મહિલા કોલેજનો પ્રોફેસર ચલાવતો હતો સેક્સ રેકેટ, આ રીતે ખુલી પોલ

National

ભારતમાં સેક્સ રેકેટ ચલાવવું ગેરકાયદે છે. જોકે, છતાં ખાનગી રીતે લોકો સેક્સ રેકેટ ચલાવે છે. પોલીસ પણ ઘણી જગ્યાએ રેડ કરીને સેક્સ રેકેટનો પર્દાફાશ કરે છે. સામાન્ય રીતે સેક્સ રેકેટ મસાજ પાર્લર, મોલ, હોટેલ અને પ્રાઇવેટ બંગલોમાં ચાલતા હોય છે. પણ ઉત્તર પ્રદેશના પીલીભીતમાં પોલીસ ત્યારે ચોંકી ગઈ જ્યારે તેમને ખબર પડી કે, મહિલા કોલેજમાં ગણિતના પ્રોફેસર જ સેક્સ રેકેટ ચલાવે છે.

આરોપી પ્રોફેસરનું નામ કામરાન આલમ ખાન છે. તે રાજકીય મહિલા મહાવિદ્યાલયમાં ભણાવે છે. તેના પર આરોપ છે કે, પ્રોફેસર પોતાની કોલેજની વિદ્યાર્થિનીઓને ફસાવીને તેને રૂમ સુધી લઈ જતો હતો. પછી તે વિદ્યાર્થિનીઓને નશીલો પદાર્થ ખવડાવીને તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. એટલું જ નહીં તે આવું કર્યા પછી વિદ્યાર્થિનીઓને બ્લેકમેલ કરતો હતો અને બીજા લોકો સાથે સંબંધ બાંધવા મોકલતો હતો.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, પ્રોફેસર વિદ્યાર્થિનીઓને અશ્લીલ બુક અને સેક્સ ટોય આપતો હતો. તે આવી સામગ્રી વિદ્યાર્થિનીઓને આપીને અશ્લીલતા કરવા પર મજબૂર કરતો હતો. તે એક એવો માહોલ ક્રિએટ કરતો હતો કે, વિદ્યાર્થિનીઓની ઈચ્છા ના હોવા છતાં આ ધંધો કરવા મજબૂર બનતી હતી.

પ્રોફેસરની આ કરતૂતનો ખુલાસો ત્યારે થયો જ્યારે કોલેજની એક વિદ્યાર્થિનીએ પોલીસ ફરિયાદ કરી. વિદ્યાર્થિનીનો આરોપ હતો કે, આ ધંધામાં પ્રોફેસર ઉપરાંત કોલેજનો સ્ટાફ અને અન્ય વિદ્યાર્થિની પણ સામેલ છે. જાણકારી મુજબ, 20 નવેમ્બરે એક યુવકે કોલેજ તંત્રને ફોન કરી પ્રોફેસર દ્વારા ચલાવવામાં આવતાં સેક્સ રેકેટ અંગે માહિતી આપી હતી.

જોકે, આ છતાં તે કોલેજના તંત્રએ કોઈ કાર્યવાહી કરી નહોતી. તેમણે આ મામલે કોઈ કડક પગલા લીધા નહોતા. આ પછી એક વિદ્યાર્થી 21 નવેમ્બરે એસપીને મળ્યો અને લેખિતમાં ફરિયાદ કરી આ અંગે જાણ કરી હતી.

વિદ્યાર્થીની લેખિત ફરિયાદ પછી એસપીએ આ મામલે તપાસના આદેશ આપ્યા હતાં. આ ઉપરાંત સ્થાનિક પોલીસે પણ ફરિયાદ નોંધી છે. સોમવારે પોલીસ કોલેજ પહોંચી અને આ મામલે તપાસ કરી હતી. જોકે, ત્યાં સુધી પ્રોફેસર ફરાર થઈ ગયો હતો.

પ્રોફેસર ફરાર થઈ ગયા પછી પોલીસ તેને શોધી રહી છે. આ મામલે પીલીભીતના સીઓ સિટી સુનીલ દત્તે જણાવ્યું કે, વિદ્યાર્થિનીઓ પોલીસ અધીક્ષકની સામે રજૂ થઈ હતી. તેમને આ મામલે કાર્યવાહી કરવા માગ કરી હતી. આ મામલે તપાસ કરી રહ્યા છે. આ ઘટના સામે આવ્યા પછી વિદ્યાર્થી અને તેમના પેરેન્ટ્સ પણ હેરાન છે. તેમને વિશ્વાસ થતો નથી કે, કોલેજમાં આવું પણ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *