મહિલાઓની બૉડી લેંગ્વેજ કરે છે કંઈક ખાસ ઈશારા, આ 8 રીતે જાણો તેમના સંકેતો

National

ઈશારો ઈશારોમાં કોઈનું દિલ ચુરાવી લેવું એ દરેક વ્યક્તિના વશની વાત નથી હોતી, પરંતુ ઘણી વખત આ ઈશારાઓ દ્વારા થોડી હસીન પળો માણી લેવામાં કોઈ નુકસાન પણ નથી. મહિલાઓનું દિલ જીતવા માટે પુરુષો અનેક વાતો અને ઈશારાઓ કરતા હોય છે, પરંતુ એક શોધમાં એવું જાણવા મળ્યું છે કે મહિલાઓ ભલે શબ્દોથી ફ્લર્ટિંગ ન કરતી હોય, પરંતુ તેમની બૉડી લેંગ્વેજ અને ઈશારા ઘણું બધું કહી દેતાં હોય છે. મહિલાઓ દ્વારા કરવામાં આવતા ઈશારાઓ ક્યારેક સામેવાળી વ્યક્તિને કંઈક અલગ જ સંકેત કરતા હોય છે, તો ચાલો જાણીએ એ બૉડી લેંગ્વેજને જેનો ઉપયોગ મહિલાઓ ફલર્ટ કરવા માટે કરતી હોય છે…

  • જો કોઈ પુરુષ સાથે વાત કરતી વખતે કોઈ મહિલા તેની નજીક જાય છે તો તેનો અર્થ થાય છે કે તે એ પુરુષને પસંદ કરે છે.
  • જો કોઈ મહિલા વારંવાર પોતાના વાળને સરખા કરે અથવા પોતાની લટો ઉપર આંગળીઓ ફેરવે તો તેનો સીધો અર્થ થાય છે કે તે પુરુષ એ મહિલાને આકર્ષિત કરી રહ્યો છે.
  • જો કોઈ મહિલા પોતાનો હાથ મસળે અથવા શરીરના કોઈ ભાગને ટચ કરે જેમ કે, ડોક ઉપર અથવા બાંહો પર હાથ ફેરવે વગેરે તો આ સંકેત છે કે તમે તેને સાંજે કોફી માટે આમંત્રણ આપશો તો તમને હતાશાનો સામનો નહીં કરવો પડે.
  • જો કોઈ મહિલા ફ્લર્ટ કરી રહી હોય તો તેની આંખો પણ ઘણું બધું કહી દે છે. એ તમારી સાથે વધુ સમય સુધી આઈ કોન્ટેક્ટ રાખશે અને પછી નજરોને ખાસ અંદાજમાં ઝુકાવી લેશે.
  • તમારો સામનો થાય ત્યારે કાયમ એક હળવા સ્મિત સાથે તમારું સ્વાગત કરશે. આ સંકેત એવું દર્શાવે છે કે એ તમને ખૂબ પસંદ કરે છે.
  • જો કોઈ મહિલા તમને પસંદ કરતી હશે તો જેવા તમે દેખાશો તેવાં તે પોતાનાં કપડાં સરખાં કરવા લાગશે. પોતાની કુરતીને અથવા શર્ટના બટનને સરખું કરવા લાગશે.
  • ફ્લર્ટિંગમાં એક્સપર્ટ મહિલાઓને સારી રીતે ખબર હોય છે કે તેમને પુરુષોને આકર્ષિત કરીને પોતાના દિલની વાત કેવી રીતે તેમના સુધી પહોંચાડવાની છે.
  • ફલર્ટી મહિલાઓ પોતાના અવાજનો પણ ઉપયોગ સારી રીતે કરે છે. તેઓ તમારા કાન પાસે આવીને ધીમેથી સેક્સી અંદાજમાં વાત કરશે જેથી તમે સમજી શકો કે તમે તેને આકર્ષક લાગી રહ્યા છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Warning: file_exists(): open_basedir restriction in effect. File(/opt/a2-optimized/wordpress/recaptchalib_v2.php) is not within the allowed path(s): (/www/wwwroot/lovelygujarat.com/:/tmp/) in /www/wwwroot/lovelygujarat.com/wp-content/plugins/a2-optimized-wp/A2_Optimized_Plugin.php on line 205