ગુજરાતનો બનાવ, ભાઈના મોતથી ચાર બહેનોનું હૈયાફાટ રુદન, હાજર સૌ કોઈ રડી પડ્યા

Gujarat

સૌરાષ્ટ્રમાં ખૂબ ગમગીનભરી ઘટના ઘટી છે. ગીર સોમનાથના વિરોદર ગામે અકસ્માતમાં ચાર બહેનોના એકના એક ભાઈનું કરુણ મોત નિપજ્યું હતું. જુવાનજોઘ દિકરો ગુમાવતા માલધારી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પરિવારમાં કોઈ પુરુષ ન હોવાથી મૃતક યુવાનને તેની ચાર બહેનોએ કાંધ આપી હતી. બહેનોના કરુણ આક્રંદથી આખું ગામ ધ્રુજી ઉઠ્યું હતું સ્મશાનયાત્રામાં સર્જાયેલા ભાવુક દ્રશ્યોથી હાજર સૌ કોઈ રડી પડ્યું હતું. બનાવ એક વર્ષ પહેલાનો છે.

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના વિરોદર ગામે રહેતો ચાર બહેનોનો એકનો એક લાડકવાયો ભાઇ પશુઘન ચરાવવા જઇ રહ્યો હતો તે સમયે બોરવાવ ગામના પાટીયા નજીક કાળમુખા ટ્રકે હડફેટે લેતા મૃત્યું નિપજ્યું હતું. અકસ્માાતના પગલે મૃતક યુવાનના પરિવાર પર આભ ફાટી પડ્યું છે. પરીવારમાં કોઇ પુરૂષ ન હોવાથી મૃતક યુવાનને તેની ચાર બહેનોએ કાંઘ આપી હતી. મૃતકની સ્મશાન યાત્રામાં કરૂણ દ્રશ્યો નિહાળી હાજર સૌ કોઇ લોકોના આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યા હતા.

કઠોર દિલના લોકોને પણ રડાવી નાંખે તેવા કરૂણ બનાવની વિગત મુજબ સુત્રાપાડા તાલુકાના વિરોદર ગામે રહેતો અને પશુઘન સાથે ખેતી કામ કરતો 23 વર્ષીય દેવેન્દ્ર કનુભાઇ ગાઘે ચાર બહેનોનો એકનો એક ભાઇ હતો. સવારના સમયે દેવેન્દ્ર પોતાના પશુઘનને લઇ જંગલ તરફ ચરાવવા લઇ જઇ રહ્યો હતો તે દરમિયાન કાળમુખા ટ્રકે હડેફેટે લેતા કમકમાટી ભર્યુ મૃત્યુ નીપજ્યું હતું.

મૃતક યુવકના પિતાજીનું પણ ચાર માસ પહેલા હાર્ટએટેકના કારણે મૃત્યુ થયું હોવાથી દેવેન્દ્ર ઘરમાં એક પુરૂષ હતો. મૃતક દેવેન્દ્રની ચાર પૈકી એક બહેનના લગ્ન થઇ ગયા હોવાથી તે સાસરે છે, જયારે બે બહેનો પરીતાબેન સોમનાથ સુરક્ષામાં અને જલ્પાબેન પોરબંદર પોલીસમાં ફરજ બજાવે છે અને ચોથી બહેન તેની સાથે વિરોદર ગામે રહે છે.

અકસ્મારતમાં એકના એક લાડકવાયા ભાઇને ગુમાવ્યો હોવાથી ચારેય બહેનો શોકમાં ગરકાવ થઈ ગઈ હતી. ભાઈની મૃતદેહ સામે પોક મૂકીને રડી હતી. બાદમાં ચારેય બહેનોએ પરિવારની ફરજ નિભાવતા ભાઈને કાંધ આપી હતી. આ હદ્રયદ્રાવક ર્દશ્યો નિહાળી સ્મશાન યાત્રામાં હાજર સૌ કોઇનું હૈયુ છલકાઈ ગયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *