‘દ્રૌપદી’ પતિથી અલગ થઈ 13 વર્ષ નાના પ્રેમી સાથે રહેતી લિવ ઈનમાં, દીકરો છે 23 વર્ષનો

Bollywood

મુંબઈઃ 32 વર્ષ પહેલાં બીઆર ચોપડાના ટીવી શો ‘મહાભારત’માં દ્રૌપદીના રોલમાં જોવા મળેલી રૂપા ગાંગુલી 54 વર્ષની થઈ ગઈ છે. 25 નવેમ્બર 1966માં કલ્યાણી, કોલકાત્તામાં જન્મેલી રૂપાએ હિન્દી સાથે સાથે બંગાળી ટીવી અને ફિલ્મોમાં પણ ખૂબ જ કામ કર્યું છે. ‘મહાભારત’ની દ્રૌપદીનું જીવન ઘણું ઉતાર-ચઢાવવાળું રહ્યું હતું. વર્ષ 1992માં તેમણે મિકેનિકલ એન્જીનિયર ધ્રુબ મુખરજી સાથે લગ્ન કર્યાં હતાં. જોકે, રૂપા ગાંગુલીનું લગ્નજીવન વ્યવસ્થિત નહોતું અને વર્ષ 2009માં તેમના છૂટાછેડા થઈ ગયાં. ઉલ્લેખનીય છે કે, રૂપા ગાંગુલીએ 3વાર આત્મહત્યાનો પ્રયત્ન કર્યો છે.

રિઆલિટી શૉ ‘સચ કા સામના’માં રૂપાએ આ વાત સ્વીકારી હતી કે, લગ્ન પછી તેમણે એક્ટિંગ છોડી દીધી અને પતિ સાથે કોલકાતા શિફ્ટ થઈ ગઈ, પણ તેમને દરરોજના ખરચા માટે રૂપિયા આપવામાં આવતાં નહોતાં. આ કારણે તમના પતિ સાથે દરરોજ ઝઘડા થતાં હતાં. જેનાથી છુટકારા માટે તેમણે 3વાર આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો.

રૂપા ગાંગુલી 23 વર્ષના દીકરાની મા છે
એક ઇન્ટરવ્યૂ દરમિયાન રૂપાએ કહ્યું હતું કે, ‘ધ્રુબ તેમના એક્ટ્રસ સ્ટેટસને લીધે ઇનસિક્યોર ફીલ કરતો હતો.’ ધ્રુબ અને રૂપાને એક દીકરો છે, જેનું નામ આકાશ છે. આકાશનો જન્મ વર્ષ 1997માં થયો હતો.’ રેશ ડ્રાઇવિંગના આરોપમાં આકાશની વર્ષ 2019માં પોલીસે ધરપકડ કરી હતી, આ પછી રૂપાએ ટ્વીટ કર્યું હતું.

લિવ-ઇન રિલેશનશિપમાં પણ રહી
પતિ ધ્રુબથી અલગ થયાં પછી રૂપા ખુદથી 13 વર્ષ નાના ગાયક પ્રેમી દિવ્યેન્દુ સાથે લિવ-ઇન રિલેશનશિપમાં પણ રહી હતી. જોકે, બંને જલદી અલગ થઈ ગયાં હતાં. રિઆલિટી શૉ ‘સચ કા સામના’માં રૂપાએ એમ પણ કબૂલ્યું હતું કે, ‘મહાભારત’ દરમિયાન તે એક્સ્ટ્રા મેરિટલ અફેરમાં પણ પડી ગઈ હતી.

એક્ટ્રસ બનવાનો ઇરાદો નહોતો
દ્રૌપદીના રોલથી ફૅમશ થયેલી રૂપા ગાંગુલીને નામ અને રૂપિયા બધુ મળ્યું, પણ તેમને લાગતું હતું કે, તે સારી એક્ટ્રસ નથી. તેમણે જણાવ્યું હતું કે, તે નહોતી જાણતી કે, તેમને કેવી એક્ટિંગ કરી છે, પણ તેમણે તેના માટે સારો અને સાચો પ્રયત્ન કરવાનો પ્રયત્ન કર્યો હતો, જે તેમના માટે બેસ્ટ સાબિત થયો હતો.

રૂપા પ્લેબેક સિંગિંગ પણ કરી ચૂકી છે
રૂપા મુજબ, તેમનો એક્ટ્રસ બનવાનો કોઈ પ્લાન નહોતો. આ બધુ અચાનક થયું. જોકે, દ્રૌપદીનો રોલ પ્લે કરવા માટે તેમણે ખૂબ જ મહેનત કરી હતી. રૂપા ગાંગુલી ટૉલીવૂડમાં ઘણાં બેસ્ટ ડિરેક્ટર્સ સાથે કામ કરી ચૂકી છે. પ્લેબેક સિંગિગ માટે તે ફિલ્મફેર એવોર્ડ પણ જીતી ચૂકી છે.

નાના-મોટા બંને પડદા પર કર્યું કામ
દ્રૌપદીના રોલથી પોપ્યુલર થયાં પછી રૂપાએ ગૌતમ ઘોષની ‘પોદ્મા નોદીર માઝી’ (1993), ‘અપર્ણા સેન કી યુગાંત’ (1995) અને ‘રિતુપર્ણો ઘોષ કી અંતરમહલ’ (2006) સહિતની ફિલ્મોમાં કામ કરી ચર્ચામાં હતી. આ ઉપરાંત નાના પડદા પર તેમણે ‘કરમ અપના અપના’, ‘લવ સ્ટોરી’, ‘વક્ત બતાયેગા કૌન અપના કૌન પરાયા’, ‘કસ્તૂરી’, ‘અગલે જનમ મોહે બિટિયા હી કીજો’ અને ‘કુછ તો હૈ તેરે મેરે દરમિયાં’ સહિતની સિરિયલ્સમાં કામ કર્યું છે.

રૂપા એક્ટિંગથી પોલિટિક્સમાં આવી
વર્ષ 2015માં રૂપા ગાંગુલી એક્ટિંગથી પોલિટિક્સમાં આવી ગઈ અને તેમણે BJP જોઈન કરી લીધું. આ પછી વર્ષ 2016માં પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં નસીબ અજમાવ્યું. જોકે, તે નોર્થ હાવડાથી હારી ગઈ. આમ તો, આ વર્ષે મે મહિનામાં ખૂબ જ ચર્ચામાં રહી હતી, જ્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન સાઉથ 24 પરગના જિલ્લામાં ડાયમંડ હાર્બર વિસ્તારમાં ટીએમસીના કાર્યકર્તાઓએ તેમની કાર પર હુમલો કરી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *