સિંગર નેહા કક્કરે રાઇઝિંગ સ્ટાર રોહનપ્રીત સાથે લગ્ન કર્યા પછી સતત ચર્ચામાં છે. જ્યારે પણ કપલ એક સાથે સ્પોટ થાય છે, ત્યારે બંનેનું જબરદસ્ત બોન્ડિંગ જોવા મળે છે. આવું જ બોન્ડિંગ હાલમાં જ જોવા મળ્યું હતું. હાલમાં જ કપલ એરપોર્ટ પર સ્પોટ થયું હતું. જ્યાં રોહનપ્રીતનો જબરદસ્ત અંદાજ જોવા મળ્યો હતો. હવે બંનેના ફોટો ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહ્યા છે.
લૂકની વાત કરીએ તો આ દરમિયાન નેહા કક્કર ક્રોપ ટૉપ અને બ્લેક પેન્ટમાં સુંદર લાગતી હતી. તેમના ચહેરા પર બ્લેક માસ્ક અને ખુલ્લા હેર લૂકને કમ્પલિટ કર્યો હતો.
તો રોહન પણ બ્લેક એન્ડ વ્હાઇટ કોન્ટ્રાસમાં પરફેક્ટ દેખાઈ રહ્યો છે. એક હાથ પત્નીની કમર પર રાખ્યો છે અને બીજા હાથે બેગ કેરી કરી રોહનપ્રીત જબરદસ્ત બોન્ડિંગ બનાવી રહ્યા છે. આ દરમિયાન બંનેનો આ અંદાજ જોતાં જ બની રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, નેહા રોહનપ્રીત પોતાની મેરેજ લાઇફમાં ખૂબ જ ખુશ છે. કપલ સોશિયલ મીડિયા પર ઘણીવાર પોતાની સારી ક્ષણોના ફોટો શેર કરતી રહે છે.