હૃતિકે કારમાં જ 16 વર્ષ નાની પ્રેમિકા સબા આઝાદને કિસ કરી

Bollywood

તાજેતરમાં જ ઈન્ટરનેટ પર ઋતિક રોશનનો એક વીડિયો વાયરલ બન્યો છે, જેમાં તે તેની ગર્લફ્રેન્ડ સાથે જાહેરમાં લિપલૉક કરતા જોવા મળી રહ્યા છે, વાસ્તવમાં ઋતિક તેની આગામી ફિલ્મ ફાઈટરના આગામી શિડ્યૂલના શૂટિંગ માટે જઈ રહ્યા હતા ત્યારે સબા તેમને એરપોર્ટ પર મૂકવા માટે આવી હતી. આ દરમિયાનનો તેમનો એક વીડિયો વાયરલ બન્યો છે.

વીડિયોમાં જોવા મળે છે કે, ગાડીમાંથી ઉતરતાં પહેલાં ઋતિક સબાની બાજુની સીટ પર બેસે છે અને પછી બંને એકબીજા સાથે લિપલૉક કરતાં જોવા મળે છે. કિસ કર્યા બાદ બંને ગાડીમાંથી બહાર આવે છે. તેમનો આ લિપલૉક કરતો વીડિયો જોઈ લોકો જાત-જાતની કમેન્ટ્સ કરી રહ્યા છે અને ખરું-ખોટું સંભળાવી રહ્યા છે. એક વ્યૂઅરે તો એમ પણ પૂછ્યું કે, “શું આ કરવું જરૂરી હતું?” તો બીજા એકે મહેણું મારતાં કહ્યું, કદાચ ઘરે કિસ કરવાનું ભૂલી ગયા હશે.

ઋતિક રોશન અને સબા આઝાદને આમ એરપોર્ટ પર જાહેરમાં કિસ કરતા જોઈ લોકો પોતાની ભડાશ કાઢી રહ્યા છે. એકે તો કમેન્ટમાં લખ્યું છે – આમને શરમ નામની કોઈ વસ્તુની ખબર જ નથી. તો અન્ય એકે લખ્યું – સૌની સામે કિસ. તો વધુ એકે કહ્યું – ઋતિકને સબા કરતાં વધારે સારી મળી શકતી હતી. એક યૂઝરે મજાક ઉડાવતાં કહ્યું – પોતાના પાપાની ઉંમરના છોકરાને કિસ કરી રહી છે પાગલ.

વધુ એક યૂઝરે કહ્યું – બેશરમ લોકો. તો બીજા એક યૂઝરે લખ્યું – હદ થઈ ગઈ યાર. એક યૂઝરે લખ્યું છે – સબાને પરફેક્ટ શુગર ડેડી મળ્યા છે. તો એક યૂઝરે ગુસ્સામાં લખ્યું – શું નોનસેન્સ છે. આ રીતે ઘણા લોકોએ કમેન્ટ્સ કરી છે. તો કેટલાક લોકોએ તો ઋતિકની પર્સનાલિટી પર પણ કમેન્ટ્સ કરી છે.

ઉલ્લેખનિય છે કે, વર્ષ 2022 માં ૠતિક રોશનની માત્ર એકજ ફિલ્મ વિક્રમ વેધા રિલીઝ થઈ છે. પુષ્કર-ગાયત્રીની ફિલ્મમાં ઋતિકની સાથે સૈફ અલી ખાન અને રાધિકા મર્ચન્ટ લીડ રોલમાં હતી. આ ફિલ્મ આ જ નામથી બનેલ સાઉથ મૂવીની હિંદી રીમેક છે. જોકે, ફિલ્મ બૉક્સ ઑફિસ પર સુપરફ્લોપ સાબિત થઈ છે.

હવે ઋતિક તેમની આગામી ફિલ્મ ફાઈટર પર ફોકસ કરી રહ્યા છે. દીપિકા પાદુકોણ સાથેની આ ફિલ્મ 25 જાન્યુઆરી, 2024 માં રિલીઝ થશે. ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદની આ ફિલ્મના કેટલાક ભાગનું શૂટિંગ તાજેતરમાં જ કશ્મીરમાં થઈ હતું. આ ફિલ્મ સિવાય ઋતિક વૉર 2 માં પણ જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *