ષ 2005માં રિલીઝ થઈ હતી. આ ઉપરાંત બબિતાએ ‘હોલિડે’ તથા ‘ઢીંચાક એન્ટરપ્રાઈઝ’ જેવી ફિલ્મ્સમાં પણ કામ કર્યું છે.

મુંબઈમાં જન્મઃ વાત જેઠાલાલ એટલે કે દિલીપ જોષીનો જન્મ 26 મે 1968ના રોજ મુંબઈમાં થયો હતો. દિલીપ જોષી મૂળ પોરબંદરના ગોસા ગામ તેમનું વતન થાય છે. તેમણે એન એમ કોલેજ ઓફ કોમર્સમાંથી બી કોમની ડિગ્રી લીધી હતી.

કોલેજ દરમિયાન બેવાર અવોર્ડ મળ્યોઃ કોલેજ દરમિયાન દિલીપ જોષીને આઈએનટી (ઈન્ડિયન નેશનલ થિયેટર)માં તેમને બેવાર બેસ્ટ એક્ટરનો અવોર્ડ આપવામાં આવ્યો હતો.

સલમાનની ફિલ્મથી કરી એક્ટિંગની શરૂઆતઃ દિલીપ જોષીએ સલમાન ખાનની ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’માં રામુનો રોલ પ્લે કરીને એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.

સલમાનની ફિલ્મથી કરી એક્ટિંગની શરૂઆતઃ દિલીપ જોષીએ સલમાન ખાનની ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’માં રામુનો રોલ પ્લે કરીને એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.

સીરિયલમાં પણ કર્યું છે કામઃ દિલીપ જોષીએ ફિલ્મની સાથે સાથે તેમણે ટેલિવિઝન ક્ષેત્રે ‘હમ સબ બારાતી’, ‘સીઆઈડી’, ‘એફઆઈઆર’ અને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ જેવી સીરિયલ્સમાં કામ કર્યું.

બે સંતાનોઃ દિલીપ જોષીએ જયમાલા સાથે લગ્ન કર્યાં છે અને તેમને સંતાનોમાં એક દીકરી તથા એક દીકરો છે. તેમની દીકરી નિયતી જોષી તથા દીકરો રિત્વિક જોષી છે.

ભિખારીએ જેઠાલાલ કહીને પાડી હતી બૂમઃ એક ઈન્ટરવ્યૂમાં દિલીપ જોષીએ કહ્યું હતું કે તેઓ ઓપન જીપમાં અમદાવાદમાં જતા હતાં અને સિગ્નલ પર જીપ ઊભી રહી હતી. અહીંયા એક ભિખારીએ જેઠાલાલ…જેઠાલાલની બૂમો પાડી હતી. બૂમ સાંભળીને દિલીપ જોષીને લાગ્યું કે ભિખારીએ તેને ક્યા જોયો હશે? તેના ઘરમાં ટીવી હશે?

આબાલ-વૃદ્ધ તમામ ઓળખેઃ જેઠાલાલે કહ્યું હતું કે એક લગ્નમાં તેમને એક મહિલાને મળ્યા હતાં અને તેણે કહ્યું હતું કે તેની માતાની ઉંમર 80 વર્ષની છે અને તઓ ઘરમાં કોઈને ઓળખતા નથી પરંતુ જ્યારે પણ ‘તારક મહેતા..’ સીરિયલ આવે ત્યારે જેઠાલાલને તરત જ ઓળખી જાય છે અને બૂમો પાડવા લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *