જીન્સ-ટીશર્ટમાં યુવતીઓ કરતી હતી દેહના સોદા, નકલી ગ્રાહક બનીને પોલીસ ગઈ તો…

National

રાજધાની દિલ્હીના શાહદરા જિલ્લામાં બે અલગ-અલગ જગ્યાઓ પર દેહવ્યાપારનો ધંધો ચાલી રહ્યો હતો. લોકલ પોલિસે સ્પેશિયલ સ્ટાફની સાથે દરોડા પાડીને ચાર મહિલાઓ સહિત ઘણાં લોકોની ધરપકડ કરી છે. આનંદ વિહાર વિસ્તારમાં સ્પા સેન્ટરની આડમાં સેક્સ રેકેટ ચાલી રહ્યા હતાં. જ્યાંથી પોલીસે એક મહિલા અને સ્પા સેન્ટરના મેનેજરની ધરપકડ કરી છે. જ્યારે સીમાપુરી વિસ્તારના દિલશાહ ગાર્ડમાં એક મહિલા પોતાના ઘરમાં જ દેહવ્યાપારનો ધંધો કરતી હતી. પોલીસે ત્યાંથી ત્રણ મહિલાઓ અને એક યુવકની ધરપકડ કરી હતી. ધરપકડ કરવામાં આવેલી આરોપીઓની પોલીસ પૂછપરછ કરી રહી છે. શાહદરા જિલ્લા પોલીસ અધિકારી આર સત્યસુંદરમે જણાવ્યું કે, શુક્રવારે તેમની ટીમને બાતમી મળી કે આનંદ વિહારના ઋષણ વિહારમાં સ્પા સેન્ટરની આડમાં સેક્સ રેકેટનો ધંધો ચાલી રહ્યો છે. જેના માટે લોકલ પોલીસ સિવાય સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી હતી.


એક નકલી ગ્રાહકને ઋષણ વિહાર માર્કેટમાં ચાલી રહેલા સ્પા સેન્ટર પર મોકલવામાં આવ્યો હતો. સેન્ટરમાં એન્ટર થતાં જ મેનેજર રામૂ પ્રસાદ મળ્યો હતો. ગ્રાહક પાસેથી મસાજના નામ પર 500 રૂપિયા લઈને તેને એક મહિલાની સાથે કેબિનમાં મોકલી આપવામાં આવ્યો હતો.


જ્યાં મહિલાએ નકલી ગ્રાહક પાસે સેક્સના નામ પર એક હજાર રૂપિયાની માંગ કરી હતી. વાતચીત બાદ નકલી ગ્રાહકે પોલીસની ટીમને ઈશારો કર્યો હતો. ત્યાર બાદ સ્પા સેન્ટરમાં દરોડા પાડવામાં આવ્યા હતાં જ્યાંથી 35 વર્ષની મહિલા અને મેનેજર રામૂ પ્રસાદની ધરપકડ કરવામાં આવી હતી.


તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, સ્પા સેન્ટરનું લાઈસન્સ ખત્મ થઈ ગયું છે. સ્પા સેન્ટર નિતિન ગુપ્તા નામના વ્યક્તિના નામ પર છે. આ માહિતી મળતાં જ આરોપી ફરાર થઈ ગયો છે. શાહદરા જિલ્લા પોલીસની ટીમો તેની શોધખોળ કરી રહી છે.


શુક્રવારે જ સ્પેશિયલ સ્ટાફ અને લોકલ પોલીસને બાતમી મળી કે દિલશાહ ગાર્ડન કોલોનીના એક મકાનમાં દેહ વ્યાપારનો ધંધો ચાલે છે. તાત્કાલિક એક ટીમ તૈયાર કરીને એક નકલી ગ્રાહક મોકલવામાં આવ્યો હતો.


નકલી ગ્રાહક મકાન પર પહોંચ્યો તો ત્યાં સુધીર નામનો યુવક મળ્યો હતો. તેની સાથે વાતચીત કર્યા બાદ 1500 રૂપિયામાં સોદો નક્કી કરવામાં આવ્યો હતો. સુધીર નકલી ગ્રાહકને 38 વર્ષની મહિલાની પાસે લઈ ગયો. મહિલાએ નકલી ગ્રાહકને બે યુવતીઓ બતાવી હતી.

ત્યાર બાદ પોલીસની ટીમને ઈશારો કર્યો હતો. દરોડા કરીને સુધીર સિવાય 38 વર્ષની મહિલા અને અન્ય બે યુવતીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તમામની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *