મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સિરિયલ છેલ્લાં 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરાવી રહી છે. આ સિરિયલ દર્શકોને ખૂબ જ પ્રિય છે. આ સિરિયલના કેરેક્ટર અને કલાકાર પણ ખૂબ જ ફૅમશ થઈ ગયા છે. સિરિયલને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો છે. દરેક કેરેક્ટર લોકોને તેમની અદભૂત એક્ટિંગથી ખૂબ હસાવે છે. વર્ષ 2008માં શરૂ થયેલી આ સિરિયલ નાના પડદે સૌથી લાંબી ચાલનારી સિરિયલ છે. આ સિરિયલના કલાકારો પણ ખૂબ જ મોટી ફી લે છે પણ, તમને ખબર છે કે, દિલીપ જોશી અને શૈલેષ લોઢા દરેક એપિસોડના કેટલી ફી લે છે.
‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ ટીવીની દુનિયાની સૌથી પોપ્યુલર સિરિયલમાંથી એક છે. ભારતીય ટેલિવિઝનના ઇતિહાસમાં આ સૌથી પોપ્યુલર અને સૌથી લાંબી ચાલનારી કોમેડી સિરિયલ છે. સૂત્રોના જણાવ્યા મુજબ, લૉકડાઉન પહેલાં જ સિરિયલના મેકર્સે કલાકારોની ફીમાં વધારો કર્યો છે.
‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સિરિયલમાં જેઠાલાલનો રોલ પ્લે કરનારા દિલીપ જોશી દરેક એપિસોડની 1.50 લાખ રૂપિયા ફી લે છે. તે સિરિયલનું લીડ કેરેક્ટર પ્લે કરે છે. એટલે તેમની ફી સૌથી વધારે છે.
‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સિરિયલમાં ચંપકલાલનો રોલ પ્લે કરનારા અમિત ભટ્ટ ખૂબ જ પોપ્યુલર છે. સૂત્રના જણાવ્યા મુજબ, તે દરેક એપિસોડના 70થી 80 હજાર રૂપિયા ફી લે છે, પણ સૌથી રસપ્રદ વાત છે કે, રિયલ જિંદગીમાં ‘તારક મહેતા’ એટલે કે શૈલેષ લોઢા પણ એક એપિસોડની અંદાજે 1 કે 1.25 લાખ રૂપિયા ફી લે છે.
મહત્ત્વનું છે કે, ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના નવા એપિસોડનું શૂટિંગ ફરી ચાલુ કરવામાં આવ્યું છે અને ગોકુલ ધામ સોસાયટીના સેટ પર સાવધાની સાથે શૂટિંગ કરવામાં આવી રહ્યું છે.