આ ખેડૂત ઘી બનાવીને વર્ષે કરે છે 3 કરોડ રૂપિયાની કમાણી, 123 દેશોમાં કરે છે નિકાસ

Gujarat

‘સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય’ આ યુક્તિને ગુજરાતના ખેડૂતે ખરા અર્થમાં સાર્થક કરી છે. ખાવા-પીવાથી લઈને પૂજા-પાઠ તમામ જગ્યાએ ગાયનું ઘી સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક છે. પણ જો ઘી બિઝનેસનો હિસ્સો બની જાય અને વર્ષ કરોડોની કમાણી કરી આપે તો કેવું લાગે? આવી જ કમાલ રાજકોટના ખેડૂત રમેશભાઈ રૂપારેલિયા કરી છે.

80 રૂપિયા મહિને ચરાવતા હતા ગાયો
મૂળ રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકામાં સાંઢવાયા ગામના વતની 43 વર્ષના રમેશભાઈ રૂપારેલિયા કહે છે કે તેમના પરિવારમાં બધા નિરક્ષર છે. વર્ષ 2002માં ઘરની એવી હાલત થઈ ગઈ હતી કે તેમને પોતાની બધી 10 એકર જમીન વેચવી પડી હતી. પછી તેમણે ગાય ચરાવવાનું શરૂ કર્યું. જેના બદલામાં તેમને દર મહિને 80 રૂપિયા મળતા હતા. ઘર ચલાવવું મુશ્કેલ થઈ ગયું હતું.

છાણ-ગૌમૂત્રથી બનેલા ખાતરનો યુઝ કર્યો અને…
રમેશભાઈ રૂપારેલિયા વર્ષ 2010માં પોતાના પરિવાર સાથે ગામ છોડીને શહેરમાં મજૂરી કરવા આવી ગયા હતા. અહીં એક જૈન પરિવાર રહેતો હતો, જેમની 10 એકર બિનઉપજાઉ જમીન હતી. રમેશભાઈએ પહેલાં 2 ગાય અને 2 બળદ પાળ્યા હતા. તેમણે આ જમીનમાં ડુંગળીની ખેતી કરી. જેમાં છાણ અને ગૌમૂત્રથી બનેલા ખાતરને નાખીને તેમણએ 35 લાખની કમાણી કરી હતી. અહીંથી રમેશભાઈની ગાડી ચાલવા માંડી. ત્યાર પછી તેમણે ધીમે ધીમે ગાય વધારવાની શરૂ કરી અને દૂધ, દહી અને ઘીનો બિઝનેસ શરૂ કર્યો. જેમાંથી બનેલી પ્રોડક્ટસ વેચવાનું શરૂ કર્યું.

4 એકર જમીનમાં ફેલાયેલી છે ગૌશાળા
રમેશભાઈ કહે છે કે અત્યારે અમારી ગૌશાળા 4 એકરમાં જમીને ફેલાયેલી છે. આ ગૌશાળાની ખાસિયત એ છે કે એમાં રમેશભાઈ ગીર ગાય પાળે છે. જેની પ્રોડક્ટ ખૂબ મોંઘી વેચાય છે અને તે હેલ્થ માટે ખૂબ લાભદાયી છે. જ્યારે કોઈ ગાય શારીરિક રીતે નબળી પડી જાય અને દૂઘ દેવાનુ બંધ કરી દે તો લોકો તેને રસ્તા પર છોડી દે છે. પણ રમેશભાઈએ આ પ્રકારની 30 ગાયો પોતાની ગૌશાળામાં લાવ્યા અને તેની સારવાર કરી હતી. આજે તેમની ગૌશાળામાં 150થી વધુ ગાયો છે.

દર મહિને 40 લાખ સુધીની કમાણી
રમેશભાઈ કહે છે કે આ ગાયોના દૂધથી બનેલું ઘી 3500 રૂપિયા પ્રતિ કિલોગ્રામના હિસાબે વેચાય છે. 123 દેશોમાં તેની નિકાસ થાય છે. દેશ ઉપરાંત સૌથી વધુ યુએસએ, યુકે, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને સાઉદી અરબમાં તેમની પ્રોડક્ટની ડિમાન્ડ છે. તેઓ કહે છે કે દર મહિને 40 લાખ સુધીનો બિઝનેસ છે અને જે સતત વધી રહ્યો છે. જ્યારે રમેશભાઈએ આ બિઝનેસ શરૂ કર્યો ત્યારે ફક્ત 5 હજારની જ કમાણી થતી હતી. રમેશભાઈએ દાવો કર્યો હતો કે તેમને ત્યાં પૂરી ઓર્ગેનિક રીતે ઘી બનાવવામાં આવે છે. 32 લિટર દૂધના માખણમાંથી એક કિલો ઘી બને છે.

વિદેશથી લોકો ટ્રેનિંગ લેવા આવે છે
રમેશભાઈ કહે છે કે હું ભલે 7 ચોપડી ભણેલો છું, પણ આજે વિદેશથી લોકો મારે ત્યાં ટ્રેનિંગ લેવા આવે છે. આધુનિક ખેડૂત રમેશભાઈ ટ્રેનિંગ સેન્ટર પણ ચલાવે છે. લોકો દૂરથી જૈવિક ખેતી અને ગાય ઉછેરની તાલીમ લેવા આવે છે. રમેશભાઈને ત્યાં ડોક્ટર, લેખક, પાયલોટ, વૈજ્ઞાનિક જેવા લોકો ગૌપાલનની ટ્રેનિંગ લેવા આવે છે.

મળી ચૂક્યા છે અનેક એવોર્ડ
ગૌપ્રેમી રમેશભાઈએ 12 ભાષામાં એપ્લિકેશન તૈયાર કરી છે. આ એપ્લિકેશન દ્વારા સજીવ ખેતી, ગાયની ખેતીમાં આવતી સમસ્યાઓ અને તેનાં નિરાકરણો અને ખેડૂતોને તાલીમ આપે છે. રમેશભાઈને ગુજરાત સરકાર દ્વારા પણ ઘણા બધા અવોર્ડ મળેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *