દીકરીને રડતાં જોઈ ‘KGF’ સ્ટાર યશ પણ રડવા લાગ્યો હતો, લાડલીને સાચવે છે રાજકુમારીની જેમ

Bollywood Feature Right

ભારતીય સિનેમામાં આ તે સમય પણ કહી શકાય છે જ્યારે સ્ટાર્સની સાથે સાથે સ્ટાર કિડ્સ પણ ઘણા ફેમસ છે. સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનનો પુત્ર તૈમૂર અલી ખાન હોય કે શાહિદ કપૂર અને મીરાની પુત્રી મીશા કપૂર હોય અથવા શાહરૂખના પુત્ર અબરામ. આ જ રીતે સાઉથ ઈન્ડિય સિનેમામાં સુપરસ્ટાર યશ અને રાધિકા પંડિતની પુત્રી આયરા પણ ઘણી લોકપ્રિય છે. તે ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના ફોટા શેર કરતી રહે છે.

તાજેતરમાં જ યશની પત્ની રાધિકા પંડિતે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે પોતાની પુત્રીના કાન વીંધવાનો કિસ્સો શેર કર્યો હતો. રાધિકા પંડિતે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો અને પુત્રી આયરાનો એક ફોટો શેર કર્યો હતો. આ તસવીરની મદદથી રાધિકાએ જણાવ્યું હતું કે જ્યારે તેની પુત્રી રડી ત્યારે સુપરસ્ટાર યશને પણ કેવી રીતે રડવું આવી ગયુ હતુ.

રાધિકાએ આ તસવીરની કેપ્શનમાં લખ્યું હતુ કે, અમે જ્યારે આયરાના કાન વીંધાવ્યા હતા. ત્યારે માતાપિતા તરીકે તે અમારા માટે જોવું ખૂબ મુશ્કેલ હતું. જ્યારે અમે તેને આટલા લાંબા સમય સુધી રડતી જોઈ ત્યારે અમારું હાર્ટ બ્રેક થયુ હતુ.

ત્યારે પહેલી વાર મેં રોકિંગ સ્ટારની આંખોમાં આંસુ જોયા હતા. તેનાથી મને સમજાયું કે તેમની વચ્ચેનું બંધન કેટલું વિશેષ છે. પરંતુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હવે પિતા અને પુત્રી બંને સ્વસ્થ છે.

યશ અને રાધિકા પંડિતે છ વર્ષ રિલેશનશિપમાં રહ્યા બાદ લગ્ન કર્યા હતા. ઘણા પ્રભાવશાળી લોકોએ 2016માં આ ભવ્ય લગ્નમાં પ્રવેશ કર્યો હતો. બેબી આર્યા પછી રાધિકા પંડિત ફરી ગર્ભવતી થઈ હતી.

વર્કફ્રન્ટ વિશે વાત કરતાં, યશ કેજીએફ પાર્ટ ટુની તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મમાં સંજય દત્ત પણ જોવા મળશે. આ ફ્રેન્ચાઇઝીની પહેલી ફિલ્મે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું હતું અને 250 કરોડની કમાણી કરી હતી.

તાજેતરમાં જ 66મા રાષ્ટ્રીય પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી અને પ્રશાંત નીલની ફિલ્મ કેજીએફએ કોરિયોગ્રાફી કરેલા સ્ટંટ સિક્વન્સ માટે બેસ્ટ એક્શન એવોર્ડ મેળવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Warning: file_exists(): open_basedir restriction in effect. File(/opt/a2-optimized/wordpress/recaptchalib_v2.php) is not within the allowed path(s): (/www/wwwroot/lovelygujarat.com/:/tmp/) in /www/wwwroot/lovelygujarat.com/wp-content/plugins/a2-optimized-wp/A2_Optimized_Plugin.php on line 205