ગુજરાતમાં ડરામણો અકસ્માત, ડમ્પર દિવાલ તોડી ડમ્પર વીજ થાંભલા સાથે અથડાયું

Gujarat

પાટણ હાંસાપુર નજીક ગઈકાલે મધરાતે એક ડમ્પર ચાલક વળાંકમાં સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા ડમ્પર સાગરડેરીની દિવાલ તોડી અંદર ઘુસ્યું હતું. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થવા નહોતી પામી. આ અકસ્માતના અવાજથી નજીકના લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા અને ઘટનાસ્થળે લોકોના ટોળાં વળ્યાં હતાં.


પાટણ હાંસાપુર હાઇવે ઉપર ગઈકાલે મંગળવારે રાત્રે 12 વાગ્યાની આસપાસ એક ડમ્પર ચાલક ફૂલ સ્પીડમાં પસાર થઈ રહ્યો હતો. દરમિયાન વળાંકમાં તેણે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતાં ડમ્પર હાઇવે ઉપર આવેલી દૂધસાગર ડેરીની દિવાલ તોડીને અંદર ઘુસી ગયું હતું.


સદનસીબે ડમ્પર બાજુના રહેણાંક મકાનમાં ન ઘૂસતા કોઈ જાનહાનિ થવા પામી ન હતી. પરંતુ અકસ્માત એટલો ભયાનક હતો કે ડમ્પર ડેરીની દિવાલ તોડી વીજ થાંભલાને અથડાયું હોવાથી મોટા અવાજને લઈ આસપાસના રહીશો ઊંઘમાંથી જાગી ગયા હતા.


ઘટનાસ્થળની બાજુમાં રહેતાં સ્થાનિક મહિલા ચંદ્રિકા બહેન દ્વારા જણાવાયું હતું કે “અમે ઘરમાં સુતા હતા ત્યારે રાત્રે 12 વાગ્યાની આસપાસ ધડાકો થયો હતો અને વીજ લાઈન અમારા ઘર ઉપર પડી હતી. જો કે અમે ઘરની બહાર નીકળી જતાં બચી ગયા હતા.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *