કોરોનાને લઈ રાહતના સમાચાર, 11 દિવસ બાદ દર્દી ચેપ નથી લગાડતો, વૈજ્ઞાનિકોનો મોટો ખુલાસો

Bollywood Featured

નવી દિલ્હીઃ કોરોના વાયરસને સમજવા માટે સતત આ વાયરસ પર સ્ટડી થઇ રહ્યાં છે. કોરોના પર થઇ રહેલા અભ્યાસ બાદ એક મહત્વનું તારણ સામે આવ્યું છે. વૈજ્ઞાનિકોના અભ્યાસ મુજબ પોઝિટિવ દર્દીથી 11 દિવસ બાદ કોરોના ફેલાતો નથી. nypost.comના રિપોર્ટ મુજબ સિંગાપુર નેશનલ સેન્ટર ફોર ઇન્ફેક્શસ ડીસીઝ (NCID)એન્ડ એકેડમી ઓફ મેડિસીના અભ્યાસથી જાણવા મળ્યું છે કે, 11 દિવસ બાદ જો દર્દી પોઝિટિવ હશે તો પણ તેનાથી કોરોના વાયરસ ફેલાતો નથી.

અત્યાર સુધી કોરોના વાયરસને લઇને એવી ધારણ હતી કે જ્યાં સુધી દર્દી પોઝિટિવ છે. ત્યાં સુધી તેનાથી કોવિડ -19 ફેલાય છે. રિસર્ચમાં એ પણ જાણવ મળ્યુ છે કે, લક્ષણ દેખાયાના 2 દિવસ પહેલાથી કોરોના દર્દી સંક્રમણ ફેલાવી શકે છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, સ્ટડી દરમિયાન જાણવા મળ્યું કે, કોરોનાના લક્ષણ દેખાયાના 7થી 10 દિવસની અંદર તેનામાં સંક્રમણ ફેલાવવાની ક્ષમતા હોય છે.

સિંગાપુર નેશનલ સેન્ટર ફોર ઇન્ફેક્શન ડીજીજેજે લગભગ 73 કોરોના દર્દી પર અભ્યાસ કર્યો. આ સ્ટડી દરમિયાન તેમને જાણવા મળ્યું કે, 11 દિવસ બાદ કોરોના વાયરસને આઇસોલેટ કે Cultured નથી કરી શકતો.વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, લક્ષણ દેખાચા બાદ એક અઠવાડિયા બાદ કોરોના દર્દીમાં એક્ટિવ વાયરલ રેપ્લિકેશન ઘટી જાય છે. વૈજ્ઞાનિક સંશોધનના આ તારણ પરથી હોસ્પિટલ એ વિશે નિર્ણય લઇ શકે છે કે દર્દીને ક્યારે ડિસ્ચાર્જ કરવો.

અમેરિકા સહિત દુનિયાના દેશોમાં દર્દીનો 2 વખત નેગેટિવ રિપોર્ટ આવ્યાં બાદ જ ડોક્ટર એવું સ્વીકારે છે કે તે દર્દ સંપૂર્ણ સ્વસ્થ છે. જો કે અમેરિકામાં કરવામાં આવેલી સ્ટડીનું સેમ્પલ સાઇઝ નાનું હતું. પરંતુ આ નવી જાણકારી ડોક્ટર માટે મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે.

સિંગાપુરના NCIDની એક્ઝ્યુટિવ ડાયરેક્ટર લિઓ યી સિન સ્ટ્રેસ ટાઇમ્સમાં જણાવ્યું કે, સેમ્પલ સાઇઝ નાની હોવા છતાં પણ નવી જાણકારી સંશોધક મેળવી શક્યા છે. સંશોધકનું માનવું છે કે બિગ સાઇઝ સેમ્પલમાં પણ આવા જ પરિણામ જોવા મળત. લિઓ યી સિને જણાવ્યું કે, વૈજ્ઞાનિક દૃષ્ટીકોણ અને રિસર્ચના તારણ પર મને વિશ્વાસ છે. એ વાતના પુરતા પુરાવા મળ્યા છે કે, 11 દિવસ બાદ કોરોનાના દર્દી સંક્રામક નથી હોતા. કોરોના વાયરસના કેસ દુનિયાના તમામ દેશોમાં વધી રહ્યાં છે, દુનિયામાં કોરોના સંક્રમિતો નો આંકડો 54 લાખને પાર કરી ગયો છે.

દુનિયામાં કોરોના વાયરસનાકારણે 3 લાખ 45 હજાર લોકોના મોત થઇ ગયા છે. ભારતમાં પણ ડેથ રેટની સાથે પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે. એકબાજુ કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. તો બીજી તરફ સરકારે લોકડાઉન 4માં ધણી છૂટછાટ આપી છે. જેના કારણે કેસ હજુ પણ વધે તેવી પુરતી શક્યતા છે. હાલ દુનિયાના દેશો કોરોના કોરોના વેક્સિન શોધવા માટ મથી રહ્યાં છે. બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં તૈયાર થઇ રહેલા કોરોના વેક્સિન માટે દુનિયા આતુર છે. WHO સાથે મળીને ચુનિવર્સિટી ChAdOx1 નામની વેક્સિન પર કામ કરી રહી છે.

ઓક્સફોર્ડ યુનિવર્સિટીના એક વૈજ્ઞાનિકે જણા્વ્યું હતું કે, ChAdOx1 વેક્સિનના ટ્રાયલ સફળ થવાની આશા 50 ટકા છે. વૈજ્ઞાનિકના આ વિધાનનથી લોકોને એક આશાનું કિરણ દેખાયું છે . જો કે વૈજ્ઞાનિકે લોકોને વધુ આશા ન રાખવા માટે ચેતવણી આપીી હતી. ઓક્સફોર્ડની કોરોના વેક્સિન ડેવલપમેન્ટ ટીમનું નેતૃત્વ કરનાર વૈજ્ઞાનિક એડ્રિયલ હિલ જણાવ્યું હતું કે, હવે પછીના ટ્રાયલમાં 10 હજાર વોલેંટિયરને સામેલ કરવામાં આવશે. જોકે બની શકે કે આ ટ્રાયલથી કોઇ પરિણામ ન મળે કારણ કે બ્રિટનમાં બહુ ઝડપથીી કોરોના વાયરસના કેસ ઘટી રહ્યાં છે.

ગત અઠવાડિયે અમેરિકી કંપની મોર્ડર્નોએ કોરોના વેક્સિનના પહેલા રાઉન્ડના ટ્રાયલની જાણકારી આપી હતી. પહેલા રાઉન્ડમાં માત્ર 8 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. આ ટ્રાયલ બાદ કંપનીએ જણાવ્યું હતું કે, વેક્સિન સેફ હોય તેવું લાગે છે અને તે ઇમ્યૂન રેસ્પોન્સ પર પેદા કરે છે. તો ચીનમાં બનાવેલી કોરોના વેક્સિનનું ટ્રાયલ 108 લોકો પર કરવામાં આવ્યું. મેડિકલ જર્નલ The Lancetમાં પ્રકાશિત રિપોર્ટ મુજબ ટ્રાયલ બાદ જાણવા મળ્યું કે, આ વેક્સિન વાયરસની સામે ઇમ્યુન રિસ્પોન્સ પેદા કરે છે અને તેના કારણે તે કારગર સાબિત થઇ શકે છે.

1 thought on “કોરોનાને લઈ રાહતના સમાચાર, 11 દિવસ બાદ દર્દી ચેપ નથી લગાડતો, વૈજ્ઞાનિકોનો મોટો ખુલાસો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *