‘મારો પતિ કાનમાં બુટ્ટી પહેરી હોઠ પર લિપસ્ટિક લગાવીને ફરે છે, રિલેશન નથી બનાવતો’

National

ઈન્દોરની એક મહિલાએ પતિ પર આરોપ લગાવતાં કહ્યું હતું કે મારો પતિ રોજ સાંજે માથા પર હેર બેન્ડ, ચાંદલો, કાનમાં બુટ્ટી પહેરવાની સાથે સાથે હોઠ પર લિપસ્ટિક લગાવીને તૈયાર થાય છે. મને છોડીને તે બીજા રૂમમાં જઈને એકલો સૂઈ જાય છે. પત્નીએ તેના પતિ પર મહિલાની જેમ રહેવાનો આરોપ લગાવ્યો છે. પત્નીએ આ વિશે કોર્ટમાં અરજી કરી છે.

પત્નીએ જણાવ્યું હતું કે લગ્ન પહેલાં 2 વર્ષ સુધી અમારા બંનેનું અફેર હતું. અમારા બંનેની જ્ઞાતિ અલગ હોવા છતાં પરિવારજનોએ લગ્ન કરાવી આપ્યાં. લગ્ન પછી હું પતિ સાથે પુણે આવી ગઈ. અહીં આવ્યા પછી ખબર પડી કે પતિ અહીં અમુક યુવકોના ગ્રુપ સાથે રહે છે અને આ ગ્રુપના દરેક લોકો રાત થતાં મહિલાઓની જેમ તૈયાર થાય છે.

પત્નીએ કોર્ટમાં પુરાવા રજૂ કર્યો
પત્નીએ જણાવ્યું હતું કે મેં આ વાત મારાં પરિવારજનોને જણાવી તો તેમણે મને ઈન્દોર પાછા આવી જવા કહ્યું, પરંતુ પતિ પુણેમાં જ રહેવા માટે જીદ કરતો હતો. એક દિવસ તે સ્ત્રીની જેમ તૈયાર થઈને મારી પાસે આવ્યો અને મારા પ્રાઈવેટ પાર્ટમાં ઈજા પહોંચાડી. આ વાત પરિવારને કહેતાં તેમણે મને ઈન્દોર પાછી બોલાવી લીધી. પતિના આ વર્તન પછી પત્નીએ પોલીસ સ્ટેશનમાં એન્જિનિયર પતિ સામે ફરિયાદ નોંધાવી. એ ઉપરાંત એક અરજી કોર્ટમાં પણ દાખલ કરી અને એમાં પતિ રાતે સ્ત્રી જેવો શ્રૃંગાર કરતો હોવાની વાત પણ કહી. અરજીમાં પતિ સંબંધ ના બનાવતો હોવાની અને બીજા રૂમમાં જઈને સૂઈ જતો હોવાની વાત પણ જણાવી હતી. પીડિતાએ આ વિશે પુરાવા પણ આપ્યા હતા.

બે વર્ષના અફેર પછી લવમેરેજ કર્યા હતા
જિલ્લા કોર્ટમાં એડવોકેટ કૃષ્ણ કુમાર કુન્હારે અને ઈશ્વર કુમાર પ્રજાપતિએ જણાવ્યું હતું કે લસૂડિયાના મહાલક્ષ્મીનગરમાં રહેતી 26 વર્ષની પીડિતાના લગ્ન 29 એપ્રિલ 2018ના રોજ ઈન્દોરના 32 વર્ષના એન્જિનિયર દિલેશ્વર સાથે થયા હતા. લગ્નના થોડા સમય પછી જ પતિ સહિત સાસુ અને નણંદ પરેશાન કરતા હતા. તેથી પીડિતાએ આ વિશે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. પરિણામે, ત્યારે પણ દિલેશ્વરને જેલ જવું પડ્યું હતું.

પુણેથી જબરદસ્તી ઈન્દોર મૂકી ગયો
પતિ પીડિતાને પુણે લઈ ગયો. ત્યાં નાનીમોટી જરૂરિયાત માટે પૈસા માગતો હતો. નાની નાની વાતે ઝઘડા થાય તો તે બીજા રૂમમાં જઈને સૂઈ જતો. તેણે કદી પતિ-પત્ની તરીકેના સંબંધ નહોતા બનાવ્યા. 2020માં પત્નીને કારણે બહેનની તબિયત ખરાબ હોવાની વાત કરીને તે પત્નીને જબરદસ્તી ઈન્દોર તેના પિયર મૂકીને જતો રહ્યો હતો.

મહિલા અને બાળ વિકાસ વિભાગે તપાસ કરી
પત્નીએ વકીલની મદદથી અમુક પુરાવા પણ કોર્ટમાં રજૂ કર્યા હતા. તેની તપાસ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. આ તપાસ રિપોર્ટ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

હવે દર મહિને 30 હજાર રૂપિયા આપવા પડશે
આ કેસમાં કોર્ટે ગુરુવારે ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે પીડિતાના પતિએ દર મહિને રૂ. 30 હજારનું વળતર આપવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ આદેશ 5 માર્ચ 2021થી લાગુ કરવાનો પણ આદેશ આપ્યો છે. આમ, પતિએ હવે પીડિતાને માર્ચ-એપ્રિલ-મે અને જૂન મહિનાના વળતર પેટે રૂ. 1,20,000 તાત્કાલિક આપવા પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Warning: file_exists(): open_basedir restriction in effect. File(/opt/a2-optimized/wordpress/recaptchalib_v2.php) is not within the allowed path(s): (/www/wwwroot/lovelygujarat.com/:/tmp/) in /www/wwwroot/lovelygujarat.com/wp-content/plugins/a2-optimized-wp/A2_Optimized_Plugin.php on line 205