જે ઘરમાં હોય છે આ 10 ચીજો, ત્યાં રહે છે લક્ષ્મીની ઊણપ, આજે જ કરો દૂર

Religion

દરેક ઘરમાં અનેક ચીજો હોય છે. ક્યારેક તેમાંની કેટલીક ખરાબ થઇ જાય છે અથવા બગડી જાય છે. તેને ક્યારેક આપણે એમ જ રહેવા દઇએ છીએ. તે આપણી પ્રગતિમાં બાધા બની શકે છે. તેના કારણે ઘરમાંથી લક્ષ્મી નારાજ થઇ જાય છે. આજે અહીં એવી 10 ચીજોની વાત કરી રહ્યા છીએ કે જે ઘરમાં ઘન અને સુખ લાવવામાં બાધા બને છે. તો જાણી લો આ ચીજોને વિશે અને કરી દો તેને ઘરમાંથી ઝડપથી દૂર.

  • ઘરમાં કબૂતરનો માળો વાસ્તુ પ્રમાણે અશુભ ગણાય છે. તેના કારણે ઘરમાં કોઇ મોટી મુસીબત આવી શકે છે.
  • ઘરમાં મધપૂડો હોય તો તેને હટાવી દેવો, તે અશુભ ગણાય છે. તેના કારણે અનેક દુર્ઘટનાઓ આવી શકે છે.
  • ઘરમાં જાળા થયા હોય તો તેને હટાવી દો. વાસ્તુ અનુસાર તે સમસ્યાઓને વધારે છે.
  • ઘરમાં જો તૂટેલો કાચ હોય તો તેને ઘરમાંથી હટાવી દો. વાસ્તુ અનુસાર તે નકારાત્મક ઉર્જા લાવે છે.
  • ઘરમાં ચામાચિડિયાનો પ્રવેશ અશુભ ગણાય છે. તે એકલતાનો સંકેત છે. ઘરમાં અશુભ થાય છે.
  • ઘરમાં જો કોઇ દિવાલ પર તિરાડ છે તો તેને રીપેર કરાવી લો. તે ધનના સંગ્રહમાં બાધા બની શકે છે.
  • કોઇપણ નળમાંથી પાણી ટપકે છે તો ઘરની પ્રગતિમાં બાધા આવે છે. તેને રિપેર કરાવી લેવા આવશ્યક છે.
  • ઘરની અગાશી પર બેકારની ચીજો રાખી હોય તો તેને હટાવીને સાફ કરો. તે લક્ષ્મીને માટે નકારાત્મક છે.
  • પૂજાઘરમાં હંમેશા ફ્રેશ ફૂલ રાખો. વાસી ફૂલો ત્યાં રાખવાથી લક્ષ્મી આવતી અટકે છે.
  • ઘરના કૂંડામાં જો ફૂલ કે છોડના પાન સૂકાઇ ગયા છે તો તેને તોડીને ફેંકી દો. ઘરમાં જલ્દી ધન આવશે.
  • ઘરમાં કોઇ ઇલેક્ટ્રિક સાધનો બંધ પડી રહ્યા છે તો તેને ઝડપથી બહાર કરી દેવા જોઇએ. તે ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *